Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૪૦
પંપસંગ્રહ તૃતીયખંડ
ઉદયસ્થાન ગુણિત ૧૭, ઉદયભંગ ગુણિત ૬૭૨, એમ છઠ્ઠા ગુણસ્થાનકે નવને બંધ પણ બે પ્રકારે હેવાથી તેને બે એ ગુણતાં બંધ ભંગ યુક્ત ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાને ૧૩૪૪ થાય છે. પરંતુ સાતમે ગુણસ્થાનકે ૯ ને બંધ એક પ્રકારે હોવાથી ૬૭૨ સત્તાસ્થાને હોય છે..
આઠમા ગુણસ્થાનકે ક્ષાપશમિક સમ્યકત્વી ન હોવાથી સાત વિના ચાર-પાંચ-છ એમ ત્રણ ઉદયસ્થાને અને ચોવીસી ભાંગા ૯૬ હેય છે. અને ત્રણે ઉદયસ્થાને સામાન્યથી ૨૮-૨૪-૨૧ એમ ત્રણ સત્તાસ્થાન લેવાથી ઉદય સ્થાન ગુણિત નવ, અને ૯૬ એ ભાંગમાં આ ત્રણ ત્રણ સત્તાસ્થાન હોવાથી ૯૬ ને ત્રણે ગુણતાં ઉદયભંગ ગુણિત ૨૮૮ અને બંધ ભંગ પણ એક જ હેવાથી બંધભંગ યુકત ઉદયભંગ ગુણિત સત્તાસ્થાને પણ તેટલાંજ હોય છે. આ સાતમા તથા આઠમાં ગુણસ્થાનકનાં ઉદયસ્થાને-ઉદયભાંગા તેમજ સત્તાસ્થાને છઠ્ઠા ગુણસ્થાનકની સમાન હોવાથી અલગ ગણવાનાં નથી, માત્ર ગુણસ્થાનકની અપેક્ષાએ જ જુદાં ગણાવ્યાં છે.
નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે પુરુષવેદ અને ચાર સંજવલન કષાય એમ પાંચના બંધે ચાર સંજવલનમાંથી કેઈપણ એક કષાય, અને ત્રણ વેદમાંથી કઇ પણ એક વેદ, એમ બે ને ઉદય હોય છે. ચાર કષાયને ત્રણ વેદે ગુણતાં બેના ઉદયના કુલ ૧૨ ભાંગા થાય છે. અહીં પાંચના બંધે બે ના ઉદયે સામાન્યથી ઉપશમ શ્રેણિ આશ્રયી ૨૮-૨૪-૨૧ એમ ત્રણ, અને ક્ષપકશ્રેણીમાં આઠ કષાયને ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧, અને પછી, ૧૩-૧૨-૧૧ એમ કુલ ચાર, પરંતુ ૨૧ નું સત્તાસ્થાન બને શ્રેણીમાં એક જ છે. પણ ભિન્ન નથી, માટે સર્વમળી સામાન્યથી છ સત્તાસ્થાને છે. તેમાં પણ પુરુષવેદયના ચારે ભાંગાઓમાં છ સત્તાસ્થાન હવાથી છ ને ચારે ગુણતાં ૨૪ થાય.
સ્ત્ર વેદયવાળા ચાર ભાગમાં ૧૧ નું સત્તાસ્થાન ચારના બધે જ છે પરંતુ પાંચના બંધ નથી, માટે આ ચારે ભાંગામાં ૧૧, વિના પાંચ પાંચ સત્તાસ્થાને હેવાથી ચારને પાંચે ગુણતાં ૨૦, અને નપુંસક વેકેદયના ચાર ભાંગામાં પણ ૧૧ નું સત્તાસ્થાન પાંચના બધે હોતું નથી, અને બારનું સત્તાસ્થાન તે ઘટતું જ નથી માટે ૨૮-૨૪-૨૧૧૩ આ ચાર સત્તાસ્થાનને ચારે ગુણતાં ૧૬, એમ પાંચના બંધ બેના ઉદયે ઉદયભંગ ગુણિત કુલ સત્તાસ્થાન ૬૦ થાય છે.
આજ ગુણસ્થાનકના બીજા ભાગે પુરુષવેદ વિના ચારના બંધે ચાર સંજવલનમાંના કેઈપણ એકને ઉદય હોય છે. માટે ઉદયભંગ ૪, અહીંથી દરેક બંધસ્થાનમાં પ્રથમનાં ત્રણ સત્તાસ્થાને ઉપશમ શ્રેણિમાં જ ઘટે છે અને બીજાં સત્તાસ્થાને ક્ષપકશ્રેણીમાં જ હોય છે એમ સમજવું, તેથી ચારના બંધે એકના ઉદયે સામાન્યથી ૨૮-૨૪-૨૧૧૧-૫-૪ એમ છે, અને ચારે ઉદયભાંગે આ છ સત્તાસ્થાને હોવાથી છને ચારે ગુણતાં ઉદયશંગ ગુણિત ૨૪ સત્તાસ્થાને થાય છે.