Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
ટીકાનુ - વેદદ્વારે સ્ત્રીવેદિ, પુરૂષદિ અને નપુંસકદિ, તથા કષાયદ્વારે ક્રોધ, માની અને માયી આ સઘળાને મિાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અનિવૃત્તિ બાદરભંપરાય પર્યંત જેમ બંધાદિ કહ્યું છે, તે પ્રમાણે સમજવું. કેમકે ત્રણ વેદ અને ત્રણ કષાયને નવમા ગુણસ્થાનક પર્યત જ સંભવ છે.
લેભ સંબંધે દશમા ગુણસ્થાનક સુધી પહેલાં જેમ કહ્યું છે તેમ સમજવું. કેમકે લેભને સૂક્ષમસં૫રાય નામના દશમા ગુણસ્થાનક સુધીજ સંભવ છે.
આ પ્રમાણે શેષ માર્ગણાસ્થાને સંબંધે પણ ઉક્ત પ્રકારે સમજવું. તે આ પ્રમાણે
જ્ઞાનકારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન માર્ગણામાં મિથ્યાષ્ટિથી મિશ્રગુણ સ્થાનક સુધીમાં, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાર્ગણામાં અવિરતિસમ્યગ્દષ્ટિથી આરંભી ક્ષીણમેહગુણસ્થાનક સુધીમાં, મન:પર્યવજ્ઞાનમાં પ્રમત્તસંયતથી આરંભી ક્ષીણમેહ સુધીમાં જેમ પહેલાં બંધાદિ કહ્યા છે, તે પ્રમાણે સમજવા. કેવલજ્ઞાન માર્ગણામાં સગિ-અગિમાં કહ્યા પ્રમાણે કહેવું.
ચારિત્રમાર્ગણાએ સામાયિક અને છેદો પસ્થાપનીય માર્ગમાં પ્રમસંવત ગુણસ્થાનકથી અનિવૃત્તિ બાદરપરાય સુધીમાં, પરિહારવિશુદ્ધિમાર્ગણામાં પ્રમત્ત-અપ્રમત્તમાં, સૂલમસં૫રાય માગણમાં સૂમસં૫રાયગુણસ્થાનમાં, યથાખ્યાતચારિત્રમાર્ગણામાં ઉપશાંતમાહથી અગિ કેવલિ સુધીમાં, દેશવિરતિમાં દેશવિરતિગુણસ્થાનકમાં અને અસંયમમાર્ગ ણામાં મિથ્યાષ્ટિથી અવિરતિસમ્યગ્દષ્ટિ સુધીમાં પહેલાં જેમ બંધાદિ કહ્યા છે, તેમ સમજવા.
દર્શન દ્વારે ચક્ષુ-અચક્ષુદર્શન માર્ગણામાં મિથ્યાષ્ટિથી આરંભી ક્ષણ સુધીમાં, અવધિદર્શન માગણએ અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભ ક્ષીણુમેહ સુધીમાં, અને કેવલદર્શનમાર્ગણાએ સગિ-અગિકેવલિ ગુણસ્થાનકે જેમ કહ્યું છે, તેમ સમજવું.
લેશ્યા દ્વારે આદ્ય પાંચ વેશ્યા માર્ગણામાં મિથ્યાદિષ્ટથી આરંભ અપ્રમત્ત સંયત સુધીમાં, અને શુભેચ્છા માર્ગણામાં મિથ્યાષ્ટિથી સગકેવલિ સુધીમાં જેમ પહેલાં કહ્યું છે, તેમ સમજવું.
ભવ્યદ્વારે ભવ્યમાર્ગણામાં મિયાદષ્ટિથી અગિકેવલિ ગુણસ્થાનક સુધીમાં, અને અભવ્યમાગણામાં મિથ્યાત્વ ગુણસ્થાનકે પહેલાં જેમ બંધાદિ કહ્યા છે, તેમ સમજવા.
સમ્યક્ત્વદ્યારે ક્ષાપશમિકસમ્યકત્વમાર્ગણામાં અવિરતિ સમ્યગ્દષ્ટિગુણસ્થાનકથી આરંભી અપ્રમત્ત ગુણસ્થાન સુધીમાં, પથમિકમાગણમાં અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી
૧ શરૂઆતની ત્રણ લેસ્થામાં પહેલેથી ચાર અથવા છે, તેપાલેશ્યામાં સાત અને શકલયામાર્ગણામાં પહેલાથી તેર ગુણસ્થાનકે કર્મગ્રંથમાં કહ્યાં છે. અહિં આઘ પાંચ લેગ્યામાં સાત ગુણસ્થાનકે કહ્યાં છે. તે મતાંતર જણાય છે.