Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ તૃતીયખંડ ઉત્પન્ન થતું નથી, પરંતુ પૂર્વજન્મનું લોવેલું હોઈ શકે છે. મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે કહેલાં નવ ઉદયસ્થાનમાંથી માત્ર વીસનું ઉદયસ્થાન અહિં હોતું નથી, કારણ કે તે એકેન્દ્રિયમાંજ હોય છે, જ્યાં ચતુર્થ ગુણસ્થાનક હોતું નથી.
અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે કહેલાં આઠ ઉદયસ્થાનમાંથી પચીસ વર્ષને શેષ સાત ઉદયસ્થાનકે સગિકેવલિ ગુણસ્થાનકે હોય છે, અને આઠમું વીશનું ઉદયસ્થાન હોય છે, જે સતેરમી ગાથાના અંતે કહે છે. એટલે કુલ આઠ ઉદયસ્થાનકે હેય છે. તે આ ૨૦-૨૧-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧. તેમાંથી ૨૦-૨૧-૨૬-૨૭ એ ચાર ઉદયે સમુદુઘાત અવસ્થામાં, ૨૮-૨૯ ગનિષેધ અવસ્થામાં, ૩૦ સ્વભાવસ્થ સામાન્ય કેવલિ મહારાજને અથવા વચનગને રેપ કર્યા બાદ તીર્થકર ભગવાનને હોય છે અને એકત્રીશને ઉદય સ્વભાવસ્થ તીર્થંકર પરમાત્માને હોય છે.
દેશવિરતિ ગુણસ્થાનકે છવ્વીસ સિવાય પચીસથી એકત્રીસ સુધીનાં છ ઉદયસ્થાનક હોય છે. તેમાંથી પચસ, સત્તાવીશ, અઠ્ઠાવશે અને એગણત્રીશ એ ચાર ઉદયસ્થાનકે ઉત્તરકિય શરીર કરતા મનુષ્ય-તિર્યંચને હેય છે. ત્રીશને ઉદય સ્વભાવસ્થ પર્યાપ્ત તિર્યંચ-મનુષ્યને અને ઉદ્યોતના વેદક ઉત્તર ક્રિય શરીરી તિર્યંચને હોય છે. એકત્રીશને ઉદય ઉદ્યોતના વેદક સ્વભાવસ્થ તિર્યંચને હોય છે. દેશવિરતિ ગુણસ્થાનક સંખ્યાત વર્ષના આયુવાળા ગર્ભજ પર્યાપ્ત તિર્યંચ તથા મનુષ્યને હેય છે, એટલે પર્યાપ્તાવસ્થામાં હેઈ શકે તે તથા વૈક્રિય શરીર કરતાં જે ઉદયસ્થાનક હોઈ શકે તે અહિં હોય છે.
પ્રમત્ત સંયતને છવ્વીસ સિવાયનાં પર્ચાસથી ત્રસ સુધીનાં પાંચ ઉદયસ્થાનક હોય છે. તેમાં પચીસ, સત્તાવીશ, અઠ્ઠાવશ, એગણત્રીશ અને ત્રીશ એમ પાંચ ઉદયસ્થાનકે ઉત્તરક્રિય શરીર અને આહારક શરીર કરતા સંયતને હોય છે. અને સ્વભાવસ્થ સંયતને ત્રીશ પ્રકૃતિને જ ઉદય હોય છે. જે એકત્રીશનું ઉદય સ્થાન છે તે ઉદ્યોતના ઉદયવાળા તિય એનેજ હોય છે, માટે તે સંયતને હેતું નથી. પ્રમત્ત સંયત ગુણસ્થાનક માત્ર સંખ્યાત વર્ષના આયુવાળા ગર્ભજ પર્યાપ્ત મનુષ્યને જ હોય છે. એટલે
પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઇ શકે છે. પૂર્વ જન્મનું લાવેલું તે સાસ્વાદન સમ્યકત્વ શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં ચાલ્યું જાય છે. એટલે સાસ્વાદન ગુણસ્થાનકે ઉપરોક્ત જીવોને શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલા જે ઉદયસ્થાનકો હે તે હોઈ શકે છે. અને પર્યાપ્તાવસ્થામાં તે ચારે ગતિના સંતિ પર્યાપ્ત ઇવે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી શકે છે અને તેને અનંતાનુબંધિના ઉદયથી સાસ્વાદન પણ પ્રાપ્ત થઈ શકે છે. એટલે ચારે ગતિના જીવોમાં પર્યાપ્તાવસ્થામાં સંભવતાં ઉદયસ્થાનકો હોય છે. એટલે અપર્યાપ્તાવસ્થાનાં ૨૧-૨૪-૨૫-૨૬ એ ચાર અને પર્યાપ્તાવસ્થાનાં ૨૯-૩૦-૩૧ એમ ત્રણ-કુલ સાત ઉદયથાનકો અહિં સંભવે છે.