Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૭૫
સારસંગ્રહ
નરક પ્રાગ્ય બંધ એક પ્રકારે હેવાથી બંધભંગ યુક્ત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પણ તેટલાં જ હોય, તે દેવ પ્રાગ્ય ૨૮ ના બંધમાં બતાવેલ સત્તાસ્થાનેમાં ઉમેરવાથી બને પ્રકારના ૨૮ ના બંધનમાં બંધભંગ યુક્ત ઉદયભંગગુણિત સર્વ સત્તાસ્થાને એક લાખ સાઠહજાર સાતસે ચુમ્માલીશ થાય છે.
૨૯ નું બંધસ્થાન પર્યા. વિકલેન્દ્રિય, ૫. તિ, મનુ, તેમજ દેવ પ્રાગ્ય છે. અને તેના બાંધનારા સામાન્યથી ચારે ગતિના યથાસંભવ આઠમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના હોય છે. માટે ૨૧ અને ૨૪થી ૩૧ સુધીનાં નવ ઉદયસ્થાને, અને કેવળીના આઠ ભાંગા વિના શેષ ૭૭૮૩ ઉદયભાંગ હોય છે. અને સામાન્યથી ૯૩ આદિ પ્રથમનાં છે, તેમજ ૭૮નું, એમ સાત સત્તાસ્થાને હોય છે. બાકીનાં પાંચ સત્તાસ્થાને માત્ર ક્ષેપક શ્રેણીમાં નવમાં ગુણ ના સંખ્યાતા ભાગો પછી જ ઘટતાં હોવાની અહી' સંભવતાં નથી.
ત્યાં અનેક જીવો આશ્રયી ૨૧-૨૫-અને ૨૬ એ ત્રણ ઉદયસ્થાનમાં સાત-સાત એમ કુલ ૨૧, ૨૪ના ઉદયસ્થાનમાં પાંચ, ૨૭-૨૮-૨૯ અને ૩૦ ના ઉદયસ્થાનમાં ૭૮ વિના છ-છ માટે ૨૪ અને ૩૧ ના ઉદયે ૯૨-૮૮-૮૬ અને ૮૦ એ ચાર એમ ઉદયસ્થાન ગુણિત કુલ સત્તાસ્થાને ચેપન હોય છે.
જે ઉદયભંગવાર વિચારીએ તે આ પ્રમાણે -
૨૧ ના ઉદયે એકે. ના પાંચ, વિકલેન્દ્રિયના નવ, પં. તિ ના નવઆ ર૩ ભાંગાઓમાં ૯૨-૮૮-૮૬-૮૦ અને ૭૮ આ પાંચ-પાંચ સત્તાસ્થાને હોવાથી ૨૩ ને પાંચે ગુણતાં ૧૧૫, અપ. મનુ. ના એક ભાગમાં ૭૮ વિના આ જ ચાર, અને પર્યા. મનુ. ના આઠ ભાંગામાં ત્રાણું ૯૩) આદિ છ હેવાથી આઠને છ એ ગુણતાં (૪૮)
અડતાલીશ, નારકના એક ભાંગામાં ૨-૮૯ અને ૮૮ આ ત્રણ, અને દેવતાના આઠ - ભાંગામાં બાણું-અટ્ટાસી એમ બે-બે હેવાથી સળ, એમ કુલ એકસ છયાસી (૧૮૬),
૨૪ ના અગ્યાર ભાંગામાં ૨૩ના બંધમાં બતાવ્યા મુજબ ૨૯.
૨૫ના ઉદયે વૈ. વિ. ના આઠ અને દેવતાના આહ, આ સોળમાં ૯૨-૮૮ બે-બે હવાથી-૩૨, નારકના એકમાં ૯૨-૮૯ અને ૮૮ આ ત્રણ, વૈ. મ. ના આઠમાં પ્રથમનાં ચાર હોવાથી આઠ ને ચારે ગુણતાં ૩૨, આહા. ના એકમાં એક ૯૩, એમ કુલ સત્તાણું (૯૭),
૨ ના ઉદયે એકેન્દ્રિયના ૧૩ ભાંગામાં પહેલાંની જેમ ત્રેપન, વિલેન્દ્રિયના , પં. તિ. ના ૨૮૯, એમ ર૯૮માં પાંચ-પાંચ હેવાથી ર૯૦ને પાંચે ગુણતાં ચૌદસ નેવું, અપ. મનુ. ના એકમાં ૨-૮૮-૮૯-૮૦ એ ચાર, અને પર્યા. મનુ. ના ૨૮૮માં ૯૩ આદિ પ્રથમનાં છ-છ હવાથી ૨૮૮ને છએ ગુણતાં સત્તર અઠ્ઠાવીશ, એમ કુલ બત્રીસે પંચોતેર સત્તાસ્થાન.