Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૬૮
પંચસંગ્રહ તૃતીયખડ તિયને છ સંઘયણ, છ સંસ્થાન, સુભગ–દુર્ભગ, આદેય-અનારેય, યશ-અપયશ, બે વિહાગતિ અને સુર-દુ સ્વર સાથે ફેરવતાં થતા ૧૧ર, મનુષ્યને પણ એજ રીતે ૧૧૫૨ અને દેને આઠ ભાંગા હેય છે. નારકીને ઉદ્યોતને ઉદય હેતું નથી એટલે તેઓને ત્રીશનું ઉદયસ્થાન હેતું નથી. સઘળા મળી ત્રીશના ઉદયે ત્રેવીસ અને બાર ભાંગી હોય છે. - એકત્રીશને ઉદય પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી પડેલા પર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિને જ હોય છે. અહિં ઉપર કહ્યા તે પ્રમાણે અગીઆરસો બાવન ભાંગા થાય છે. ઉકત ભાંગાની સંખ્યાને નિરૂપણ કરવા માટે નીચેની ગાથા અન્યત્ર કહી છે.
बत्तीस दोनि अट्ठ य बासीय सया य पंच नव उदया । કારીયા તેવીણા વાવજોહારિયા ચ |
એટલે કે એકવીશના ઉદયના બત્રીસ, વીસના ઉદયના બે, પચીસના ઉદયના આઠ, છવીસના ઉદયના પાંચશે બાશી, ઓગણત્રીશના હાયના નવ, ત્રીશના ઉદયના ત્રેવીસસો બાર, અને એકત્રીશના ઉદયના અગીઆરસે બાવન ભાંગા થાય છે.
સઘળા મળી સાત ઉદયસ્થાનકના સાસ્વાદન ગુણસ્થાનકે ચાર હજાર અને સત્તાણું ભાંગા થાય છે.
સાસ્વાદન ગુણસ્થાનકે બાણું અને અઠશી એ બે સત્તાસ્થાન હોય છે. તેમાં જે કોઈ આત્મા આહારકચતુષ્ક બાંધી ઉપશમશ્રેણિથી પડતાં સાસ્વાદન ભાવને પ્રાપ્ત કરે છે, તેને બાણુંનું સત્તાસ્થાન હોય છે, અન્યને હેતું નથી. આહારક ચતુષ્ક બાંધ્યા વિના પડીને આવેલા ચારે ગતિના સાસાદની જેને અડ્રાશનું સત્તાસ્થાન છે.
હવે સંવેધ કહે છે–અઠ્ઠાવીશને બંધ કર સાસ્વાદનીને ત્રીશ અને એકત્રીશ એમ બે ઉદયસ્થાન હોય છે, કારણકે સાસ્વાદનગુણસ્થાનકે અઠાવીશને બંધ દેવગતિ પ્રાગ્ય જ હોય છે. અને તે બંધ તેને કરણપર્યાપ્તાવસ્થામાં જ થાય છે. એટલે અહિં અન્ય કોઈ ઉદયસ્થાને હોતાં નથી.
અહિં મનુષ્ય આશ્રયી ત્રશના ઉદયે બંને સત્તાસ્થાનો હોય છે, અને તિર્યંચ પંચેન્દ્રિય આશ્રય માત્ર અદ્યાશીનું એક જ સત્તાસ્થાન હોય છે. કારણકે બાણુંનું સત્તાસ્થાન આહારચતુષ્કને બંધ કરી ઉપશમશ્રેણિથી પડતાં હોય છે, અને તિર્યમાં તે ઉપશમશ્રેણિ જ હોતી નથી. એકáશના ઉદયે એક અઠાશીનું જ સત્તાસ્થાન હોય છે. કેમકે એકત્રીશને ઉદય તિર્યંચ પંચેન્દ્રિયને જ હોય છે. તિર્યંને ઉપર કહી તે યુક્તિથી બાણુંનું સત્તાસ્થાન સંભવતું નથી.
૧ આ ઉપરથી એમ સમજાય છે કે-પ્રથમ સમ્યકત્વી એટલે કે મિથ્યાત્વગુણસ્થાનકે ત્રણ કરણ ધારા જે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે તે સાતમે ગુણસ્થાનકે જવા છતાં આહારક ચતુષ્ક બાંધો નથી. જે તે પર બાંધતા હોય તો ઉપશમશેણિથી પડી સાસ્વાદને બાવનારને બાણુની સત્તા હોય છે એમ ન કહેત.