Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ તૃતીયખંડ અર્થ–મિથ્યાત્વ, અનંતાનુબંધી, મિશ્રમેહનીય અને ચાર ચાર કષા અનુક્રમે એકથી પાંચ ગુણસ્થાનક સુધીમાં રહે છે–દેય છે. ચારથી સાત સુધીમાં સમ્યકત્વમેહનીય વિકલપે રહે છે. હાસ્યષક્ક અપૂર્વકરણ સુધી રહે છે. વેદ અને ત્રણ સંજવલન કષાય નવમા સુધી અને લેભ દશમા સુધી રહે છે. આ 1 ટીકાનુડ–ઉદય આશ્રયને મિથ્યાત્વમેહનીયકર્મ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે રહે છેહોય છે. એટલે કે મિથ્યાત્વમેહનીયને ઉદયવિદ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે થાય છે. ત્યાં ઉદયમાં હોય છે ત્યારપછીના અન્ય કોઈને હોતું નથી. એ પ્રમાણે અનંતાનુબંધિને ઉદયવિદ સાસ્વાદને, મિશ્રમેહનીયને મિશ્રગુણસ્થાનકે, અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ચાર કષાયને અવિરતિ સમ્યગૂદહિટ ગુણસ્થાનકે, અને પ્રત્યાખ્યાનાવરણીય કષાયને દેશવિરતિ ગુણસ્થાન કે ઉદયવિચ્છેદ થાય છે. ઉદય આશ્રયને સમ્યકત્વમેડનીયકર્મ અવિરતિ સમ્યગૃષ્ટિથી અપ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં વિકલ્પ હોય છે, કદાચિત હોય છે. કદાચિત હેતું નથી. તેમાં પથમિક સમ્યગ્દહિટ કે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉદયમાં હેતું નથી, ક્ષાપશમિક સમ્યગ્દડિટને ઉદયમાં હોય છે. તથા હાસ્ય, રતિ, અતિ, ભય, શેક, અને જુગુપ્સારૂપ હાસ્યષર્કનો ઉદયવિચ્છેદ અપૂર્વકરણે થાય છે. ત્રણવેદ અને સંજવલન ક્રોધ-માન અને માયાને ઉદયવિચ્છેદ અનિવૃત્તિ બાદર સંપાયે થાય છે. તથા સંજવલન લેભને ઉદયવિછેદ દશમ ગુણસ્થાનકે થાય છે. ત્યાં સુધી ઉદયમાં રહે છે, ત્યારબાદ રહેતા નથી. ૩૪
આ પ્રમાણે મેહનીયકર્મનાં ઉદયસ્થાનકે વિસ્તારપૂર્વક કહ્યાં. હવે સત્તાસ્થાનકે કહે છે
अगसत्तगछक्कगचउतिगदुगएकगाहिया वीसा। તેરસ વાત સંતે પંજા ના રૂપ · अष्टकसप्तकषट्कचतुविद्ववेकाधिका विंशतिः। .
त्रयोदश द्वादश एकादश सत्कर्माणि पंचादि यावदेकम् ॥३५॥ અર્થ-આઠ સાત છ ચાર ત્રણ બે અને એક અધિક વીશ, તેર, બાર, અગિયાર, અને પાંચથી એક સુધી કુલ પંદર સત્તાસ્થાનકો છે.
ટીકાનુo-~મેહનીયકર્મનાં પંદર સત્તાનાં સ્થાનક છે. તે આ પ્રમાણે-અઠ્ઠાવીશ, સત્તાવીશ, છવીસ, જેવીસ, ત્રેવીસ, બાવીસ. એકવીસ, તેર, બાર, અગિયાર, પાંચ ચાર, ત્રણ, બે અને એક આ ગાથામાં “લતે' એ પદને ભાવપ્રધાન નિર્દેશ કરેલ હોવાથી “રા' ઉપરથી સત્તા પદ લેવાનું છે. અને તેથી ઉપર સત્તાનાં સ્થાનકે લીધાં છે. ૩૫
હવે ઉપર કહેલાં સત્તાસ્થાનકેને ગુણસ્થાનકમાં ઘટાવે છે
.
*