Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૬૮
પંચસંગ્રહ તૃતીયખંડ , બદ્ધાયુ મનુષ્ય અથવા તિર્યંચમાં જાય તે યુગલિકમાં જ જાય અને ત્યાંથી ત્રીજા ભવે દેવમાં જઈ ચેથા ભવે પ્રથમ સંઘયણવાળા મનુષ્ય થઈને જ મોક્ષમાં જાય અને બદ્ધાયુ જે દેવ અથવા નરકમાં જાય તે ત્યાંથી કાળ કરી ત્રીજા ભવે મનુષ્ય થઈ મોક્ષે જાય માટે આ ૩ અથવા ૪ ભવની અપેક્ષાએ દરેક ઉદયસ્થાનમાં પ્રથમ સંઘયણના જ ઉદય ભાંગા હોય છે. અને યુગલિક મનુષ્ય-તિર્યંચમાં જાય છે ત્યાં પણ દેવની જેમ દુર્ભાગઅનાય અને અયશ સિવાય બીજી કોઈ પરાવર્તમાન અશુભ પ્રકૃતિને ઉદય હેતે ! નથી. તેથી ૨૧ ના ઉદયને મનુષ્યના ૮, ૨૬ ના ઉદયે એ જ આઠને ૬ સંસ્થાને ગુણતાં ૪૮; અને ૨૮ ના ઉદયે તેને બે વિહાગતિએ ગુણતાં ૯૬, ૨૯ ના ઉદયના પણ આજ ૯૬ ૩૦ ના ઉદયે ૯૬ ને બે સ્વરે ગુણતાં ૧૯૨; એમ મનુષ્યના ત્રીજા અથવા ચોથા ભવની અપેક્ષાએ કુલ (૪૪૦) ચારસે ચાલીસ, વક્રિય મનુષ્યના ૩૫, આહારકના ૭, અને કેવળીના ૮ એમ મનુષ્યગતિના કુલ (૪૦) ચારસો નેવું ઉદયભાંગ અને દેના ૬૪ તથા દેવની જેમ યુગલિક તિર્યંચના ૬૪ અને નારકના ૫ એમ ચારે ગતિનાં ૧૧ ઉદયસ્થાનમાં કુલ ૬૨૩ ઉદયભાંગ હોય છે.
પસહ સૂરિ તેમજ કૃણરાજાની જેમ પાંચ ભવ કરનારના ક્ષાયિક સમ્યકત્વની વિવક્ષાએ તેથી વધારે ભાંગા પણ ઘટે. તે સ્વયં વિચારી લેવા, પહેલા ગુણસ્થાનકે જ સંભવતાં ૮૬. અને ૭૮ વિના ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાને હોય છે.
સંજ્ઞી માર્ગનું સંજ્ઞીમાં ૨૩ આદિ ૮ બંધસ્થાન, ૧૩૯૪પ તેર નવસે પીસ્તાલીસ બંધભાગ અને કેવળીને સંજ્ઞી ગણીએ તે માત્ર એકેન્દ્રિયમાં સંભવતા ૨૪ વિનાનાં ૧૧ ઉદયસ્થાને અને એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬ એમ ૧૦૮ વિના શેષ (૭૬૮૩) સાત હજાર છસે ચાસી ઉદયભાંગ હોય છે અને કેવળીને સંસીમાં વિવક્ષા ન કરીએ તે ૨૧ અને ૨૫ થી ૩૧ પર્વતનાં ૮ ઉદયસ્થાન અને કેવળીના ૮ બાદ કરતાં (૭૬૭૫) સાત હજાર છસે પંચોતેર ઉદયભાંગા થાય છે.
સત્તાસ્થાન કેવળીને સંસી ગણીએ તે ૧૨ અને ન ગણીએ તે ૯ તેમજ ૮ વિના ૧૦ હોય છે.
અસંજ્ઞી માગણુ - તિર્યંચ ગતિની જેમ ૨૩ આદિ ૬ બંધસ્થાન અને (૧૩૯૨૬) તેરહજાર નવસે છવ્વીશ બંધભાગ તેમજ ૨૧ અને ૨૪ થી ૩૧ પર્વતનાં ૯ ઉદયસ્થાને હોય છે ઉદયભાંગા એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત અસંસી મનુષ્યના ૨૧ તેમજ ૨૬ ના ઉદયના ૨ એમ ૧૧૦ અને અસંજ્ઞી પંચેન્દ્રિયના બેઈન્દ્રિયની જેમ ૨૨ એમ સર્વ મળી ૧૩૨ ઉદયભાંગી હોય છે.