Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૧૩
અવિરત સમ્યગ્દષ્ટિથી આરભી પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક હાય છે. તથા ક્ષીણમાહથી અને બાદરસ પરાય તેમજ સૂક્ષ્મસ`પરાય ક્ષપકને દ્વિતીય સત્તસ્થાન ચતુષ્ક હોય છે. પ્રથમ ચતુષ્ક માંહેના તીર્થંકર નામની સત્તા વિનાનાં સત્તાસ્થાને સાસ્વાદન અને મિશ્ર હાય છે, અને અચેગિમાં આઠે અને નવતુ' સત્તાસ્થાન હેાય છે.
ટીકાનુ૦—અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરભી ઉપશાંતમેહગુણસ્થાન પર્યન્ત પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક ૯૩-૯૨-૮૯-૮૮ હાય છે.
ક્ષીણમેહગુણસ્થાનકથી આર’ભી અયાગિ ગુણુસ્થાનકના દ્વિચરમ સમયપ ત તથા ક્ષકને અનિવૃત્તિકરણે અને સૂક્ષ્મસ પરાયે દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક ૮૦-૭૯-૭૬-૭૫
ડાય છે.
સાન્નાદન અને મિશ્રગુણસ્થાનકે પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કમાંહેના તીર્થંકર નામની સત્તા વિનાનાં એટલે કે ત્રાણું અને નૈન્યાશી સિવાયનાં ખાણું અને અત્યાશી એમ એ સત્તાસ્થાન હોય છે.
યાગિગુણસ્થાનકના ચરમ સમયે આઠ કે નવનુ' સત્તાસ્થાન હોય છે.
ભાવના આ પ્રમાણે-મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે ૯૨-૮૯-૮૮-૪૬-૮૦-૭૮ એમ છ સત્તાસ્થાના હોય છે, જે પહેલાં કહી ગયા છે. સાસ્વાદન અને સભ્યમિથ્યાર્દષ્ટિ ગુણુસ્થાનકે ૯૨-૮૮ એ બે સત્તાસ્થાનેા હોય છે. તીથ 'કરનામની સત્તાવાળા આત્મા એ એ ગુણસ્થાનકે જતા નહિ હોવાથી ત્રાણુ કે નેવ્યાશીનુ' સત્તાસ્થાન હેતુ નથી. અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત અને અપૂર્ણાંકરણ ગુણસ્થાનકે ૯૩-૯૨-૮૯-૮૮ એમ ચાર ચાર સત્તાસ્થાનકે હાય છે.
અનિવૃત્તિ બાદર સ ́પરાય અને સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનકે ઉપશમ શ્રેણુ આશ્રયી હ૩-૯૨-૯૮-૮૮ એ ચાર સત્તાસ્થાને હાય છે, અને ક્ષેપક શ્રેણિમાં તેર પ્રકૃતિના ક્ષય થયા પછી ૮૦-૭૯-૭૬-૭૫ એમ ચાર સત્તાસ્થાના હોય છે. ઉપશાંતમેહ ગુણસ્થાનકે ૯૩–૯૨-૮૯-૮૮ એ ચાર સત્તાસ્થાનેા હોય છે. ક્ષીણમેહ અને સર્યાગિકેવલિગુણસ્થાનકે ૮૦-૭૯-૭૬-૭૫ એમ ચાર સત્તાસ્થાનકા હાય છે.
અચેાગિકવલિગુણસ્થાનકે ૮૦-૭૯૭૬-૭૫-૯-૮ એમ છ સત્તાસ્થાનકો હોય છે. તેમાંનાં શરૂઆતનાં ચાર ભિન્ન ભિન્ન જીવાની અપેક્ષાએ દ્વિચરમ સમય પર્યંત હોય છે. અને છેલ્લા સમયે તીથંકર ભગવાનને નવનું અને સામાન્ય કૈવલિ ભગતને આઠનું સત્તાસ્થાન હાય છે.
અમુક અમુક ગુણસ્થાન આશ્રર્યાં અનેક સત્તાસ્થાનેા હોય છે, પર`તુ એક જીવને એક સમયે કોઈપણ એક જ સત્તાસ્થાન હોય છે, એક સાથે એક જીવને અનેક સત્તાસ્થાને
*