Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
:૧૨૬
પંચસંગ્રહ વતીયખંડ સત્તાસ્થાને દશ હોય છે, તે આ પ્રમાણે-૯૩-૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬–૭૫ ૯-૮, તેમાં વીશના ઉદયે બે સત્તાસ્થાન હોય છે. ૭૯-૭૫. એ પ્રમાણે છવ્વીશ અને અઠ્ઠાવીશના ઉદયે પણ ૭૯-૭૫ એ બે સત્તાસ્થાને હોય છે. એકવીશના ઉદયે ૮૦–૭૬ એ બે સત્તાસ્થાને હોય છે. એ પ્રમાણે સત્તાવીશના ઉદયે પણ બે સત્તાસ્થાને હોય છે. ઓગણત્રશના ઉદયે ચાર સત્તાસ્થાને હોય છે. તે આ ૮૦-૭૬-૭૯-૭૫. કારણ કે એગણત્રીશનો ઉદય તીર્થકર અને અતીર્થકર બંનેને હોય છે. તેમાંના આદિનાં બે તીર્થકર ભગવાનને અને છેવટનાં બે અતીર્થકર ભગવાનને હેય છે.
(અહિં એ ખ્યાલમાં રાખવું કે સગિકેવલિ ગુણસ્થાનકે તીર્થકર ભગવાનને પિતાના સઘળા ઉદયેમાં ૮૦-૭૬ એ બે સત્તાસ્થાને હોય છે. અને સામાન્ય કેવલીને પિતાના સઘળા ઉદમાં ૭૯-૭૫ એ બે સત્તાસ્થાને હોય છે. સામાન્ય કેવલીને ૨૦-૨૬-૨૮ ૨૯-૩૦ એ પાંચ ઉદયસ્થાને અને તીર્થકર ભગવાનને ૨૧--૨૭-૨૯-૩૦-૩૧ એ પાંચ . ઉદયસ્થાને હોય છે, અયોગીનાં ઉદયસ્થાને તથા સત્તાસ્થાને તે સ્પષ્ટ છે.)
ત્રીશના ઉદયે આઠ સત્તાસ્થાને હોય છે. તે આ પ્રમાણે. ૯૩-૯૨-૮૯-૮૮-૮૦ ૭૯-૭૬-૭૫. તેમાંનાં આદિનાં ચાર ઉપશાંતમૂહ ગુણસ્થાનકે હેય છે. ૮૦ ક્ષીણમેહગુણસ્થાનકે અથવા સગકેવલી ગુણસ્થાનકે તીર્થકર અને આહારક ચતુષ્કની સત્તાવાળાને હોય છે. ૭૯ ક્ષણમહ ગુણસ્થાનકે અથવા સગી કેવલી ગુણસ્થાનકે તીર્થંકર નામની સત્તા વિનાનાને હોય છે. ૭૬ ક્ષીણમેહગુણસ્થાનકે અથવા સર્ગિકેવલી ગુણસ્થાનકે આહારક ચતુષ્કની સત્તાવિનાનાને હોય છે. ૭૫ ક્ષીણમેહ ગુણસ્થાનકે અથવા સાનિકેવલી ગુણસ્થાનકે તીર્થકર અને આહારક ચતુષ્ક બંનેની સત્તા રહિતને હોય છે.
એકત્રીશના ઉદયે તર્થંકર ભગવાનને એંશી અને છેતેર એ બે સત્તાસ્થાને હોય છે. સામાન્ય કેવલિને એકત્રીશને ઉદય હેતું નથી.
અગી કેવલિ ગુણસ્થાનકે નવના ઉદયે તીર્થકર ભગવાનને અગિના ઢિચરમસમયપર્યત એંશી અને છેતેર, અને ચરમ સમયે નવનું સત્તાસ્થાન હોય છે. આઠના ઉદયવાળા અયોગી અતીર્થકર ભગવાનને અયોગિના દ્વિચરમસમય પર્યત એગણએંશી અને પંચોતેર તથા ચરમ સમયે આઠનું સત્તાસ્થાન હોય છે.
આ પ્રમાણે અબંધકને દશે ઉદયસ્થાને આશ્રય ત્રીશ સત્તાસ્થાને થાય છે. ૯-૧૦૦
આ પ્રમાણે સઘળાં કર્મોના બંધસ્થાનકોને, ઉદયસ્થાનકેન અને સત્તાસ્થાનકને સ્વતંત્રપણે અને સંવેધદ્વારા ગુણસ્થાનકમાં વિચાર કર્યો, હવે સઘળા કર્મોના બંધ, ઉદય અને સત્તાને સંવેધદ્વારા ગુણસ્થાનકોમાં વિચાર કરવા ઈચ્છતા પહેલાં જ્ઞાનાવરણીયને અને તેની સમાન સંખ્યાવાળા અંતરાયકને વિચાર કરતા આ ગાથા કહે છે