Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
ટીકાન–વિકલેન્દ્રિયને સુસ્વરને ઉદય હોય છે, અર્થાત્ તેઓને સુસ્વરને ઉદય વિરોધી નથી. તથા દેશવિરત અથવા સર્વવિરત મનુષ્યને યથાયોગ્ય પણે વૈક્રિય અને આહારક શરીર જ્યારે વિદુર્વે ત્યારે ઉદ્યોતને ઉદય હોય છે, અન્ય સામાન્ય મનુષ્યને ઉદ્યોતને ઉદય હેતું નથી. ૭૨
આ પ્રમાણે જેને ઉદય છતા જેના ઉદયને સંભવ હોય કે ન હોય તેને વિચાર કરીને હવે નામકર્મનાં ઉદયસ્થાનકે કહે છે –
अडनववी सिगवीसा चउवीसेगहिय जाव इगितीसा। चउगइएसुं बारस उदयट्ठाणाइं नामस्स ।। ७३ ॥
अष्टौ नव विंशतिरेकविंशतिः चतुर्विंशतिरेकाधिका यावदेकत्रिंशत् ।
चतुर्गतिकेषु द्वादश उदयस्थानानि नाम्नः ॥ ७३ ॥ અર્થ–ચારે ગતિના જીવસ્થાનેમાં આઠ, નવ, વશ, એકવીશ, એવીશ, ત્યારબાદ એક એક અધિક કરતાં એકત્રીશ, કુલ નામકર્મનાં બાર ઉદયસ્થાનકે છે.
ટીકાનુ—ચારે ગતિના પ્રાણીઓમાં નામકર્મનાં બાર ઉદયસ્થાનકે છે. અર્થાત્ ચારે ગતિના છે આશ્રયી સઘળાં મળી નામકર્મનાં બાર ઉદયસ્થાનકે થાય છે. તે આ આઠ, નવ, વશ, એકવીશ, એવીશ, ત્યારબાદ વીશમાં એક એક વધારતાં યાવત્ એકત્રીશ. એટલે કે પચીસ, છવીસ, સત્તાવીશ, અડાવીશ, ઓગણત્રીશ, ત્રીશ અને એકત્રીશ, આ બાર ઉદયસ્થાનમાંથી જ એકેન્દ્રિયાદિ જેમાં અમુક અમુક ઉદયસ્થાનકો હોય છે, જેને હવે પછી વિચાર કરશે. ૭૩ - ઉપરોક્ત ઉદયસ્થાનકને ચારે ગતિમાં વિચાર કરતાં કહે છે–
मणुएसु अचउवीसा वीसडनववज्जियाउ तिरिएसु । इगपण सगहनववीस नारए सुरे सतीसा ते ॥ ७४ ॥
मनुजेषु अचशितयः विंशत्यष्टनववर्जितास्तु तिर्यक्षु ।
एकपञ्चसप्ताष्टनवशितिः नारके सुरे सत्रिंशतस्ते ॥ ७४ ॥ ૧ મનુષ્યગતિમાં વૈક્રિય અને આહારક શરીરી યતિને ઉદ્યોતને ઉદય હોય છે, અન્ય કોઈ મનુષ્યને હેતે નથી, ‘ગ તેવુત્તર વિચિ. એ પદથી પહેલા કર્મગ્રંથમાં યતિ અને દેવ ઉત્તરક્રિય કરે ત્યારે તેઓને ઉદ્યોતનો ઉદય હોય છે. એમ કહ્યું છે. તથા કર્મપ્રકૃતિ ઉદીરણકરણ ગાથા ૧૩ માં તથા તેની ટીકામાં અને ષષ્ઠ કર્મગ્રન્થની ટીકામાં પણ એમ જ કહ્યું છે. પરંતુ અહિં ક્રિય થરીરમાં વર્તમાન દેશવિરત મનુષ્યને પણ ઉદ્યોતને ઉદય હોય છે, એમ કહે છે. તવ કેવલિગમ્ય.