Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સતતિકા ટીકાનુવાદ
પાંચમે ગુણસ્થાનકે માત્ર તિર્યંચ અને મનુષ્ય જ હોય છે. અને તેઓ પણ એક દેવાયુને જ બંધ કરે છે. માટે બને ગતિના મળી અબદ્ધાયુ અને બધ્યમાનાયુના બબે તેમજ બદ્ધાયુના આઠ એમ કુલ બાર ભાંગા, છઠ તથા સાતમ ગુણસ્થાન કે માત્ર મનુષ્ય જ હેવાથી અને તેઓ પણ-દેવાયુને જ બંધ કરતા હોવાથી માત્ર મનુષ્ય ગતિના જ અબદ્ધાયુ અને બધ્યમાનાયુને એક-એક તેમજ બદ્ધાયુના ચાર એમ કુલ છ ભાંગા હેય છે.
અબઢાયુ અથવા માત્ર દેવાયું બાંધી જીવ ઉપશમ શ્રેણિ કરી શકે છે. માટે ઉપશમ શ્રેણું આશ્રયી ૮થી૧૧ મા સુધી મનુષ્પાયુને ઉદય-મનુષ્પાયુની સત્તા, મનુષ્યયુને ઉદય મનુષ્ય-દેવાયુની સત્તા આ બે-ભંગાઓ અને ક્ષેપકબ્રેણિ આશ્રયી અગિયારમા વિના આ ત્રણ ગુણસ્થાનકેમાં તેમજ બારથી ચૌદ એ ત્રણ ગુણસ્થાનકોમાં માત્ર મનુષ્પાયુને ઉદય અને મનુષ્યાયની સત્તારૂપ એક જ ભાગ હોય છે.
શેવ કર્મના પ્રથમના ગુણસ્થાને પહેલા પાંચ, બીજા ગુણસ્થાનકે પહેલા વિના એ જ ચાર અને ત્રીજા-ચોથા તથા પાંચમાં ગુણસ્થાનકે ઉચ્ચગેત્રના બંધવાળા બે, છઠ્ઠાથી દશમાં સુધી ઉચ્ચના બંધ તથા ઉદયવાળો એક અને ૧૧ માથી તેરમા સુધી ઉચ્ચને ઉદય અને ઉચ્ચ-નીચની સત્તા તેમજ ચૌદમે ઉચ્ચ ઉદય અને બે ની સત્તા અને ચરમ સમયે ઉચ્ચને ઉદય-ઉચ્ચની સત્તા એમ બે ભાગ હોય છે.
મેહનીય કમ –આ કર્મના ૨૨-૧૧-૧૭-૧૩-૯-પ-૪-૩-૨ અને ૧ પ્રકૃતિરૂપ કુલ દશ બંધસ્થાને છે. પહેલા ગુણસ્થાનકે અનેક જી આશ્રયી છવીશ પ્રકૃતિએને બંધ હેવા છતાં કેઈપણ એક જીવ એક સમયે બે યુગલમાંથી એક યુગલ અને ત્રણ વેદમાંથી એક જ વેદ બાંધે છે એથી કષાય, ભય, જુગુપ્સા, મિથ્યાત્વ મેહનીય આ ૧૯ ધવબધી, બેમાંથી કેઈપણ એક યુગલ અને ત્રણમાંથી એક વેદ એમ બાવીસ બાંધે છે માટે બે યુગલને ત્રણ વેદે ગુણતાં કુલ છ ભાંગા થાય અર્થાત્ અનેક જ આશ્રયી બાવીસને બંધ છે પ્રકારે હોય છે.
બીજા ગુણસ્થાનકે મિથ્યાત્વને બંધ ન હોવાથી તેને બાદ કરતાં ૨૧ ને બંધ હોય છે. અહીં નપુંસક વેદને પણ બંધ ન લેવાથી બે યુગલને બે વેદે ગુણતાં કુલ ૨૧ ના બંધના ચાર ભાંગા થાય.
અનંતાનુબંધી ચારને બંધ વિચ્છેદ થવાથી ત્રીજે અને થે ગુણસ્થાનકે તે ચાર વિના ૧૭ બંધાય છે. પરંતુ અહિ સ્ત્ર વેદને પણ બંધ ન હોવાથી પુરૂષદની સાથે બે યુગલના બે જ ભાંગા થાય છે. તેમજ તેના અને નાના બંધે પણ તે જ પ્રમાણે બે બે ભાંગા થાય છે.