Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ તૃતીયખંડ વ્યાસી અને ૪ ગુણસ્થાનકની વિવક્ષા કરીએ તે કેવળીના ૮ અને યતિને જ સંભવતા ૧૦ એમ ૧૮ વિના (૭૭૭૩) સાતહજાર સાતસે હોતેર ઉદયભાંગા હોય છે.
કૃણાદિક પ્રથમની ૩ લેશ્યા ભવનપતિ અને વ્યંતર દેશમાં હોય છે. પરંતુ જ્યોતિષ આદિ ઉપરના દેવમાં હોતી નથી. અને ભવનપતિ તથા વ્યંતરે જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ કરતા નથી. તેથી દેવેની અપેક્ષાએ આ ત્રણ લેશ્યામાં જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ ના બંધના ૮ ભાંગ ઘટી શકતા નથી. પરંતુ પ્રથમની ૩ નરકના નારકે જિનનામ સહિત ૩૦ પ્રકૃતિ બાંધે છે. પણ તેઓને કાપત અને નીલ ગ્લેશ્યાજ હોય છે. તેથી નારકની અપેક્ષાએ આ ૨ લેસ્થામાં જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્યના બંધનો ૮ ભાંગ ઘટી શકે. પરંતુ કૃષ્ણ લેશ્યા પાંચમી વિગેરે નરકમાં જ હોય છે. અને તેઓ જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ ને બંધ કરતા નથી. તેથી કૃષ્ણ લેશ્યામાં તે આ ૮ ભાંગા ન ઘટે, છતાં કેટલાએક આચાર્ય ભગવંતના મતે ભવનપતિ અને વ્યંતરોમાં પણ જિનનામ કર્મને બંધ હોય છે. તેથી તે મતે અથવા તે દે તથા નારકોને દ્રવ્ય લેશ્યા ભવપર્યત અવસ્થિત હોવા છતાં છએ ભાવ લેશ્યાનું પરાવર્તન હોય છે. તે અપેક્ષાએ ત્રણે લેશ્યામાં જિનનામ સહિત ૩૦ ના બંધના ૮ ભાંગ ઘટી શકે. અને જે આ અપેક્ષા ન લઈએ તે કૃષ્ણ-લેશ્યામાં આ ૮ ભાંગ બાદ કરતાં શેષ (૧૩૯૩૪) તેર હજાર નવસે ચેત્રીશ બંધભાંગ ઘટે એમ મને લાગે છે.
સત્તાસ્થાન ૯૩ આદિ પ્રથમનાં ૭ હેય છે. અવિરત સમ્યફદણી મનુષ્યને પણ એ લેશ્યાનું પરાવર્તન હોવાથી આ વેશ્યાઓમાં ૯૩ નું સત્તાસ્થાન માનવામાં કઈ હરકત લાગતી નથી. | તેજલેશ્યા -આ વેશ્યાવાળા જ નરક, વિકસેન્દ્રિય, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ પ્રાગ્ય બંધ કરતા નથી તેથી ૨૩ નું બંધસ્થાન અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જ હેવાથી આ છ બાંધતા નથી. ૨૫ ના બંધના પણ બાદર પર્યાપ્ત પ્રત્યેકના ૮ ભાંગા જ બાંધે છે ૨૬ ના ૧૬, ૨૮ ના દેવ પ્રાગ્યના ૮, ૨૯ ના બંધના વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ના ૨૪ વિના (૯૨૨૪) બાણું વીશ, ૩૦ ના બંધના પણ વિકલેન્દ્રિયના ૨૪ વિના (૪૬૧૭) છેતાલીશ સત્તર, અને ૩૧ ના બંધને ૧ એમ ૨૫ થી ૩૧ પર્યરતનાં ૬ બંધસ્થાન અને (૧૩૮૭૪) તેર હજાર આઠસે ચોતેર બંધમાંગ હોય છે.
કેવળી ભગવંતને માત્ર શુકલેશ્યા જ હેવાથી તેઓમાંજ સંભવતાં ૨૦-૯ અને ૮ વિના ૨૧ આદિ ૯ ઉદયસ્થાને હોય છે. સામાન્યથી એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, લબ્ધિ અપર્યાપ્ત પં. તિ. તેમજ મનુષ્ય, નારકે અને કેવળી ભગવંતમાં આ લેશ્યા ન હોવાથી તેઓના ૧૨૫ ભાંગા આ લેસ્થામાં સંભવતા નથી. તેથી શેષ (૭૬૬૬) સાત હજાર છસે