Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
હ
સપ્તતિકા ટીકાનુવાદ
અર્થ_એકવીશ આદિ નવ ઉદયસ્થાન મિથ્યાત્વે, તેમાંથી સત્તાવીશ અને અઠાવીશ વજીને શેષ સાત ઉદયસ્થાન સાસ્વાદને. માત્ર વીશ રહિત આઠ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે, પચીસ સાથે વીશ વર્જીને સાત સગિકેવલિ ગુણસ્થાનકે, છવીસ રહિત પચીસ આદિ છ ઉદયસ્થાન દેશવિરતે, છવ્વીસ વિના પચ્ચીસ આદિ પાંચ પ્રમત્તે, એગણત્રીશ આદિ ત્રણ મિશ્ર, તથા ત્રીશ અને એકત્રીશ એમ બે ઉદયસ્થાન અપ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. આઠ અને નવ એ બે ઉદય અગિ ભગવાનને હેય છે. વીશને ઉદય માત્ર કેવલિ સમુદ્રઘાત વખતે જ હોય છે, અને એકવીશને ઉદય ભવાંતરમાં જતા સઘળ જીને હેય છે.
ટીકાનુ–મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે એકવીશ આદિ નવ ઉદયસ્થાનો હેય છે. તે આ–૨૧-૨૪-૨૫-૨૬-૨૭-૨૮–૨૯-૩૦-૩૧. મિથ્યાષ્ટિ ગુણસ્થાન એકેન્દ્રિયાદિ ચારે ગતિના છમાં હોવાથી ઉપરોક્ત સઘળાં ઉદયસ્થાનકે સંભવે છે. વિશનું ઉદયસ્થાન કેવલિસમુદ્દઘાત અવસ્થામાં અને નવ તથા આઠનું ઉદયસ્થાન ચૌદમે ગુણસ્થાનકે હેવાથી મિથ્યાદષ્ટિને તે ત્રણ ઉદયસ્થાન હોતાં નથી.
ઉપરનાં નવ ઉદયસ્થાનમાંથી સત્તાવીશ અને અઠવીશ વર્જીને શેષ સાત ઉદયસ્થાને સાસ્વાદન ગુણસ્થાનકે હોય છે. તેમાં એકવીશને ઉદય એક ભવમાંથી બીજા ભવમાં જતાં હેય છે. જેવીશને ઉદય પર્યાપ્ત પ્રત્યેક બાદર એકેન્દ્રિયને જન્મ–ઉત્પત્તિના પ્રથમ સમયે હેય છે. છવ્વીસને ઉદય બેઈન્દ્રિયાદિને ઉત્પત્તિના પ્રથમ સમયે હેય છે, પચીસને ઉદય ઉત્તરકિય શરીર કરતાં શરૂઆતમાં હોય છે, એગણત્રીશને ઉદય પર્યાપ્ત નારકોને હોય છે, ત્રીશને ઉદય પર્યાપ્ત મનુષ્ય અને દેવોને (અને ઉદ્યોતને ઉદય થતાં પહેલાં તિર્યંચને) હેય છે, અને એકત્રીશને ઉદય ઉદ્યોતના ઉદયવાળા પંચેન્દ્રિય તિર્યને હેય છે. માત્ર અહિં સત્તાવીશ અને અઠાવીશ એ બે ઉદયે રહેતા નથી. કારણ કે તે ન્યૂન અપર્યાપ્તાવસ્થામાં હોય છે, કે જે વખતે 'સાસ્વાદન પણું હોતું નથી. - અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે આઠ ઉદયસ્થાનકે હોય છે. તે આ ૨૧-૨૫-૨૬ ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ આ ચતુર્થ ગુણસ્થાનક ચારે ગતિના જમાં કરણ અપર્યાપ્ત છે અને પર્યાપ્ત બંને અવસ્થામાં હોય છે. જો કે અપર્યાપ્ત અવસ્થામાં નવું કઈ સમ્યકત્વ
૧ સાસ્વાદન ગુણસ્થાનક કરણ અપર્યાપ્તાવસ્થામાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોય છે. ત્યાર બાદ હોતું નથી. અને પર્યાપ્તાવસ્થામાં તે હોઈ શકે છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં હોવાનું કારણ સાસ્વાદને આવનાર ઉપશમ સમ્યક્ત્વથી પડીને આવે છે. ઉપરામ સભ્યફટવ કોઈને પણ અપર્યાપ્તા
સ્થામાં ઉત્પન્ન થતું જ નથી. પૂર્વ જન્મમાં અંતમુહૂર્ત આયુ બાકી રહે ત્યારે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી અનંતાનુબંધને ઉદય થવાથી વમી સાસ્વાદને આવી મરણ પામી યથાયેગ્યપણે ગર્ભજ મનુષ્ય, તિર્યચ, દેવ, બાદર, પર્યાપ્ત પૃથ્વી, અપ, પ્રત્યેક વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અગ્નિ