Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૦૩
ડાય છે. સ્વરના ઉદય ક્ષીણુ થતાં એગણત્રીશ અને ઉચ્છ્વાસના ઉદય ક્ષીણ થતાં અઠ્ઠાવીશના ઉદય હાય છે,
ટીકાનુ૦—ઔદારિક કાયયેાગે વત્તમાન તીર્થંકર કેવલિ ભગવાનને એકવીશ પ્રકતિઓના ઉદય હોય છે. તેઓ જ્યારે વચનયોગના રાધ કરે ત્યારે સુસ્વર નામકર્મના ઉદય વિચ્છેદ થાય એટલે ત્રૌશના ઉદય હાય છે. ત્યારબાદ ઉચ્છ્વાસના રાધ કરે ત્યારે શ્વાસોચ્છ્વવાસ નામકમના ઉદયવિચ્છેદ થાય, એટલે તેઓને ઓગણત્રૌશ પ્રકૃતિના ઉદય
હાય છે.
ઔદારિક કાયાગે વત્તમાન સામાન્ય કૈવલિ મહારાજને ત્રૌશ પ્રકૃતિના ઉદય ડાય છે. કહ્યું છે કે ત્રીશ પ્રકૃતિના ઉદય સામાન્ય કેલિ મહારાજને હાય છે.' તેઓ જ્યારે વચનયોગના રોધ કરે ત્યારે સુસ્વર કે દુઃસ્વરના ઉદય દૂર થતાં ઓગણત્રૌશન ઉદય થાય, ત્યારબાદ જ્યારે વાસના રાધ કરે ત્યારે શ્વાસેાવાસ નામના ઉદય દૂર થતાં અઠ્ઠાવીશના ઉદય થાય છે.
સઘળા ઉદયસ્થાનકના ભાંગાની સખ્યા ૭૭૯૧ થાય છે. તે આ પ્રમાણે એકેન્દ્રિચેાના ૪૨, વિકલેન્દ્રિના ૬૬, સામાન્ય તિય ́ચ ૫'ચેન્દ્રિયના ૪૯૦૬, વૈક્રિય તિયચ પચેન્દ્રિયના ૫૬, સામાન્ય મનુષ્યના ૨૬૦૨, કેવલિ મહારાજના ૮ વૈક્રિય મનુષ્યના ૩૫, આહારક સયતના ૭, દેવાના ૬૪ અને નારકીના ૫. આ પ્રમાણે ચારે ગતિના જીવાના સઘળા ઉદયસ્થાનાના કુલ ભાંગાની સ ́ખ્યા સન્ત્યાત્તેરસ અને એકણુ' થાય છે. ૮૮
હવે નામકર્મીની જે પ્રકૃતિના જે ગુણસ્થાનક સુધી ઉદય હાય છે, અને જેના જે ગુણસ્થાનકે ઉદયવિચ્છેદ થાય છે તે કહે છે—
साहारणाउ मिच्छे सुहुमअपज्जत्तआयवाणुदओ । सासायमि थावरगिदिविगलजाईणं ॥ ८९ ॥
साधारणस्य मिथ्यादृष्टौ सूक्ष्मापर्याप्तात पानामुदयः । सास्वादने स्थावर केन्द्रिय विकलजातीनाम् ॥ ८९ ॥
અથ—સાષારજી, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને તપના મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ઉદય હાય છે. સ્થાવર, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જાતિના સાસ્વાદને ઉદય હાય છે.
ટીકાનુ૦—મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે ભિન્ન ભિન્ન જીવાની અપેક્ષાએ તીર્થંકર અને માહારકદ્ધિક વિના નામકની ચાસઢ પ્રકૃતિના ઉદય હાય છે. (તીથકર નામના ઉદય તેરમે ચૌદમે ગુણસ્થાનકે અને આહારકદ્ધિકના ઉદય છઠ્ઠી, સાતમા ગુણસ્થાનકે હાવાથી અહિ' તેનુ વજન ક" છે. અહિ. રસાયની વિવક્ષા છે. પ્રદેશેાયની નથી. )