Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૦૯ એ પ્રથમ સત્તાસ્થાન ચતુકમાંથી તેર પ્રકૃતિને ક્ષય થયા બાદ નેવું, નેવ્યાસી, વ્યાશી અને ખ્યાશી એ ચાર સત્તાસ્થાન થાય છે. તેને દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક એ નામથી વ્યવહાર થાય છે.
પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કના ચેથા પંચાણુરૂપ સત્તાસ્થાનમાંથી દેવદ્રિક (અથવા નરકદ્ધિક) ઉવેલે ત્યારે ત્રાણું, તેમાંથી સુરદ્ધિક અથવા નરકદ્ધિક જે ઉલ્યા વિનાનું શેષ રહ્યું હોય તે અને વૈક્રિયસપ્તક ઉવેલ ત્યારે ચોરાસી, અને તેમાંથી મનુષ્યદ્ધિક ઉવેલે ત્યારે બાશી. આ છેલ્લાં ત્રણ સત્તાસ્થાને અધુવ સંજ્ઞાવાળાં છે. તથા નવ પ્રકૃતિરૂપ અને આઠ પ્રકૃતિરૂપ સઘળ મળી નામકર્મનાં બાર સત્તાસ્થાને થાય છે.
અહિં ખ્યાશી પ્રકૃતિના સમૂહુરૂપ સત્તાસ્થાન બે પ્રકારે થાય છે. એક તે ક્ષપકશ્રેણિમાં અને બીજું સંસારીજીને. કઈ રીતે થાય તે સ્વયમેવ વિચારી લેવું. તે બંને સત્તાસ્થાને તુલ્ય હેવાથી અહિં એકજ વિવર્યું છે, એટલે બાર સત્તાસ્થાને કહ્યાં છે. ૯૪ | નવમા ગુણસ્થાનકે નામકર્મની જે તે પ્રકૃતિએને સત્તામાંથી નાશ થાય છે, તેનાં નામ કહે છે...
थावरतिरिगइदोदो आयावेगेंदि विगलसाहार । नरयदुगुज्जोवाणि य दसाइमेगंततिरिजोगा ॥१५॥
स्थावरतिर्यग्गतिद्विकद्विकं आतपैकेन्द्रियविकलसाधारणम् ।
नरकद्विकोद्योतानि च दशाधा एकान्ततिर्यग्योग्याः ॥९५॥ અર્થ-સ્થાવરદ્ધિક તિર્યગતિક્રિક, આતપ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સાધારણ, નરકદ્ધિક, અને ઉદ્યોત એ નામપ્રકૃતિત્રદશક કહેવાય છે. તેમાંથી દશ પ્રકૃતિએ એકાન્ત તિર્યગતિ એગ્ય છે.
ટીકાનુ–સ્થાવરદ્ધિક–સ્થાવર અને સૂમ, તિર્યગતિતિક-તિર્યંચગતિ અને તિય. ચાનુપૂર્વી, આતપ, એકેન્દ્રિય જાતિ, વિકસેન્દ્રિય જાતિ, સાધારણ નામ, નરકગતિ, નરકાનું પૂર્વી, અને ઉદ્યોત એ નામ દશક કહેવાય છે. ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી તે તેર પ્રકૃતિએને સત્તામાંથી નાશ થાય છે. એ તેર પ્રકૃતિમાંથી શરૂઆતની દસ પ્રવૃતિઓ-સ્થાવર નામથી આરંભી સાધારણ નામ સુધીની–ઉદય ઉદીરણાને આશ્રયી એકાન્ત તિર્યંચગતિને યેગ્ય છે. એટલે કે આ દશ પ્રકૃતિને ઉદય અને ઉદીરણ માત્ર તિર્યંચ ગતિમાં જ થાય છે. - શંકા -ઉદય અને ઉદીરણા આશ્રય એકાતે તિર્યંચગતિને એગ્ય છે, એમ જે
તમે કહે છે તેમાંથી ગાથામાં તે “ઉદય ઉદીરણા આશ્રયી' એવું કંઈ ગ્રહણ કર્યું નથી, ' છતાં તમે કઈ રીતે કહે છે?