Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૪૧
સતતિકા ટીકાનુવાદ
ત્રણના બંધે સંજવલન ક્રોધ વિના ત્રણમાંથી કેઈપણ એકને ઉદય હોય છે. માટે ઉદયભંગ ત્રણ, અને ઉપશમશ્રેણીમાં સત્તાસ્થાને પ્રથમનાં ત્રણ, તથા ક્ષપકશ્રેણીમાં સંજવલન ક્રોધને ક્ષય ન થાય ત્યાં સુધી સમયેન બે આવલિકા કાળ પ્રમાણુ ચારનું, અને પછી ત્રણનું, એમ કુલ પાંચ સત્તાસ્થાને સામાન્યથી અને ત્રણેય ઉદયભાંગામાં આ પાંચ પાંચ સત્તાસ્થાન હોવાથી ઉદયભંગ ગુણિત કુલ ૧૫ સત્તાસ્થાને છે.
માન વિના બેના બંધે ક્ષપકશ્રેણીમાં ત્રણ અને બે, તેમજ ઉપશમશ્રેણીમાં પ્રથમનાં ત્રણ, એમ કુલ પાંચ અને ઉદયભંગ બે હોવાથી પાંચને બેએ ગુણતાં ઉદયભંગ ગણિત સત્તાસ્થાને દશ થાય છે.
એકના બંધે એકના ઉદયે શરૂઆતનાં ત્રણ, અને બે તથા એક, એમ કુલ પાંચ સત્તાસ્થાને છે.
બંધના અભાવે દશમા ગુણસ્થાનકે એકના ઉદયે ક્ષપકશ્રેણીમાં એકનું અને ઉપશમશ્રેણિમાં પ્રથમનાં ત્રણ, એમ ચાર, અને ઉદયના અભાવે પણ અગિયારમે ગુણસ્થાનકે પ્રથમનાં ત્રણ સત્તાસ્થાને હોય છે.
સામાન્યથી મેહનીય કર્મના ધ્રુવ ઉદયપદ અને પદોના સમૂહને વિચાર :
જે ઉદયસ્થાનમાં મેહનીય કર્મની જેટલી પ્રકૃતિ ઉદયમાં હોય છે તે પ્રકૃતિને ઉદયપદ કહેવાય છે. આમાં એકની એક પ્રકૃતિ અનેકવાર આવે તે પણ તે એક જ ગણાય.
જે જે ઉદયસ્થાનમાં જે જે પ્રકૃતિ જેટલીવાર ઉદયમાં આવતી હોય તે દરેક પ્રકૃતિના સમૂહને પદછંદ કહેવાય છે અર્થાત્ આમાં પ્રકૃતિ એક જ હોવા છતાં તે વારંવાર જેટલીવાર આવે તેટલી વખત અલગ અલગ ગણાય છે, ત્યાં જે ઉદયસ્થાનની જેટલી વીસી હોય તે સંખ્યાને તે ઉદયસ્થાનની સંખ્યા સાથે ગુણવાથી કુલ જેટલી સંખ્યા આવે તેટલા વીસ પદછંદના સમૂહવાળાં ઉદયપદ થાય છે.
તે આ પ્રમાણે :- દશના ઉદયની એક એવીસી હોવાથી તેને દશે ગુણતાં દશ, નવના ઉદયની છ વીસી, તેથી છને નવે ગુણતાં ૫૪, એજ પ્રમાણે આઠના ઉદયની ૧૧ વીસી તેને આઠે ગુણતાં ૮૮, સાતના ઉદયની દશ, તેથી દેશને સાતે ગુણતાં ૭૦, છના ઉદયની ૭ તેથી ૭ ને ૬ એ ગુણતાં ૪૨, પાંચના ઉદયની ચાર ચોવીસી, તેથી ૪ને પાંચે ગુણતાં ૨૦, ચારના ઉદયની એક, તેથી ૧ ને ચારે ગુણતાં ૪, એમ દશથી ચાર સુધીનાં ઉદયસ્થાનનાં સર્વમળી ૨૮૮ ઉદયપદે થાય છે.
તે દરેક વીસ પોના સમૂહવાળાં હેવાથી ૨૮૮ ને ચોવીસે ગુણતાં છ હજાર નવસે બાર (૬૯૧૨) પદોને સમૂહ અને તેમાં બેના ઉઢયના ૧૨ ભાંગી છે તે દરેકમાં બે બે પદે હેવાથી ૧૨ x ૨ = ૨૪ અને એકેયના ૧૧, એમ ૩૫ ઉમેરવાથી કુલ