Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૯o
પંચસંગ્રહ તૃતીયખંડ કાનુ મોહનીય કર્મનાં સઘળાં બંધસ્થાનકે, સઘળાં ઉદયસ્થાનકે અને સઘળાં સત્તાસ્થાનકે તથા તેના ભાગ પહેલાં જેમ કહી ગયા છે તે પ્રમાણે અન્યૂનાતિરિક્ત પર્યાપ્ત-સંગ્નિ પંચેન્દ્રિયમાં હોય છે. કેમકે પર્યાપ્ત સંજ્ઞિમાં સઘળાં ગુણસ્થાનકે હોય છે, એટલે ગુણસ્થાનક આશ્રય સંભવતાં સઘળાં બંધાદિસ્થાનકો અને તેના ભાગાઓ તેમાં હોય છે.
બાદરે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય, પર્યાપ્તામાં બાવીશ અને એકવીશ એમ બે બંધસ્થાન હોય છે. તેમાં બાવીશને બંધ મિથ્યાદષ્ટિને, અને એકવીશને બંધ સાસ્વાદનગુણસ્થાનકે હેય છે. આ જીવમાં સાસ્વાદન ગુણસ્થાન પર્યાપ્ત નામકર્મના ઉદયવાળાને કરણ અપર્યાપ્તાવસ્થામાં સંભવે છે. એટલે તે ગુણસ્થાનક આશ્રય એકવીશનું બંધસ્થાન ગ્રહણ કર્યું છે. ૧૩૫
अट्ठसु बावीसोच्चिय बंधो अट्ठाइ उदय तिण्णेव । सत्तगजुया उ पंचसु अडसत्तछवीस संतमि ॥१३६॥
अष्टसु द्वाविंशतिरेव बन्धोऽष्टादय उदयात्रय एव ।
सप्तकयुतास्तु पश्चसु अष्टसप्तषइविंशतयः सन्ति ॥ १३६ ॥ અર્થ–આઠ અવસ્થાનકેમાં બાવીશને બંધ અને આઠ આદિ ત્રણ ઉદયસ્થાનકે હોય છે, તથા પાંચ છવભેદમાં સાત સહિત ચાર ઉદયસ્થાનક હોય છે, તે તેરે જીવલેમાં અઠ્ઠાવીશ, સત્તાવીશ અને છવ્વીસ એમ ત્રણ સત્તાસ્થાન હોય છે. ' - ટીકાનુ–પર્યાપ્ત-અપર્યાપ્ત-સૂકમ એકેન્દ્રિય, અપર્યાપ્ત-ભાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય તેઈન્દ્રિય, ચરિન્દ્રિય, અસંસિ પંચેન્દ્રિય અને સંસિ પંચેન્દ્રિય એ આઠ જીવસ્થામાં મેહનીય કર્મનું બાવીશનું એક જ બંધસ્થાન હોય છે. અને તે સપ્રભેદ પહેલાની જેમ કહેવું. એટલે કે બાવીશના બંધસ્થાનકના ત્રણ વેદ અને યુગલના ફેરફારે જે છ ભેદ પહેલાં કહ્યા છે, તે અહિં પણ કહેવા.
એજ આઠ અવસ્થામાં દરેકમાં આઠ, નવ અને દશ એમ ત્રણ ત્રણ ઉદયસ્થાનકે હોય છે. આ અવસ્થામાં અનંતાનુબંધિના ઉદય વિનાનું સાતનું ઉદયસ્થાન હોતું નથી, કારણ કે તેઓને અવશ્ય અનંતાનુબંધિ કષાયને ઉદય હોય છે. ઉપરોક્ત આઠ અને નવ એમ બે ઉદયસ્થાન પણ અનંતાનુબંધિના ઉદયયુક્ત જ લેવાનાં છે. વળી તેઓને ત્રણ વેદમાંથી નપુંસકવેદ જ ઉદયમાં હોય છે. સ્ત્રી-પુરૂષદ ઉદયમાં હોતા નથી. એટલે આઠના ઉદયે ચાર કષાય અને યુગલના ફેરફારે આઠ ભંગ, ભય કે જુગસા ભેળવતાં નવના ઉદયે સેળ અને દેશના ઉદયે આઠ એ પ્રમાણે બત્રીશ બત્રીશ ભંગ એ દરેકમાં થાય છે.