Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ તૃતીયખંહ चउवीसाई चउरो उदया एगिदिएसु तिरिमणुए । अडवीसाइ छव्वीसा एक्केक्कूणा विउव्वंति ॥ ७८ ॥
चतुर्विंशत्यादयश्चत्वार उदया एकेन्द्रियेषु तिर्यग्मनुजयोः ।
अष्टाविंशत्यादयषइविंशतिरेकैकोना विकुर्वतोः ।। ८८ ॥ અર્થ_એવીસ આદિ ચાર ઉદયસ્થાનકે એકેન્દ્રિમાં હોય છે, તિર્યંચ અને મનુષ્યમાં અઠ્ઠાવીશ આદિ ચાર અને છવ્વીસ કુલ પાંચ ઉદયસ્થાનક હોય છે. વૈક્રિય શરીર કરતા તેઓમાં એકેક પ્રકૃતિ વડે ચૂન પાંચ ઉદયસ્થાન હોય છે.
ટીકાનુ–એકેન્દ્રિોમાં ચાવીસ, પચીશ, છવ્વીસ અને સત્તાવીસ રૂ૫ ચાર ઉદયસ્થાનકો હોય છે. અને પાંચમું એકવીસ પ્રકૃતિના ઉદય રૂ૫ પણ હોય છે. કેમકે સતેરમી ગાથામાં કહી ગયા છે કે “ભવાંતરમાં જતા સઘળા જીને એકવીશને ઉદય હોય છે.” એટલે આ ગાથામાં એકેન્દ્રિમાં એકવીશને ઉદય નથી કહ્યો છતાં લેવાને છે–એમ સમજવું. એ જ રીતે બેઈન્દ્રિયદિ અન્ય ને પણ એક ભવમાંથી બીજા ભવમાં જતાં એકવીશને ઉદય ન કહ્યો હેય છતાં લે.
બેઈયિ, તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય, અસંપિચેન્દ્રિય અને સંજ્ઞિપંચેન્દ્રિય તિર્યામાં એકવીસ, છવ્વીસ, અઠ્ઠાવીસ, એગણત્રીસ, ત્રીશ અને એકત્રીશ એમ છ ઉદયસ્થાનક હોય છે. મનુષ્યમાં ઉપર કહ્યાં તેમાંથી એકત્રીશ સિવાયનાં પાંચ ઉદયસ્થાનક હોય છે. કેમકે એકત્રીશનું ઉદયસ્થાન ઉદ્યોતવાળું છે. અને પ્રાકૃત મનુષ્યને ઉદ્યોતને ઉદય હેત નથી.
વૈક્રિય અને આહારક શરીર કરતા મનુષ્ય-તિય એને પચ્ચીસ, સત્તાવીશ, અઠ્ઠાવીસ, ઓગણત્રીશ અને ત્રીસ પ્રકૃતિઓના ઉદયરૂપ પાંચ ઉદયસ્થાને હોય છે. માત્ર મનુષ્યમાં ઉલ્લોતના ઉદયવાળું ઉદયસ્થાન વૈકિય કે આહારક શરીરી યતિને હોય છે, એમ સમજવું. ક્રિય કરતા વાયુકાયને ચેવીશ, પચીશ અને છવ્વીસ એમ ત્રણ ઉદય સ્થાનકે હોય છે. તેઉવાયુમાં ઉદ્યોતને ઉદય નહિ હેવાને લીધે સત્તાવીશનું ઉદયસ્થાન લીધું નથી. ૭૮
હવે એકેન્દ્રિયોનાં ઉપરોક્ત ઉદયસ્થાનને વિચાર કરે છે– गइआणुपुब्वि जाई थावर दुभगाइतिणि धुवउदया । एगिदियइगिवीसा सेसाण व पगइ वच्चासो ॥ ७९ ॥
गतिरानुपूर्वी जातिः स्थावरदुर्भगादितिस्रः ध्रुवोदयाः। एकेन्द्रियाणामेकविंशतिः शेषाणां वा प्रकृतीनां व्यत्यासः ॥ ७९ ॥