Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ તૃતીયખંડ ટીકાનુડ–એક ભવમાંથી બીજા ભવમાં જતાં જે એકવીશ પ્રકૃતિઓને ઉદય કો તેમાંથી આનુપૂર્વાને દૂર કરતાં વીશ પ્રકૃતિને ઉદય અપર્યાપ્ત (પર્યાપ્ત) એકેન્દ્રિયવિકસેન્દ્રિયાદિ તિય અને મનુષ્યોને અવશ્ય હેય છે, વીશમાંથી તે એક પણ પ્રકૃતિ ઘટતી નથી. આનુપૂર્વી નામકર્મને દૂર કરવાનું કારણ તેને ઉદય ભવાંતરમાં જતાં વિગ્રહગતિમાં જ હોય છે. ભવાંતરમાં જતાં એકવીશને ઉદય તે ઉપર કહી ગયા.
હવે ઉત્પત્તિસ્થાનમાં ઉત્પન્ન થાય ત્યારે કેટલી પ્રકૃતિને ઉદય હોય તે કહે છે. એકવીશમાંથી આનુપૂર્વી કાઢી તેમાં પ્રત્યેક, ઉપઘાત, ઔદારિક શરીર નામ અને હૂંડસંસ્થાન એ ચાર પ્રકૃતિઓ મેળવવી, એ ચેસ થાય. તેને ઉદય શરીરસ્થને-ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થયેલાને હોય છે. આ ગ્રેવીસમાં સાધારણ નામને પણ ઉદય સંભવે છે, માટે પ્રત્યેક નામના સ્થાને તેને પણ વિકલ્પવારાફરતી મેળવવું. તેમ કરવાથી અહિં દશ ભંગ થાય છે, તે આ પ્રમાણે
બાદર–પર્યાપ્ત-પ્રત્યેક-યશ, બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અપયશ, બાદર પર્યાપ્ત-સાધારણ યશ, બાદર-પર્યાપ્ત-સાધારણ -અપયશ, બાદર-અપર્યાપ્ત-પ્રત્યેક-અપયશ, બાદર–અપર્યાપ્ત –સાધારણ–અપયશ, સૂલમ-પર્યાપ્ત–પ્રત્યેક-અપયશ, સૂમ-અપર્યાપ્ત–પ્રત્યેક-અપયશ, સૂફમપર્યાપ્ત-સાધારણ-અપયશ, અને સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અપયશ.
બાદર વાયુકાયને વૈક્રિય શરીર કરતાં ઔદ્યારિકના સ્થાને વૈક્રિયને ઉદય કહે. તેને પણ ઉપરોક્ત વિસને ઉદય હોય છે. માત્ર અહિં બાદર-પર્યાપ્ત-પ્રત્યેક અને અપયશ સાથે એક જ ભંગ થાય છે. તેઉકાય-વાયુકાયને યશકીર્તિ અને સાધારણ નામને ઉદય જ હેત નથી, માટે તદાશ્રિત વિકલ્પ પણ થતા નથી. એ રીતે વીશના ઉદયના કુલ અગિયાર ભાંગા થાય છે.
ત્યારબાદ શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત તે એકેન્દ્રિયને પૂર્વોક્ત ગ્રેવીસના ઉદયમાં પરાઘાતને ઉદય મેળવતાં પચીસને ઉદય થાય છે. આ પચીસને ઉદય પર્યાપ્તનામકર્મના ઉદયવાળાને જ હોય છે, એટલે અપર્યાપ્ત નામના વિકલ્પના ભાંગાઓ થતા નથી. અપર્યાપ્ત નામના ઉદયવાળા કઈપણ જીવને પિતાપિતાના ઉદયસ્થાનમાંથી શરૂઆતનાં બે ઉદયસ્થાનકે જ હોય છે. અહિં છ ભાંગા થાય છે. તે આ, બાદર–પ્રત્યેક-યશ, બાદર-પ્રત્યેક-અપયશ બાદર-સાધારણ-યશ, બાદર-સાધારણ-અપયશ, સૂકમ–પ્રત્યેક-અપયશ, અને સૂક્ષમસાધારણ અપયશ.
બાદર વાયુકાયને વૈક્રિયશરીર કરતાં તેને શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ પરાઘાતને ઉદય મેળવતાં પણ પચીસને ઉદય થાય છે. અહિં બાદર પર્યાપ્ત પ્રત્યેક અપયશ એ એક જ ભંગ થાય છે. સઘળા મળી પચીસના ઉદયના સાત વિકલ્પ થાય છે.