Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
o
પંચસંગ્રહ તૃતીયખડ
રાખવું કે સૂહમ નામના ઉદય સાથે ઉદ્યોતને ઉદય હોતું નથી, પરંતુ બાદર નામના ઉદય સાથે હેય છે. એટલે બાદર-સાધારણને ઉદ્યોતને ઉદય સંભવે છે, સૂમ-સાધારણને નહિ.)
दुभगाईणं उदए बायरपज्जो विउव्वए पवणो । देवगईए उदओ दुभगअणाएज्ज उदएवि ॥ ७१ ॥
दुर्भगादीनामुदये बादरपर्याप्तो विकुरुते पवनः ।
देवगतेरुदयो दुर्भगानादेययोरुदयेऽपि ॥ ७१ ॥ અર્થ—દુર્ભગ આદિના ઉદયમાં પર્યાપ્ત બાદર પવન ઉક્રિયશરીર વિકવે છે. દુર્ભાગ અને અનાદેયના ઉદયમાં પણ દેવગતિને ઉદય હોય છે.
ટીકાનુડ–દુર્ભાગ, અનાદેય અને અપયશકીર્તિને ઉદય છતાં પર્યાપ્ત બાર વાયુકાય વૈક્રિયને આરંભ કરે છે. (અર્થાત્ વેકિય શરીર કરનાર પર્યાપ્ત બાદર વાયુકાય જીવને ઉપરોક્ત દુર્ભગત્રિકને જ ઉદય હેય છે.) અહિં બાદર પર્યાપ્ત એ વિશેષણ ગ્રહણ કરેલું હોવાથી પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ અને અપર્યાપ્ત બાદર વાયુકાયને નિષેધ કરે છે, એમ સમજવું. કેમકે તેઓને વૈકિય શરીર કરવાની શક્તિ જ હેતી નથી.
પ્રજ્ઞાપના સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે સૂમ પર્યાપ્ત-અપર્યાપ્ત અને બાદર અપર્યાપ્ત એ ત્રણ રાશિને વૈક્રિય લબ્ધિજહેતી નથી. માત્ર બાદર પર્યાપ્ત વાયુકાયને જ હોય છે. તે પણ સઘળાને નહિ, પરંતુ બાદર પર્યાપ્ત વાયુકાયના જેટલા જીવે છે તેના સંખ્યામાં ભાગના જીવને જ હોય છે.”
તથા દુર્લગ અને અનાદેયના ઉદય છતાં પણ દેવગતિને ઉદય હોય છે. અર્થાત્ દુર્ભાગ અને અનાયના ઉદય સાથે દેવગતિનામકર્મને ઉદય વિધી નથી. ગાથાના અંતમાં મૂકેલ પિ શબ્દ બહુલ અર્થવાળે હેવાથી દુર્ભગ, અદેય અને અપયશકીર્તિના ઉદય સાથે આહારકદ્ધિકને ઉદય હેતું નથી. પરંતુ અસ્થિર અને અશુભના ઉદયની સાથે આહારકનામને ઉદય હોય છે, કેમકે તે બે પ્રકૃતિ પૃદયી છે. ૭૧
सूसरउदओ विगलाण होइ विरयाण देसविरयाणं । उज्जोवुदओ जायइ वेउव्वाहारगराए ॥ ७२ ॥ सुस्वरोदयो विकलानां भवति विरतानां देशविरतानाम् ।
ગાય વૈદિવાદાર દ્વારા આ ૭૨ અર્થ–સુસ્વરને ઉદય વિકસેન્દ્રિયેને હોય છે. દેશવિરત અને સર્વવિરતેને વૈક્રિય અને આહારક કરતી વેળાએ ઉદ્યોતને ઉદય થાય છે.