Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સાસંગ્રહ
૨e
જિનનામ સહિત ૨૯ ને બંધ આઠ પ્રકારે હેવાથી ઉપરની સંખ્યાને આડે ગુણતાં કુલ બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને બેંતાલીસ હજાર બસે સોળ (૪૨૨૧૬) થાય છે.
એમ વિકસેન્દ્રિયાદિક ચારે પ્રકારના ર૯ ના બંધસ્થાનના બંધ ભંગયુક્ત ઉદયભંગ ગુણિત સર્વે સત્તાસ્થાને અઠ્ઠાવીસ કોડ પાંસઠ લાખ બાવન હજાર બે થાય છે. - ૨૯ ની જેમ ૩૦ ને બંધ પણ પર્યા. વિકલેન્દ્રિયાદિ ચારે પ્રકારના છ પ્રાપ્ય હોય છે. અને અહીં પણ સામાન્યથી ૨૧ અને ૨૪ થી ૩૧ પર્યંતનાં કુલ નવ ઉદયસ્થાને હોય છે. મનુષ્યગતિમાં ઉત્તર વ. શરીરમાં ઉદ્યોતને ઉદય યતિને જ હોય છે. તેમજ આહારક શરીર પણ યતિઓ જ બનાવે છે. અને તેઓ માત્ર દેવ પ્રાગ્ય જ બંધ કરે છે. વળી આહાકદ્ધિક સહિત દેવ પ્રાગ્ય ૩૦ ને બંધ અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનકે જ હોય છે અને આહારક શરીર તેમજ ક્રિય શરીર છઠે ગુણસ્થાનકે જ બનાવે છે. માટે આહારકના સાત, અને ઉદ્યોતવાળા છે. યતિના ત્રણ, આ દુશ અને કેવળીને આઠ એમ અઢાર વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગાએ હેય છે.
કઈક વૈક્રિય અને આહારક શરીર બનાવી સાતમે પણ જાય છે. કારણકે સાતમે ગુણસ્થાનકે ક્રિય, આહારક અને ઔદારિક કાયયેગ, ચાર મનના અને ચાર વચનના એમ અગિયાર વેગ બતાવવામાં આવેલ છે. પરંતુ તેવા છે કયારેક જ અને કોઈક જ હોય છે. માટે તેની વિવક્ષા કરેલ લાગતી નથી.
વેકિય અને આહારકશરીર બનાવી સાતમે ગુણસ્થાનકે જાય છે, ત્યારે તેઓને આહારકકિ બંધાય તેવા વિશુદ્ધ સંયમસ્થાને પ્રાપ્ત થતાં નથી, પંચસંગ્રહના તૃતીયદ્વારની ગાથા (૫૫) પંચાવન અને તેની ટીકામાં આહારદ્ધિકને ઉદય ન હોય ત્યારે જ આહારદ્ધિકને બંધ હોય છે. એમ સ્વાનુદયબંધી કહેલ છે. અને તેથી જ સિત્તરિ ચૂર્ણિમાં દેવપ્રોગ્ય ૩૦ ના અંધે અને સપ્તતિકાની મૂળ ગાથામાં પણ ૩૧ ના બં ૩૦ નું એક જ ઉદયસ્થાન બતાવેલ છે. ' પરંતુ છઠ્ઠ કર્મગ્રંથની તેમજ આ ગ્રંથની ટીકા વગેરેમાં બતાવેલ છે કે જે જીવને આહા. દ્વિકની સત્તા હેય, તે છ સાતમ-આઠમે ગુણસ્થાનકે આહારદ્ધિક અવશ્ય બાંધે છે. તેથી આહારકદ્ધિક બાબતમાં બે મતે સંભવે છે. અને જ્યારે આહારક શરીરી સાતમે જાય ત્યારે તે તેને આહારકને સાક્ષાત ઉદય હોવાથી સત્તા હોય જ છે. માટે ૩૦ અને ૩૧ ના બંધ આહા. શરીરી આશ્રય આ મતે સ્વર સહિત ૨૯ અને ઉદ્યોત સહિત ૩૦ તેમજ સ્વભાવસ્થ મુનિને ૩૦ એમ બે ઉદયસ્થાન બતાવેલ છે. તેથી ૨૯ ના ઉદયને સ્વર સહિતને એક અને ૩૦ના ઉદયને ઉદ્યોત સહિતને એક એમ