Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૪
પંચસંગ્રહ તૃતીયખંડ એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ પ્રાગ્ય ત્રણે બંધસ્થાનના અનુક્રમે (૧) એક, છેતાલશે આઠ (૪૬૦૮) અને છેતાલીસે આઠ (૪૬૦૮) મળી બાણશે સત્તર (૯૨૧૭) ભાંગા થાય છે.
એમ સામાન્યથી તિર્યંચ પ્રાયોગ્ય ૨૩.૨પ-ર૬-ર૯ અને ૩૦ એ પાંચ બંધસ્થાને અને તે દરેકના અનુક્રમે ચાર (ક), વીશ (૨), સેળ (૧૬), છેતાલીશ બત્રીશ (૪૬૩૨), છેતાલીશે બત્રીશ (૪૬૩૨) ભાંગા થવાથી સર્વમળી ત્રાણું આઠ (૩૦૮).
પંચેન્દ્રિય તિર્યંચની જેમ મનુષ્ય પ્રાયોગ્ય પણ ૨૫-ર૯ અને ૩૦ એ ત્રણ બંધસ્થાને છે. પરંતુ આ ત્રણે બંધસ્થાનેમાં તિર્યંચદ્ધિક ને બદલે મનુષ્યદ્ધિક બંધાય છે.
અપર્યાપ્ત મનુષ્ય પ્રાગ્ય (૨૫), પચીશ, મિથ્યાદિષ્ટી મનુ અને તિય બાંધે છે. અને તેને ભાંગે એક છે.
૨૯ પ્રકૃતિના બાંધનાર પહેલા-બીજા ગુણસ્થાનકવાળા ચારે ગતિના છે અને ત્રીજા-ચોથા ગુણસ્થાનકવાળા કેવળ દેવ અને નારકે છે, તેમાં પહેલે ગુણસ્થાનકે છેતાલીશે આઠબીજે ગુણસ્થાનકે ૩૨૦૦, અને ત્રીજાથા ગુણસ્થાનકે અસ્થિર–અશુભ અને અયશ સિવાય પરાવર્તમાન અશુભ પ્રકૃતિએને બંધ ન હોવાથી માત્ર આઠ ભાંગા થાય છે. પરંતુ પહેલા ગુણસ્થાનકના જે ૪૬૦૮ ભાંગી છે. તેમાં જ આ ભાંગા આવી ગએલ હેવાથી અલગ ગણેલ નથી.
જ્યારે એથે ગુણસ્થાનકે દેવે તથા નારકે આજ ૨૯ પ્રકૃતિ સાથે જિનના બાંધે ત્યારે ૩૦ નું બંધસ્થાન થાય છે. તેમજ અહીં સ્થિર–અસ્થિર, શુભ-અશુભ અને યશ-અયશ સાથે માત્ર આઠ ભાંગા થાય છે.
એમ મનુષ્ય પ્રાગ્ય પચીશાદિ ત્રણે બંધસ્થાને અનુક્રમે (૧) એક, બેંતાલીશે આઠ (૪૬૦૮) અને આઠ (૮) ભાંગા થવાથી સર્વ મળી (૪૬૧૭) ચાર હજાર છસે સત્તર બંધમાંગા થાય છે.
દેવપ્રા ૨૮-૨૯-૩૦ અને ૩૧-એમ ચાર બંધસ્થાને છે.
ત્યાં યુવબંધી નવ દેવદ્રિક, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદ્રિક, પ્રથમ સંસ્થાન, શુભ-વિહગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ત્રણ ચતુષ્ક, સ્થિર-અસ્થિરમાંથી એક, શુભ-અશુભમાંથી એક, યશઅયશમાંથી એક અને સૌભાગ્યત્રિક આ ૨૮ નું બંધસ્થાન છે, અહીં સ્થિરાદિ ત્રણ પ્રકૃતિઓ પરાવર્તમાન હવાથી ૮ ભાંગા થાય છે. અને તેના બાંધનાર યથાસંભવ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના મનુષ્ય તથા તિર્યો છે.