Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૨૮
પંચસંગ્રહ તૃતીયખંડ પાંચમે ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ચાર કષાય વિના તેર, અને છઠ્ઠા ગુણસ્થાનકથી આઠમા સુધી પ્રત્યાખ્યાનીય ચાર કષાય વિના નવ બંધાય છે પરંતુ અરતિ-શોક છ સુધી જ બંધાય છે માટે સાતમે અને આઠમે ગુણસ્થાનકે નવના બંધે એક જ ભાગે થાય છે.
નવા ગુણસ્થાનકના પહેલા ભાગે પુરુષવેદ અને ચાર સંજવલનરૂપ પાંચ પ્રકૃતિનું, બીજા ભાગે પુરુષવેદ વિના ચારનું; ત્રીજા ભાગે સંજવલન ક્રોધ વિના ત્રણનું, ચોથા ભાગે સં. માન વિના બેનું, અને પાંચમા ભાગે સં. માયા વિના લેભરૂપ એક પ્રકૃતિનું એમ કુલ પાંચ બંધસ્થાને અને આ દરેક બંધસ્થાનમાં બંધ આશ્રયી કે ઈપણ પ્રકૃતિ પરાવર્તમાન ન હોવાથી એક-એક એમ કુલ પાંચ ભાંગાઓ થાય છે.
એમ દશે બંધસ્થાને મળી કુલ ૨૧ બંધ ભાંગા હોય છે,
કાળ -૨૨ ને બંધ પ્રથમ ગુણસ્થાનકે હોવાથી તેને કાળ અનાદિ અનંત, અનાદિ સાન્ત, અને સાદિ સાન્ત, એમ ત્રણ પ્રકારે અને ૨૧ ને બંધ સાસ્વાદન ગુણસ્થાને જ હોય છે માટે સાસ્વાદનના કાળ પ્રમાણે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા છે.
૧૭ને બંધ ત્રીજે અને ચોથે, તેને બંધ પાંચમે, અને નવને બંધ છઠ્ઠાથી આઠમા ગુણસ્થાનક સુધી છે. સમ્યકત્વ, દેશવિરતિ તેમજ સર્વવિરતિને કાળ જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ હેવાથી આ ત્રણે બંધસ્થાનને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ૧૭ ના બંધને ઉત્કૃષ્ટ કાળ મિશ્ર સહિત સમ્યકત્વના ઉત્કૃષ્ટ કાળ પ્રમાણ સાધિક ૧૩ર સાગરોપમ તેમજ દેશવિરતિ અને સર્વવિરતિને ઉત્કૃષ્ટ કાળ દેશનપૂર્વકોડ વર્ષ હોવાથી તેર અને નવ એમ બને બંધસ્થાને ઉત્કૃષ્ટ કાળ પણ તેટલે જ છે.
પાંચથી એક પ્રકૃતિ સુધીના પાંચે બંધસ્થાને નવમાં ગુણસ્થાને હોવાથી અને ઉપશમશ્રેણિમાં એક સમયે પાંચમાંથી કોઈ પણ બંધ કરી બીજા સમયે કાળ કરનારની અપેક્ષાએ જઘન્યથી ૧ સમય અને આ ગુણસ્થાનકને કાળ પણ અન્તમુહૂર્ત હોવાથી પાંચે બંધસ્થાનને ઉત્કૃષ્ટ કાળ પણ અન્તર્મુહૂર્ત છે.
ઉદયસ્થાન :-૧-૨-૪-૫-૬-૭-૮-૯ અને ૧૦ પ્રકૃતિરૂપ મેહનીય કર્મનાં નવ ઉદયસ્થાને છે ત્યાં દશમ ગુણસ્થાને સંજવલન લેભ અને પડતાને નામ ગુણસ્થાને
જ્યાં સુધી વેદને ઉદય ન થાય ત્યાં સુધી ચાર સંજવલનમાંથી કેઈપણ એક પ્રકૃતિને, અને આ જ ગુણસ્થાને વેદય થયા પછી બે ને, તેમજ પડતાને આઠમા ગુણસ્થાનકે બેમાંથી કેઈપણ એક યુગલને ઉદય થવાથી ચાર, ભયને ઉદય થાય ત્યારે પાંચ, જીગુસાને ઉદય થાય ત્યારે છે, અને ક્ષયે પશમ સમ્યકવીને છ અથવા સાતમે ગુણસ્થાનકે સમ્યકત્વ મેહનીયને ઉદય થવાથી સાતનો ઉદય થાય છે.
દેશવિરતિ પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ કોઈપણ એકને ઉદય થવાથી આઠને, એથે ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ક્રોધાદિ કે ઈપણ એકને ઉદય થવાથી નવ અને સમ્યકત્વ