Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૭૬
પંચસંગ્રહ તૃતીયખંડ ત્રીશને ઉદય સ્વભાવસ્થ સંતને પણ હોય છે, અને તેના દેશવિરતિની જેમ એક ચુમ્માલીશ ભંગ થાય છે. ત્રાણું, નેવ્યાશી, બાણું અને અાશી એમ ચાર સત્તાસ્થાનકે હોય છે. તેને વિચાર દેશવિરતિના સત્તાસ્થાનકોની જેમ કરી લે. - હવે સંવેધ કહે છે–દેવગતિગ્ય અઢાવીશના બંધક પ્રમસંવતને ઉપર કહ્યા તે પાંચે ઉદયસ્થાનકમાં બાણું અને અઠ્ઠાશ એમ બબ્બે સત્તાસ્થાનકો હોય છે. માત્ર આહારક સંયતના દરેક ઉદયસ્થાનકમાં એક બાણુંનું જ સત્તાસ્થાન હોય છે. કારણ કે આહારકની સત્તાવાળેજ આહારકશરીરની રચના કરી શકે છે. વૈકિયસંયતને બંને સત્તાસ્થાને સંભવે છે.
તીર્થકરનામયુકત દેવગતિગ્ય એગણત્રીશના બંધક સંવતને ઉપરોકત પાંચે ઉદય સ્થાનમાં ત્રાણું અને નેવ્યાશી એમ બબ્બે સત્તાસ્થાને સંભવે છે. માત્ર આહારકસંયતને ત્રાણુંનુજ સત્તાસ્થાન હોય છે. કારણ કે ઓગણત્રીશને બંધ તીર્થંકરનામ યુકત થત હોવાથી તેની સત્તા પણ અવશ્ય હાય છેજ. શૈક્રિયસંયત અને સ્વભાવસ્થ સંયતને બંને સત્તાસ્થાને હેાય છે. આ પ્રમાણે પ્રમત્તસંયતને પિતાના સઘળા ઉદયસ્થાનકોમાં સામાન્યથી ચાર ચાર સત્તાસ્થાનકો સંભવે છે, એટલે સઘળાં મળી વશ થાય છે. .
હવે અપ્રમત્ત સંયતના બંધાદિને વિચાર કરે છે–અપ્રમત્તસંયતને ૨૮-૨૯-૩૦ -૩૧ એમ ચાર બંધસ્થાનક હોય છે. તેમાં શરૂઆતનાં બે પ્રમત્ત સંયતની જેમ સમજવાં. આહારકદ્ધિક યુક્ત દેવગતિગ્ય ત્રશને બંધ કરે ત્યારે ત્રીશનું, અને તીર્થકરનામ તથા આહારદ્ધિક એ ત્રણે સાથે બંધ કરે ત્યારે એકત્રીશનું બંધસ્થાન હોય છે. અહિં દરેક બંધસ્થાનકને એક એક ભંગજ થાય કારણકે આ ગુણસ્થાનકે - અસ્થિર, અશુભ અને અપયશને બંધ થતું નથી.
આ ગુણસ્થાનકે ૨૯-૩૦ એમ બે ઉદયસ્થાનકો હોય છે. તેમાં જે કોઈ પ્રમસંવત આત્મા આહારક કે નૈકિયશરીર વિકુવ્વ તેની સઘળી પર્યાપિતએ પર્યાપ્ત થઈ આ ગુણસ્થાનકે આવે તેને એગણત્રીશને ઉદય હોય છે. આ ઉદયને એક વૈક્રિય આશ્રયી અને એક આહારક આશ્રયી એમ બે ભંગ થાય છે. ઉદ્યોતને ઉદય થયા બાદ ત્રીશને ઉદય પણ અહિં હોય છે. અહિં પણ ઉપર કહ્યા તે રીતે બે ભંગ થાય છે આ પ્રમાણે વૈક્રિય સંયતના બે અને આહારકસંયતના બે કુલ ચાર ભંગ થાય છે. સ્વભાવસ્થ અપ્રમત્ત સંયતને પણ ત્રીશને ઉદય હોય છે. અને તેના એક ચુમ્માલીસ ભંગ થાય છે, જે પ્રમત્તસયતને કહ્યા તે પ્રમાણે હોય છે.
અહિં ૯૩-૯૨-૮૯-૮૮ એ સત્તાસ્થાને પૂર્વે કહ્યા તે પ્રમાણે હોય છે.
હવે સંવેધ કહે છે–આ ગુણસ્થાનકે અઠ્ઠાવીશના બંધકને બંને ઉદયસ્થાનકમાં અદ્ધાશીનું સત્તાસ્થાન હોય છે. એગણત્રીશના બંધને બંને ઉદયસ્થાનમાં નેવ્યાશીનું સત્તાસ્થાન હોય છે. ત્રીશના બંધકને બંને ઉદયે બાણુંનું સત્તાસ્થાન હોય છે. અને