Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
આ પ્રમાણે મિથ્યાદષ્ટિ આશ્રયી બંધ, ઉદય અને સત્તાસ્થાનેને સંવેધ કહ્યો.
હવે સાસ્વાદનના બંધ, ઉદય અને સત્તાસ્થાને કહેવાય છે–સાદન ગુણસ્થાનકે અઠ્ઠાવીશ, ઓગણત્રીશ અને ત્રીશ એ ત્રણ બંધસ્થાનકે હેય છે. તેમાં અઠ્ઠાવીશને બંધ બે પ્રકારે છે-૧ દેવગતિગ્ય, ૨ નરકગતિગ્ય. તેમાં સાસ્વાદને નરકગતિગ્ય અકાશને બંધ થતું નથી, પરંતુ દેવગતિગ્ય અઠ્ઠાવીશને બંધ થાય છે, અને તેના બંધક પર્યાપ્તાવસ્થામાં વર્તમાન ગર્ભજ તિર્યંચે અને ગર્ભજ મનુષ્ય છે, તેને બંધ કરતાં સ્થિરઅસ્થિર, શુભ-અશુભ, અને યશ-અપયશકીર્તિના પરાવર્તનવડે આઠ ભાંગા થાય છે. એટલે કે આ આઠ પ્રકારમાંથી કેઈપણ પ્રકારે મનુષ્ય અને તિર્યંચ અઠ્ઠાવીશને બંધ કરે છે.
સાસ્વાદનગુણસ્થાનકે વર્તતા એકેન્દ્રિ, વિકલેન્દ્રિ, તિર્યચપંચેન્દ્રિયે, મનુષ્ય, દેવે અને નારકીઓ તિર્યંચ પચેન્દ્રિોગ્ય અથવા તે મનુષ્યગતિ યોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિને બંધ કરે છે. તીર્થંકરનામ યુક્ત દેવગતિયોગ્ય ઓગણત્રીશને બંધ અહિં થતું નથી, કેમકે અહિં એગ્ય અધ્યવસાયના અભાવે તીર્થંકરનામકર્મજ બંધાતું નથી.
અહિં ભાંગા ચેસઠસે (૬૪૦૦) થાય છે. તે આ પ્રમાણે-જે કે સાસ્વાદન ગુણસ્થાનવાળા છે તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યગતિ ચોગ્ય ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન બાંધે છે, છતાં તે બંધસ્થાન હુંડસંસ્થાન કે સેવાર્તાસંઘયણ યુક્ત બાંધતા નથી. કારણ કે હુંડસંસ્થાન અને સેવાસંઘયણને બંધ મિથ્યાત્વગુણસ્થાનકેજ થાય છે.
૧ મિયાદષ્ટિગુણસ્થાનક ચૌદે છવભેદમાં હોય છે, અને ત્યાં ચારે ગતિ બંધ થાય છે. પરંતુ સાસ્વાદને નરકગતિ સિવાય ત્રણ ગતિયોગ્ય બંધ થાય છે. સાસ્વાદન ગુણસ્થાનક પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા બાદર-પૃથ્વી, અપુ, પ્રત્યેકવનસ્પતિ, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંગ્નિ પંચે ન્દ્રિય, દેવમનુષ્ય અને તિર્યંચ સંશિ–પંચેન્દ્રિયને શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોય છે, તેમજ દેવ નારકી, ગર્ભજ-તિર્યંચ અને ગર્ભજ-મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં હોય છે. અપર્યાપ્તાવસ્થામાં વર્તતા ઉપરફત સઘળા જેવો મનુષ્યગતિ યોગ્ય ઓગણત્રી અને તિર્યંચગતિ યોગ્ય ઓગણત્રીશ અને ત્રીશ એમ બે બંધસ્થાન બાંધે છે. અને પર્યાપ્તાવસ્થામાં વર્તતા દેવ અને નારકીઓ મનુષ્યગતિગ્ય ૨૯ અને તિર્યંચ ગતિગ્ય ૨૯-૩૦ એ બે બંધસ્થાન બાંધે છે. અને ગર્ભજ તિર્યંચો અને ગર્ભજ મનુષ્ય દેવગતિયેગ્ય ૨૮, મનુષ્યગતિગ્ય ર૯ અને તિર્યંચગતિગ્ય ર૯-૩૦ એ બંધસ્થાન બાંધે છે. આ ગુણસ્થાનકે એકેન્દ્રિય, વિલેન્દ્રિય, કે અસંગ્નિ પંચેન્દ્રિય પેગ બંધ થતું નથી. તથા શરીરપર્યાપ્તિ પૂરી થતાં પહેલાં પૃથ્વી, અપ અને પ્રત્યેકવનરપતિને ૨૧-૨૪. વિકલેન્દ્રિય, અસંગ્નિ-સંપત્તિ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યને ૨૧-૨૬ અને દેવને ૨૦-૨૫ એ બમે ઉદયસ્થાનકે હોય છે, અને પર્યાપ્ત વસ્થામાં દેવને ૨૯-૩૦ નારકીને-૨૯ તિર્યંચને ૩૦-૩૧ અને મનુષ્યને ૩૦ એ પ્રમાણે ઉદયસ્થાનક હોય છે. નારકીને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન હોતું નથી. પોતપોતાના ઉદયે વર્તાતા તે તે આત્મા ઉપર બતાવ્યા પ્રમાણે બંધસ્થાનકે બાંધે છે. સાસ્વાદને સત્તાસ્થાન ૯૨-૮૮ એ બેજ હોય છે. પિતપિતાના ઉદયે વર્તતા અને પિતપતાને યોગ્ય બંધસ્થાન બાંધતા તેઓને ૯૨ કે ૮૮માંથી કઈપણ સત્તાસ્થાન હોય છે.