Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૫
સપ્તતિકા ટીકાનુવાદ સાતને ઉદય ક્ષાયિક અને પથમિકસમ્યગ્દષ્ટિને હોય છે, અને સત્તાસ્થાનકો છે ના ઉદયમાં જેમ ઘટાવ્યાં તેમ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને એક્વીશ અને પરામિક સમ્યગ્દષ્ટિને અઠ્ઠાવીસ અને ચોવિસ એમ બે હોય છે. સમ્યકત્વમેહનીય સહિત સાતને ઉદય ક્ષાયોપથમિકસમ્યગ્દષ્ટિને હોય છે. તેને સર્વ પ્રકૃતિની સત્તાઓ અફૈવીશ, અને અનંતાનુબંધિના વિસંયેજકને ચેવીસ, ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરતાં મિથ્યાત્વમેડનીયન ક્ષય થયા બાદ ત્રેવીસ, અને તેને જ મિશ્રમેહનીય ક્ષય થયા પછી બાવશ એમ ચાર સત્તાસ્થાને હોય છે.
ત્રેવીસ અને બાવીસ એ બે સત્તાસ્થાનકે લાપશમિક સમ્યગ્દષ્ટિને ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન કરતાં જ હોય છે. ઓછામાં ઓછી કંઈક અધિક આઠ વરસની (સાત માસ ગર્ભના અને આઠવરસ પ્રસવ થયા પછીના કુલ ઓછામાં ઓછી આઠ વરસ અને સાત માસ)ની ઉમરવાળા કઈ મનુષ્ય ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિ છતા દર્શન સપ્તકને ક્ષય કરવાનો આરંભ કર્યો. તેને અનંતાનુબંધી અને મિથ્યાત્વમોહનીય ક્ષય થયા બાદ ત્રેવીસનું સત્તાસ્થાન, અને મિશ્રમેહનીયને ક્ષયા થયા પછી તેને જ બાવીસનું સત્તાસ્થાન હોય છે. આ બાવીશની સત્તાવાળો સમ્યકમેહનીયને ખપાવતાં તેના ચરમગ્રાસે વર્તમાન પૂર્વબદ્ધાયુક કઈ આત્મા પિતાનું આયુ પૂર્ણ થાય તે કાળ પણ કરે છે, અને કાળ કરીને ચાર માંહેન કેઈ પણ ગતિમાં ઉત્પન્ન થાય છે. અને તે અંતર્મુહૂર્ત પ્રમાણ સત્તામાં રહેલી સમ્યકત્વ મેહનયની સ્થિતિને ખપાવ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવા મિથ્યાત્વમેહનીય ક્ષય કરવાની શરૂઆત પ્રથમ સંઘયણી જિનકાલિક મનુષ્યજ કરે છે. પરંતુ સમ્યકત્વ મેહનીયની છેલી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ ખપાવ ચારે ગતિના જીવે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે. એટલે ક્ષાયિકસમ્યકત્વને પ્રાપ્ત કરવાનો આરંભ કરનાર મનુષ્યજ અને પૂર્ણાહુતિ કરનાર ચારે ગતિના છ હેય છે.” માટે મેહનીયકર્મની બાવીસ પ્રકૃતિની સત્તા ચારે ગતિમાં હોય છે. ભય જુગુપ્સા સહિત આઠનું ઉદયસ્થાન ક્ષાયિક અને પથમિક સમ્યગ્દષ્ટિને હેાય છે, અને ભય સમ્યકત્વમેહનીય કે જુગુપ્સા અને સમ્યકત્વ મેહનીય સાથે આઠનું ઉદયસ્થાન માત્ર ક્ષાપશર્મિક સમ્યગ્દષ્ટિને હોય છે. સત્તાસ્થાનની ભાવના સાતના ઉદય પ્રમાણે સમજવી. તથા ભય જુગુપ્સા અને સમ્યકત્વમેહનીય સાથે નવનું ઉદયસ્થાન ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિને જ હોય છે. તે નવના ઉદયે આઠના ઉદયવાળા ક્ષાપશમિક સમ્યગ્દષ્ટિને જે ચાર સત્તાસ્થાને કહ્યાં તેજ ચાર સત્તાસ્થાને હોય છે.
૧ સમ્યકત્વ મેહનીયના તમામ ખંડને નષ્ટ કરી અંતમુહૂર્ત જેટલી જ સ્થિતિ સત્તામાં રહે ત્યારે કોઈ કાળ કરી ચારમાંની ગમે તે ગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. ચરમગ્રાસ એટલે અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ.