Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૬૦
પચસપ્રહ દ્વતીય ઉદયસ્થાન :-ઉત્તર શરીરી યતિ આશ્રયી ૨૫ અને ૨૭ થી ૩૦ સુધીનાં ૫ અને સ્વભાવસ્થ યતિ આશ્રયી ૩૦ નું એમ પ ઉદયસ્થાને હોય છે.
અહીં ઉત્તરશરીરીને પરાવર્તમાન કોઈપણ અશુભ પ્રકૃતિને ઉદય ન હોવાથી આડારકના ૭ અને એજ પ્રમાણે વૈકિય યતિના ૭ અને સ્વભાવસ્થ મુનિને ૩૦ ના ઉદયે ૬ સંઘયણને ૬ સંસ્થાન સાથે ગુણતાં ૩૬, તેને બે વિડાગતિએ ગુણતાં ૭૨ અને બે સ્વરે ગુણતાં ૧૪૪, એમ પાંચે ઉદયસ્થાનના ૧૫૮ ઉદયભાંગ હોય છે. અને સત્તાસ્થાને ૯૩ આદિ પ્રથમનાં ૪ અને પછીનાં ૮૦ આદિ ૪ એમ ૮ હેાય છે.
કેવળજ્ઞાનમાં ૨૪ અને ૨૫ વિના ૧૦ ઉદયસ્થાન ૬૨ ઉદયભાંગા અને ૭૮ વિના ૮૦ થી ૮ સુધીનાં ૬ સત્તાસ્થાને હોય છે.
મતિ-શ્રતઅજ્ઞાનમાં ર૩ આદિ પ્રથમનાં ૬ બંધસ્થાન તેમજ મિથ્યાત્વ ગુણ સ્થાનકે બતાવ્યા મુજબ દરેક બંધસ્થાનના બંધભાંગા તેમજ કુલ બંધભાંગા (૧૩૯૨૬) તેર હજાર નવસો છવ્વીશ હોય છે.
ઉદયસ્થાન-૨૧ અને ૨૪ થી ૩૧ સુધીનાં ૯ અને યતિમાં જ ઘટતા ૧૦ તેમજ કેવળીના ૮ એમ ૧૮ વિના શેષ (૭૭૭૩) સાતહજાર સાતસે તોતેર ઉદયભાંગા હોય છે. અને સત્તાસ્થાન ૯૨-૮૯-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ ૬ હેય છે.
વિર્ભાગજ્ઞાન –અહીં પણ મતિ અજ્ઞાનની જેમ ૨૩ આદિ ૬ બંધસ્થાન અને (૧૩૯૨૬) તેર હજાર નવસે છવ્વીશ બંધમાંગ હોય છે.
આ જ્ઞાનની બાબતમાં બે મત પ્રવર્તે છે. એક મત પ્રમાણે લબ્ધિ પર્યાપ્ત સંસી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં વિલંગજ્ઞાન હોઈ શકે છે. તેથી આ મત પ્રમાણે ૨૧ અને ૨૫ થી ૩૧ સુધીનાં ૮ ઉદયસ્થાને હોય છે. અને એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬૬, લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય-તિર્યંચના ૪, કેવળના ૮ અને યતિમાં જ સંભવતા ઉત્તર શરીરીને ૧૦ એમ ૧૩૦ ઉદયભાંગા, એમાં વિર્ભાગજ્ઞાનને સંભવ ન હેવાથી શેષ (૭૬૬૧) સાત હજાર છસે એકસઠ ઉદયભાગ હોય છે.
બીજા મત પ્રમાણે લબ્ધિ પર્યાપ્ત પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચને પણ અપર્યાપ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી. માત્ર અપર્યાપ્ત અવસ્થામાં દેવ અને નારકને જ હોય છે. તેથી આ બીજા મત પ્રમાણે ૨૬ નું ઉદયસ્થાન માત્ર મનુષ્ય અને તિર્યંચને જ અપર્યાપ્ત અવસ્થામાં હોવાથી અહીં ઘટતું નથી. તેથી ૨૫ અને ૨૭ થી ૨૯ સુધીનાં ઉદયસ્થાને ક્રિય શરીરી તિર્યંચ તેમજ મનુષ્યની અપેક્ષાએ તેમજ આ ૪ અને ૨૧ એમ ૫ ઉદયસ્થાને દેવ તથા નારકની અપેક્ષાએ અને પર્યાપ્ત તિર્યંચ મનુષ્ય તેમજ દેવની