Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ - ર૪ ની સત્તાવાળે થઈ અન્તર્મુહૂર્તમાં જ મિથ્યાત્વને ક્ષય કરી શકે છે માટે ૨૪ની સત્તાને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પહેલે ગુણસ્થાનકે ગયા વિના મિશ્ર સહિત સમ્યક્રવને કાળ સાધિક ૧૩૨ સાગરેપમ પ્રમાણ હેવાથી અહીં પણ એટલે જ કાળ ઘટે છે.
તેવીસ અને બાવીસ આ બે સત્તાસ્થાને કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બને પ્રકારે અન્તર્મુહૂર્ત પ્રમાણ છે.
તેમજ ૨૧ ની સત્તાને કાળ જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીશ સાગરોપમ પ્રમાણ છે. કારણકે ક્ષયિક સમ્યકત્વ પામી તરત જ ક્ષપકશ્રણ ઉપર આરૂઢ થનારને અન્તર્મુહૂર્તમાં જ અન્ય સત્તાસ્થાનેને સંભવ છે અને ૨૧ની સત્તાવાળો તેત્રીશ સાગરોપમ અનુત્તર વિમાનમાં રહી મનુષ્યભવમાં આવી અવશ્ય મેક્ષે જાય છે. માટે સાધિક તેત્રીશ સાગરેપમથી વધારે કાળ ઘટતે નથી. - શેષ આઠ સત્તાસ્થાને ક્ષપકશ્રેણિમાં જ ઘટતાં હોવાથી તે દરેકને કાળ જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત પ્રમાણ જ છે.
ઉપશમ શ્રેણિમાં આઠમાથી અગ્યારમાં ગુણસ્થાનક સુધી ક્ષાયિક સમ્યકત્વને ૨૧, અનંતાનુબંધીના વિસંયેજક ઔપશમિક સમ્યકત્વીને ૨૪, અને મતાંતરે અવિસંયેજકને ૨૮ એમ ત્રણ સત્તાસ્થાને હોય છે.
ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે મધ્યમ આઠ કષાયને ક્ષય ન કરે ત્યાં સુધી ૨૧ નું સત્તાસ્થાન હોય છે, ત્યારબાદ પુરુષ શ્રેણિ ઉપર આરૂઢ થનારને આઠ કષાયને ક્ષય કરે ત્યારે તેર, નપુંસક વેદને ક્ષય કરે ત્યારે બાર, સ્ત્રીવેદને ક્ષય કરે ત્યારે ૧૧, અને આને પુરુષવેદને બંધ ચાલુ હોવાથી હાસ્યષકને ક્ષય કરે ત્યારે સમયન બે આવલિકા જેટલા છેલ્લા કાળમાં બંધાયેલ પુરુષવેદના દલિની સત્તા હોવાથી પાંચનું, અને પછી ચારનું સત્તાસ્થાન હોય છે.
સ્ત્રી વેદયે શ્રેણિ ઉપર આરુઢ થનાર ને આઠ કષાયને ક્ષય થાય ત્યારે તેર, નપુંસક વેદને ક્ષય કરે ત્યારે ૧૨, અને સ્ત્રીવેદને ક્ષય કરે ત્યારે ૧૧, અને તે જ વખતે પુરુષ વેદને બંધ વિચ્છેદ થવાથી હાસ્યષર્ક અને પુરુષવેદ એ સાતેને સાથે ક્ષય થવાથી પાંચનું સત્તાસ્થાન આવતું નથી માટે ચારનું, એમ કુલ પાંચ, - નપુંસક વેદે શ્રેણિ ઉપર આરૂઢ થનારને આઠ કષાયને ક્ષય થાય ત્યારે તેર, અને ત્યારપછી નપુંસકવેદ તથા સ્ત્રીવેદને સાથે ક્ષય થવાથી ૧૧, અને તે જ વખતે પુરુષવેદને બંધ વિકેદ થવાથી સાતને ક્ષય સાથે થાય ત્યારે ચારનું, માટે નપુંસક કે શ્રેણિ માંડનારને બાર અને પાંચ એ બે સત્તાસ્થાન આવતાં નથી તેથી ૨૧, ૧૩, ૧૧, ૪ એમ ચાર જ સત્તાસ્થાન છે.