Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંતતિકા ટીકાનુવાદ
૨૧૧ દેવે પણ ઉપરોક્ત નવ પ્રકૃતિના ઉદયવાળા માં ઉત્પન્ન થતા નથી, માટે તેને વેશ્યા વાળાઓને એ પ્રકૃતિએના બંધને નિષેધ કર્યો છે.
શુદ્ધ પલેશ્યાવાળા છે એકેન્દ્રિય, સ્થાવર અને આતપ સાથે બાર પ્રકૃતિને બંધ કરતા નથી. પદ્મશ્યાને પ્રાપ્ત થયેલા તિર્યંચે અથવા મનુષ્ય અવશ્ય દેવમાં જ ઉત્પન્ન થાય છે, એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થતા નથી. અને જે હે પદ્મશ્યા યુક્ત છે, તેઓ પણ એકેન્દ્રિયાદિસ્થાનમાં ઉત્પન્ન થતા નથી, માટે શુદ્ધ પલેશ્યાવાળાઓને ઉક્ત બાર પ્રકૃતિના બંધને નિષેધ કર્યો છે.
શુદ્ધ શુલલેશ્યાવાળા જીવોને ઉપરોક્ત બાર પ્રકૃતિમાં તિર્યંચત્રિક અને ઉદ્યોત નામ કર્મ મેળવતાં કુલ સોળ પ્રકૃતિને બંધ થતું નથી. પરમ વિશુદ્ધ શુકલતેશ્યાવાળા તિર્ય, મનુષ્ય અને દેવને ઉપરક્ત પ્રકૃતિએના ઉદયવાળા જેમાં ઉત્પત્તિને અભાવ છે, માટે સોળ પ્રકૃતિને બંધને નિષેધ કર્યો છે.
આ પ્રમાણે પ્રસફતાનુપ્રસક્ત સઘળું કહ્યું. તે કહીને વિસ્તારપૂર્વક પાંચમું બન્યવિધિદ્વાર પૂર્ણ કર્યું. હવે જે રીતે આ પ્રકરણ સંપૂર્ણ થયું તે રીતે તે બતાવતાં કહે છે
सुयदेविपसायाओ पगरणमेयं समासओ भणियं । समयाओ चंदरिसिणा समईविभवाणुसारेण ॥१५६॥ श्रुतदेवीप्रसादात्प्रकरणमेतत्समासतो भणितम् ।
समयाच्चन्द्रषिणा स्वप्रतिविभवानुसारेण ॥१५६॥ અર્થ—કતદેવીની કૃપાથી સિદ્ધાંતમાંથી પિતાની બુદ્ધિના વભવને અનુસરીને શ્રીચન્દ્રષિ નામના રાષિએ આ પ્રકરણ સંક્ષેપે કહ્યું છે.
ટીકાનુ – દ્વાદશાંગરૂપમૃતદેવીને પ્રસાદથી એટલે કે દ્વાદશાંગી ઉપરના ભક્તિબહુમાનના વશવર્તીપણાએ કરી થયેલ કર્મના ક્ષપશમવડે આ પંચસંગ્રહ નામનું પ્રકરણ શ્રીચન્દ્રર્ષિ નામના સાધુએ સિદ્ધાંતમાંથી દેહન કરી બનાવ્યું છે.
જે કે સિદ્ધાંતમાં અનેક અર્થો વિસ્તારપૂર્વક પ્રરૂપેલા છે, તે પણ તે સઘળાને અમારા વડે ઉદ્ધાર કર શક્ય નથી, એટલે અમારી પિતાની બુદ્ધિના વૈભવને અનુસરીને સંક્ષિપ્ત રૂચિવાળા છે ઉપરની અનુકંપાથી પંચદ્વારાત્મક આ પ્રકરણમાં સંક્ષેપે કરી અમુક જ અને પ્રકાશ કરેલ છે. ' સઘળા કર્મરૂપ કલેશના સંબંધથી મુકત થવા વડે જેને નિર્મળ જ્ઞાનને સમૂહરૂપ લક્ષ્મી પ્રગટ થઈ છે, જેણે કુતીર્થિઓના સંપૂણ, માર્ગના પ્રવાદને નાશ કર્યો છે, અને