Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૭૭ એકત્રશન બંધકને બંને ઉદયે ત્રાણુનું સત્તાસ્થાન હોય છે. કારણકે જેણે તીર્થંકરનામ નિકાચિત કર્યું હોય તે તેની બંધોગ્ય ભૂમિમાં પ્રતિસમય અવશ્ય તીર્થંકરનામકર્મ બાંધે છે, એ પ્રમાણે આહારકને બંધ થયા પછી પણ તેની બંધ યોગ્ય ભૂમિમાં અવશ્ય આહારકદ્ધિકને બંધ કરે છે. માટે એક-એક બંધમાં એક-એક સત્તાસ્થાન સંભવે છે. સઘળાં મળી આઠ સત્તાસ્થાન થાય છે.
હવે અપૂર્વકરણ ગુણસ્થાનકના બંધાદિ કહે છે-આ ગુણસ્થાનકને ચારિત્રમેહનીયની ઉપશમના કરનાર કે ચારિત્રમેહનીયની ક્ષપણું કરનાર આત્મા જ પ્રાપ્ત કરે છે. અહિં ૨૮-૨૯-૩૦-૩'-૧ એમ પાંચ બંધસ્થાનકે હેય છે તેમાં આદિના ચારનું સ્વરૂપ અપ્રમત્તસંયતના બંધસ્થાનની જેમ સમજવું. અને અપૂર્વકરણના છઠે ભાગે દેવગતિ
ગ્ય ત્રીશ પ્રકૃતિને અંધવિરછેદ થયા પછી એક યશકીર્તિના બંધરૂપ એકનું બંધસ્થાન રામજવું.
અહિં ઉદયસ્થાન ત્રીશનું એક જ હોય છે, તેના વીશ ભંગ થાય છે. અને તે વાત્રકષભનારાચ સંઘયણ, છ સંસ્થાન; સુસ્વર-દુઃસ્વર; અને પ્રશસ્ત-અપ્રશસ્તવિહા
ગતિના પરાવર્તનવડે થાય છે. અન્ય આચાર્યો શરૂઆતના ત્રણ સંઘયણમાંથી કોઈપણ સંઘયણવાળા ઉપશમશ્રેણિ માંડે છે એમ કહે છે. તેમના મતે ઉપરના વીસને ત્રણ સંઘયણ સાથે ગુણતાં બહેતર ભંગ થાય છે. આ પ્રમાણે એકજ ઉદયસ્થાન અને તેના ભાંગાઓ નવમા અને દશમા ગુણસ્થાનકે પણ હોય છે.
સત્તાસ્થાને ૯૩- ૮૯ –૯૨-૮૮ એ ચાર પૂર્વે કહ્યાં તે પ્રમાણે હેય છે.
હવે સંવેધ કહે છે- ત્રીશના ઉદયે વર્તતા અઠ્ઠાવીશના બંધક અપૂર્વકરણ ગુણ સ્થાનકવતી આત્માને અઢાશીનું; એગણત્રીશના બંધકને નેવ્યાશીનું, ત્રીશના બંધકને બાનું અને એકત્રીશના બંધકને ત્રાણુંનું સત્તાસ્થાન હોય છે. અને એકના બંધકને ચારે સત્તાસ્થાનક હોય છે.
પ્રશ્ન-ત્રીશના ઉદયે વત્તતા એકના બંધકને ચારે સત્તાસ્થાનકે કેમ હોય?
ઉત્તર-ચારમાંથી કોઈ પણ બંધસ્થાનકવાળા દેવગતિગ્ય બંધને વિચ્છેદ થયા બાદ એકના બંધક થાય છે અઠાવીશ આદિ બંધકને અનુક્રમે અાશી આદિ ચારે સત્તાસ્થાનક કહ્યાં છે, એટલે એકના બંધકને પણ ચારેય સત્તાસ્થાને સંભવે છે.
હવે અનિવૃત્તિ બાદરભંપરાયગુણસ્થાનકના બંધાદિનું નિરૂપણ કરે છે–અનિવૃત્તિબારે યશકીર્તિના બંધરૂપ એકજ બંધસ્થાનક હોય છે, અને ત્રીશ પ્રકૃતિના ઉદયરૂપ એકજ ઉદયસ્થાનક હેય છે, સત્તાસ્થાનકો ૯૩-૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬-૭૫ એમ આઠ હોય છે. તેમાં શરૂઆતનાં ચાર ઉપશમશ્રણિ આશ્રયી હેય છે. અને ક્ષપકશ્રેણિમાં જ્યાં સુધી તેર
૨૩