Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ તતયખડ અવિરતિસમ્યગ્દષ્ટિને સાઠ અને દેશવિરતને બાવન, કુલ એકસ બાર થાય. તેને તે ગુણસ્થાનક સંબંધી ઉપયોગ સાથે ગુણતાં છ બહેતર ધ્રુવપદ ચોવિશી થાય.
પ્રમત્તગુણસ્થાનકે ચુમ્માલશ, અપ્રમત્ત ગુણસ્થાનકે ચુમ્માલીશ અને અપૂર્વકરણે વીશ, કુલ એકસે આઠ યુવપદ થાય, તેને તે ગુણસ્થાનકે સંભવતા સાત ઉપગે ગુણતાં સાતસો છપ્પન ધ્રુવપદની ચોવિશી થાય.
સઘળી મળી બેહજાર અઢાશી થાય. એ સંખ્યાને ચેવિશે ગુણતાં આઠમા ગુણસ્થાનક સુધીનાં પચાસ હજાર એકસ બાર ઉદયપદે થાય છે. તથા બેના ઉદયથી થતા ચોવીશ પદ અને એકના ઉદયથી થતા પાંચ પદ–કુલ એગણત્રશ થાય, તેને નવમા, દશમા ગુણસ્થાનકમાં સંભવતા સાત ઉપગે ગુણતાં બસે ત્રણ થાય તેને પૂર્વરાશિમાં મેળવતાં ઉપગના ભેદ થતા કુલ ઉદયપદેની સંખ્યા પચાસ હજાર ત્રણ અને પંદર થાય છે.
હવે લેયા સાથે ગુણતાં થતા ઉદયભંગ અને ઉદયપદોને વિચાર કરે છે. મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અવિરતિ સમ્યગ્દષ્ટિ સુધીમાં દરેક ગુણસ્થાનકે છ છ વેશ્યા હોય છે. દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકમાં તેજ, પદ્ધ અને શુકલ એમ ત્રણ ત્રણ લેશ્યા હોય છે. કારણ કે કૃષ્ણદિ અશુભ લેશ્યા છતા દેશવિરતાદિ ગુણની પ્રાપ્તિ થતી નથી. તથા અપૂર્વકરણ, બાદરસપરાય અને સૂમસં૫રાયગુણસ્થાનકે એક શુકલલેશ્યાજ હોય છે.
જે જે ગુણસ્થાનકે જેટલી વેશ્યા હોય તેની સાથે તે તે ગુણસ્થાનકના ઉદયભંગે અને ઉદયપદેને ગુણાકાર કરીએ એટલે લેગ્યાના ભેદે થતા ઉદયભંગ અને ઉદયપદેની સંખ્યા આવે છે. - જેમકે-મિથ્યાદિષ્ટ ગુણસ્થાનકે ઉદયભંગની સંખ્યા એક બાણું છે (કારણ કે આઠ વિશી છે. તેને ચોવીશે ગુણતાં એક બાણું થાય છે. ) અને તે ગુણસ્થાનકે લેશ્યા છ છે. એટલે એકસો બાણુંને છ એ ગુણતાં અગીઆરસો બાવન થાય. એટલી પહેલે ગુણસ્થાનકે વૈશ્યાવડે થતી ઉદયભંગની સંખ્યા થાય છે.
આ પ્રમાણે અન્ય ગુણસ્થાનના ઉદયભંગ તેમજ દરેક ગુણસ્થાનકના ઉદયપદેની સંખ્યા પણ જાણી લેવી. એજ હકીકત કહે છે-મિથ્યાદષ્ટિ વિગેરે ગુણસ્થાનકો સંબંધીની આઠ અને ચાર આદિ ચોવિશઓને વેશ્યાની સંખ્યા સાથે ગુણવા. તે આ પ્રમાણે–
મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે આઠ ચોવિસી છે, સાસાદને ચાર, મિશ્ર ચાર, અને અવિરતિ સમ્યગૂદષ્ટિ ગુણસ્થાનકે આઠ ચોવિશ છે. સઘળી મળી ચોવીશ ચેવિશી થાય છે. તેને છે લેશ્યા સાથે ગુણાકાર કર, ગુણાકાર કરતાં એકસો ચુમ્માલીશ થાય. તથા દેશવિરતે આઠ, પ્રમત્ત આઠ, અને અપ્રમત્ત આઠ, સઘળી મળી ચોવીશ વીશી થાય, તેને ત્રણ વેશ્યા