Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ પ્રકૃતિઓ અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ બાંધે છે. અહિં પણ છઠ્ઠા ગુણસ્થાનક સુધીમાં આઠ ભંગ અને આગળ ઉપર એક જ ભંગ થાય છે.
આહારદ્ધિક સહિત કરતાં દેવગતિગ્ય ત્રીશ પ્રકૃતિએ આ પ્રમાણે થાય છે–દેવગતિ, દેવાનુપૂવ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, તેજસ, કાર્મણ, સમચતુરસસંસ્થાન, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્તવિહાગતિ, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, શુભ, સ્થિર, સુભગ, સુસ્પર, આઠેય, યશકીર્તિ અને નિર્માણ. આ ત્રીશ પ્રકૃતિઓને અપ્રમત્ત અને અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં વર્તમાન સંયતે જ બાંધે છે. આ ત્રીશમાં પરાવર્તમાન સઘળી પ્રશસ્ત પ્રકૃતિઓને જ બંધ થતે હેવાથી તેને એકજ ભંગ થાય છે.
દેવગતિયોગ્ય અઠ્ઠાવીશ પ્રવૃતિઓમાં આહારદ્ધિક અને તીર્થંકરનામ એમ ત્રણે મેળવતાં એકત્રશ થાય છેતે એકત્રીશને બંધ પણ અપ્રમત્ત અને અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધીમાં વર્તમાન સંયત આત્માઓ જ કરે છે. અહિં પણ પરાવર્તમાન સઘળી પ્રશસ્ત પ્રકૃતિએજ બંધાતી હોવાથી એકજ ભંગ થાય છે. આ રીતે દેવગતિ ગ્ય ચાર બંધસ્થાનના સઘળા મળી અઢાર ભંગ થાય છે.
આઠમા ગુણસ્થાનકે નામકર્મની ત્રીશ પ્રકૃતિઓનો બંધ વિછેર થયા પછીથી આરંભી દશમ ગુણસ્થાનકના ચરમ સમય સુધી એક યશકીર્તિ નામકર્મજ પિતાના બંધ ગ્ય પરિણામ હેવાને લીધે બંધાયા કરે છે, અન્ય કોઈપણ નામકર્મની પ્રકૃતિ બંધાતી નથી. કેમકે કેઈપણ ગતિગ્ય બંધ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી જ થાય છે, માત્ર યશકીર્તિ સિવાયની અન્ય પ્રવૃતિઓ કઈ પણ ગતિગ્ય બંધ કરતાં જ બંધાય છે. યશકીર્તાિજ એક એવી પ્રકૃતિ છે કે કેઈપણ ગતિગ્ય કર્મબંધ કરતાં તેમજ સઘળી ગતિગ્ય પ્રકૃતિએને બંધવિખેર થયા પછી પણ બંધાય છે. ૬૩ - હવે નામકર્મની કઈ પ્રકૃતિઓ કયા ગુણસ્થાનક સુધી બંધાય છે, અને કયા ગુણસ્થાનકે કઈ પ્રકૃતિઓને બંધ વિચ્છેદ થાય છે, તે કહે છે–
साहारणाइ मिच्छो सुहुमायवथावर सनरयदुगं । इगिविगलिंदियजाई हुंडमपज्जत्तछेवढें ॥ ६४ ॥
साधारणादि मिथ्या दृष्टिः सूक्ष्मातपस्थावर सनरकद्विकम् ।
एकविकलेन्द्रियजातीः हुण्डमपर्याप्त सेवार्तम् ॥ ६४ ॥ અર્થ–સાધારણુ, સૂક્ષ્મ, આતપ, સ્થાવર, નરકદ્ધિક, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જાતિ હુંડસરથાન, અપર્યાપ્ત, અને છેવડું સંઘયણ આ સાધારણાદિ તેર પ્રકૃતિને મિથ્યાષ્ટિ જ બાંધે છે.