Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૯૭ गुणाभिहितं मनुजेषु सकलत्रसेषु च तिर्यग्वत्प्रतिपक्षाणाम् । मनोयोगिनश्छद्मस्था इव कायवाग्योगिनां यथा सयोगिनाम् ॥ १४१ ॥
અર્થ – ગુજગતિ, પંચેન્દ્રિય જાતિ અને ત્રસકાય માર્ગણામાં ગુણસ્થાનકમાં જે પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે કહેવું. પ્રતિપક્ષ માર્ગણામાં તિર્યંચગતિ પ્રમાણે કહેવું. મને ગિને છવાસ્થ ગુણસ્થાન પ્રમાણે કહેવું. અને કાયોગિ તથા વચનગિને સંગિ પ્રમાણે કહેવું.
ટીકાનુ --મનુષ્યગતિમાં, ઈન્દ્રિયદ્વારમાં પંચેન્દ્રિય જાતિમાં, અને કાયદ્વારમાં ત્રસકાયમાં ચોદે ગુણસ્થાનકની અંદર પહેલાં જે પ્રમાણે બંધાદિ કહ્યું છે, તે સંપૂર્ણપણે સમજવું. તે આ પ્રમાણે - મિશ્રગુણસ્થાન સિવાય અપ્રમત્તગુણસ્થાનક પર્યત સાત અથવા આઠને બંધ થાય છે. તેમાં આયુના બંધકાળે આઠ, તે સિવાયના કાળમાં સાત કર્મને બંધ થાય છે. મિશ્ર, અપૂર્વકરણ અને અનિવૃત્તિબાદરભંપરા ગુણસ્થાનકે આયુ વિના સાત કર્મ બંધાય છે. કેમકે અતિવિશુદ્ધ પરિણામના યોગે આ ગુણસ્થાનકે આયુને બંધ થતું નથી. સૂકમસંપરાયગુણસ્થાનકે આયુ અને મેહનીય વિના છને બંધ થાય છે. અહિં બાદર કષાયને ઉદય નહિ હોવાથી મેહનીયકર્મને પણ બંધ થતું નથી. ઉપશાંતમૂહ, ક્ષીણુમેહ અને સગિકેવલિગુણસ્થાનકમાં એક વેદનીય કર્મને જ બંધ થાય છે, શેષ કર્મને બંધ થત નથી. કેમકે તેના બંધહેતુ કષાયના ઉદયને અભાવ છે.
સૂફમસંપરાયગુણસ્થાનક સુધી આઠને ઉદય અને સત્તા હોય છે. ઉપશાંત મહે સાતને ઉદય અને આઠની સત્તા હોય છે. ક્ષીણમેહે સાતને ઉદય અને સાતન સત્તા હોય છે. સગિ-અગિકેવલિગુણસ્થાનકે ચારને ઉદય અને ચારની સત્તા હેય છે.
પ્રમત્તગુણસ્થાનક પર્યત આઠ અથવા સાતની ઉદીરણ હોય છે. તેમાં જ્યારે આયુની માત્ર છેલી આવલી શેષ રહે છે, ત્યારે તેની ઉદીરણા થતી નથી, માટે સાતની ઉદીરણા થાય છે. શેષ કાળ આઠેની ઉદીરણા થાય છે. મિત્રગુણસ્થાનકે હંમેશાં આયુવિના સાતની જ ઉદીરણા થાય . કેમકે આયુની પર્યતાવલિકા શેષ છતાં મિશ્રગુણસ્થાનકને જ અસંભવ છે. અપ્રમત્ત, અપૂર્વકરણ અને અનિવૃત્તિબાદરભંપરાય ગુણસ્થાનકે વેદનીય અને આયુ વિના છ કર્મની ઉદીરણા થાય છે. કેમકે તે ગુણસ્થાનકેમાં વેદનીય અને આયુની ઉદીરણાને ગ્ય અધ્યવસાયને અભાવ છે. સૂમસં૫રાય ગુણસ્થાનકે છે કે પાંચની ઉદીરણા થાય છે. તેમાં પહેલાં છ ની ઉદીરણ થાય છે. અને તે ત્યાં સુધી થાય છે કે દેશમાં ગુણસ્થાનકની આવલિકા શેષ ન રહે. આવલિકા શેષ રહે ત્યારે મેહનીય કર્મની માત્ર