Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૮૨
પંચસંગ્રહ તૃતીયખંહ
પચીસ અને સત્તાવીસન ઉદય વૈક્રિય તિર્યંચને હેય છે, ત્યાં પણ ૨-૮૮ એ બબ્બે સત્તાસ્થાને હોય છે.
ત્રીશ અને એકત્રીશને ઉદય સઘળી પતિએ પર્યાપ્ત સમ્યગ્દષ્ટિ અગર મિથ્યાદષ્ટિને હોય છે. એક-એક ઉદયે ત્રણ-ત્રણ સત્તાસ્થાને હોય છે. તે આ પ્રમાણે-૯૨૮૮-૮૬. તેમાં ક્યાશી મિથ્યાદષ્ટિએને જ હોય છે, સમ્યગ્દડિટને હોતું નથી. કારણ કે તેઓને અવશ્ય દેવદ્રિકાદિના બંધનો સંભવ છે.
આ પ્રમાણે સર્વ બંધસ્થાન, સર્વ ઉદયસ્થાનની અપેક્ષાએ બસો અઢાર સત્તાસ્થાને થાય છે. તે આ પ્રમાણે-ત્રેવીશ, પચીસ, છવ્વીસ, ઓગણત્રીશ અને ત્રીશ એ પ્રત્યેક બંધસ્થાનકે ચાલીસ ચાલીસ સત્તાસ્થાનકો હોય છે, અઠ્ઠાવીશના બંધે અઢાર હોય છે. સરવાળે બસે અઢાર થાય છે.
હવે મનુષ્યગતિનાં બંધ, ઉદય અને સત્તાસ્થાને કહે છે–મનુષ્યને આઠબંધસ્થાને હોય છે. ૨૩-૨૫-૨૬-૨૮-૨૯-૩૦-૩૧-૧. આ સઘળાં બંધસ્થાનકેનું સ્વરૂપ પહેલાં કહી ગયા છે તે પ્રમાણે સમભેદ સમજવાં. કેમકે મનુષ્ય ચારે ગતિ યોગ્ય બંધ કરે છે. અને તેમાં સઘળા ગુણસ્થાનકોને પણ સંભવ છે.
ઉદયસ્થાનકે અગીઆર છે. તે આ–૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯-૮ આ સઘળાં ઉદયસ્થાનકો સ્વભાવસ્થ મનુષ્ય, વૈક્રિયશરીરી અને આહારક શરીર મનુષ્ય તેમજ તીર્થંકર અતીર્થંકર-સગિ-અગિ કેવલી આશ્રયીને પહેલાની જેમ સપ્રભેદ સમજવાં. ચેસનું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિમાં જ હોય છે, માટે અહિં લીધું નથી.
સત્તાસ્થાનકે અગીઆર હેય છે. તે આ પ્રમાણે-૬૩ ૯૨-૮–૮૮-૮૬-૮૦-૭૯૭૬-૦૫-૯-૮. પૂર્વે જે બાર સત્તાસ્થાન કહ્યાં છે તેમાંથી મનુષ્યમાં માત્ર અઠોતેરનું સત્તાસ્થાન હોતું નથી, મનુષ્યને મનુષ્યદ્ધિકની સત્તા અવશ્ય હોય છે.
હવે સંવેધ કહે છે–એકેન્દ્રિય ગ્ય ત્રેવીસના બંધક મનુષ્યને ૨૧-૨૫-૨૬-૨૭૨૮-૨૯-૩૦ એમ સાત ઉદયસ્થાન હોય છે. સ્વભાવસ્થ મનુષ્ય અને વૈકિયમનુષ્ય ત્રેવીસ બાંધે છે, એટલે તઘોગ્ય ઉદયસ્થાનકે ગ્રહણ કર્યા છે. બાકીનાં કેવલીનાં અને આહારક સંયતનાં ઉદયસ્થાનકે અહિં હતાં નથી.
(એટલે ત્રેવીસના બંધક સ્વભાવસ્થ મનુષ્યને-૨૧-૦૬-૨૮-૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાનક અને વૈક્રિય મનુષ્યને ૨૫-૨૭-૨૮-૨૯ એ ચાર ઉદયસ્થાનકે હોય છે ભાંગા
૧ જિનનામ સહિત મનુષ્ય પ્રાગ્ય ૩૦ નો બંધ મનુષ્ય કરતા નથી પરંતુ દેવો અને નારકે જ કરે છે. તેથી જિનનામ સહિત ૩૦ ના બંધના આઠ ભાંગી મનુષ્યમાં સંભવતા નથી. માટે અહિં કુલ બંધ ભાંગા ૧૩૯૪૫ ના બદલે ૧૩૯૩૭ જાણવા.