Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૦૨
પંચસંગ્રહ તૃતીયખંડ, અનંતરક્ત સામાન્ય કેવલી સંબંધી અઠાવીશ ઉવાસ યુક્ત એગણત્રશ થાય છે. અને તીર્થકર સંબંધી ઓગણત્રીશ ઉચ્છવાસ યુક્ત ત્રીશ થાય છે. આ બંને ઉદયસ્થાનકે જેમણે સ્વરને રોધ કર્યો છે, તેવા સામાન્ય કેવલી અને તીર્થકર ભગવાનને અનુકર્મ હોય છે. તેમાં ઓગણત્રીશના ઉદયના છ સંસ્થાનને બે વિહાગતિ સાથે ફેરવતાં બાર ભંગ થાય છે. અને ત્રીશના ઉદયને પૂર્વવત્ માત્ર એક જ ભંગ થાય છે.
સામાન્ય કેવલી સંબંધી ઓગણત્રીશ સ્વરયુક્ત થતાં ત્રીશ થાય છે, અને તીર્થંકર સંબંધી ત્રીશ સ્વર યુક્ત થતાં એકત્રીશનું ઉદયસ્થાન થાય છે. આ બંને ઉદયસ્થાને જેમણે નથી તે સમુદ્રઘાત કરવાને આરંભ કર્યો કે નથી તે યુગને રોધ કરવાને આરંભ કર્યો તેવા સામાન્ય કેવલી અને તીર્થકર ભગવાનને અનુક્રમે હોય છે. તેમાં ત્રીશના ઉદયના છ સંસ્થાન, બે વિહાગતિ અને બે સ્વરને , ફેરવતાં
વીસ ભંગ થાય છે. અને એકત્રશના ઉદયને પૂર્વવત્ માત્ર એકજ ભંગ થાય છે. કારણકે તીર્થંકર ભગવાનને પ્રથમ સંસ્થાન, શુભવિહાગતિ અને સુસ્વરરૂપ પ્રશસ્ત પ્રકૃતિએજ ઉદયમાં હોય છે.
સઘળા મળી સામાન્ય સગિ કેવલી અને તીર્થકર સગિ કેવલિના બાસઠ ભાંગા થાય છે. પરંતુ તેમાંથી સામાન્ય કેવલિના છવીસના ઉદયના છે, અઠ્ઠાવીશના ઉદયના બાર, એગણત્રીશના ઉદયના બાર, અને ત્રીશના ઉદયના વીસ કુલ ચેપન ભાંગા : સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનમાં પણ સંભવે છે, એટલે તેને જુદા ગણ્યા નથી.
બાકીના આઠના ઉદયને એક, નવના ઉદયને એક, વીશના ઉદયને એક, એકવીશના ઉદયને એક, સત્તાવીશના ઉદયને એક, એગણત્રીશના ઉદયને એક, ત્રીશના ઉદયને એક અને એકત્રીશના ઉદયને એક, કુલ આઠ ઉદયના ભાંગાઓ કે જે સામાન્ય મનુષ્યના ઉદયસ્થાનમાં ગણાયા નથી તે પરમાર્થથી વિશેષ ભાંગાઓ. તરીકે ગણવાના છે. આ વિશેષ આઠ ભંગમાંના વીશ અને આઠ એ બે ઉદયના બે ભંગ સામાન્ય કેવલિના અને શેષ છ ભંગ તીર્થકર ભગવાનના છે. ૮૭ ઉપર કહેલ કેવલિનાં ઉદયસ્થાનકો જે અવસ્થામાં સંભવે છે, તે કહે છેतित्थयरे इगतीसा तीसा सामण्णकेवलीणं तु । खीणसरे गुणतीसा खीणुस्सासम्मि अडवीसा ॥८॥ तीर्थकरस्यकत्रिंशत् त्रिंशत्सामान्यकेवलिनां तु ।
क्षीणस्वरे एकोनत्रिंशत् क्षीणोच्छ्वासे अष्टाविंशतिः ॥ ८८॥ અર્થ—તીર્થકર ભગવાનને એકસ ઉદયમાં હોય છે, અને સામાન્ય કેવલિને ત્રીશ