Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૦૫ એ અગિઆર પ્રકૃતિને ઉદય વિચ્છેદ થાય છે. એટલે કે અગીઆર પ્રકૃતિએને ઉદય ચતુર્થ ગુણસ્થાનક સુધી જ હેય છે, પાંચમા આદિ ગુણસ્થાનકમાં હેતે નથી. એટલે પંચાવનમાંથી અગીઆરને દૂર કરતાં પાંચમે ગુણસ્થાનકે ચુમ્માલીસ પ્રકૃતિએ ઉદયમાં હોય છે.
આચાર્ય મહારાજે પાંચમાં "ગુણસ્થાનકે જે વૈક્રિય શરીર અને ક્રિય અંગે પાંગ નામના ઉદયને નિષેધ કર્યો તે કર્મ સ્તવના અભિપ્રાયને અનુસરીને કર્યો છે, સ્વમતને અનુસરીને કર્યો નથી, સ્વમતે તે દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકે પણ તેના ઉદયને સ્વીકાર કર્યો છે. કેમકે પિતાની જ કરેલી મૂળ ટીકામાં તેનાથી થતા ભાંગાઓને ગાથા ૧૨૯ માં વિચાર કર્યો છે.
વિરતાવિરત-દેશવિરતિ ગુણસ્થાનકે તિર્યંચગતિ અને ઉદ્યોત નામના ઉદયને વિચ્છેદ થાય છે. એટલે કે દેશવિરતિ ગુણસ્થાનક સુધીજ તેને ઉદય હોય છે, પ્રમત્તાદિ ગુણસ્થાનકે હેતું નથી. એટલે ચુમ્માલીસમાંથી તેને દૂર કરતાં અને કેઈ ચૌદ પૂને આહારદ્ધિકને ઉદય હોઈ શકે છે એટલે તેને ઉમેરતાં પ્રમત્ત ગુણસ્થાનકે ચુમ્માલીસ પ્રકૃતિને ઉદય હોય છે..
विरयापमत्तएसुं अंततिसंघयणपुब्बगाणुदओ। अपुवकरणमादिसु दुइयतइज्जाण खीणाओ ॥११॥ विरताप्रमत्तयोरन्तिमत्रिसंहननपूर्वाणामुदयः।
પૂર્વનાવિ, દ્વિતીયતાથી શીળાત્ II અર્થ—વિરત=પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકે છેલ્લા ત્રણ સંઘયણાદિ પ્રકૃતિને ઉદય હોય છે. અપૂર્વકરણદિમાં બીજા-ત્રીજા સંઘયણદિને ઉદય હોય છે, ક્ષીણમેહથી હવે કહેશે તેને ઉદય હોય છે.
ટીકાનુ.--તિર્યંચગતિ અને ઉદ્યોત નામને દેશવિરતિ ગુણસ્થાનકે જ ઉદયવિચ્છેદ થયેલ હોવાથી પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકે છેલ્લાં ત્રણ-અર્ધનારાચ, કાલિકા અને સેવા સંઘયણ આદિ બેતાલીસ પ્રકૃતિએને અને આહારદ્ધિકને પણ, કુલ ચુમ્માલીસ પ્રકૃતિને ઉદય હોય છે.
૧ અહિં ભવધારણીય વૈક્રિય શરીરની વિવેક્ષા છે. કારણ કે ભવધારણીય વયિ શરીર ચોથા ગુણસ્થાનક સુધી જ હોય છે. કૃત્રિમ વૈક્રિય શરીર પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક સુધી પણ હોય છે. તેની વિવક્ષાએ સાતમ ગુણસ્થાન સુધી વૈક્રિય શરીર નામનો ઉદય લઈએ તો હરકત નથી.