Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ સાસ્વાદન, મિશ્ર અને પ્રમત્ત સંયત એ ચાર ગુણઠાણુઓમાં એક એક, અવિરતિ સમ્યગ્દહિટ અને દેશવિરતિ ગુણઠાણે ત્રણ ત્રણ ચોવીશી થાય છે. છના ઉદયે સાત ચેવશી થાય છે, તેમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણકાણે એક, દેશવિરતિ અને પ્રમાણે ત્રણ ત્રણ થાય છે. પાંચના ઉદયે ચાર ચોવીશી થાય છે, તેમાં દેશવિરતિમાં એક અને પ્રમત્ત સંયતે ત્રણ થાય છે. ચારના ઉદયે એક અને તે પ્રમત્ત હોય છે. આ પ્રમાણે સઘળી મળ ચાલીશ ચોવીશીઓ ભાંગાની થાય છે. તેને ચોવીશે ગુણતાં ઉદયના વિક-ભાંગાઓ નવસે અને સાઠ થાય છે. ર૭.
હવે પાંચ આદિ બંધસ્થાનકોમાં થતા ઉદયના ભાંગાઓ કહે છે –
बारस चउरो ति दु एक्कगाउ पंचाइबंधगे उदया। अब्बंधगे वि एको तेसीया नवसया एवं ॥२८॥
द्वादश चत्वारः त्रयो द्वौ एकश्च पश्चादिबन्धके उदयाः।
अबन्धकेऽपि एकः ज्यशीतिः नवशतान्येवम् ॥२८॥ અર્થ–પાંચ આદિ બંધસ્થાનકે અનુક્રમે બાર ચાર ત્રણ બે અને એક ભંગ થાય છે. અબંધકને પણ એક ભંગ થાય છે. કુલ નવસે અને ત્યાશી ભંગ થાય છે. - ટીકાનુ -પાંચ આદિ બંધસ્થાનકમાં અનુક્રમે બાર ચાર ત્રણ બે અને એક એ પ્રમાણે ઉદયના વિકલ્પ થાય છે, તે આ પ્રમાણે-નવમે ગુણસ્થાનકે પાંચના બંધકાળે બે પ્રકૃતિને ઉદય હોય છે. તે આસંજવલન ક્રોધાદિ ચારમાંથી કઈપણ એક ક્રોધ આદિ અને ત્રણ વેદમાંથી કેઈપણ એક વેદ. માટે ચારને ત્રણે ગુણતાં બાર ભાંગા થાય છે. ચારને જ્યારે બંધ થાય છે ત્યારે ઉદય એક પ્રકૃતિને હોય છે. ચારને બંધ પુરૂષદના બંધને વિચ્છેદ થાય ત્યારે થાય છે, અને પુરૂષદને બંધ અને ઉદય એ બંને સાથે જ જાય છે, માટે ચારના અંધકાળે એકને ઉદય હોય છે અને તે પણ સંવલત ચાર કષાયમાંથી કઈ એકને હેય છે. વેદ કે યુગલ કોઈને ઉદય નહિ હેવાથી અહિં ચાર જ ભંગ થાય છે. અહિં ચાર ભંગ થવાનું કારણ એ છે કે-કઈ સંજવલન ક્રોધના 'ઉદયે શ્રેણિ આરંભે છે, કેઈમાનના ઉદયે, કઈ માયાના ઉદયે, કે કોઈ સંજવલન લેમના ઉદયે શ્રેણિ આરંભે છે, એટલે ચાર જ ભંગ થાય છે સંજવલન ક્રોધને બંધ વિચ્છેદ થાય ત્યારે ત્રણને બંધ થાય છે, અહિં પણ ઉદય એકને જ હોય છે કેમકે
૧ સંજ્વલન ક્રોધને ઉદયે શ્રેણિ આરંભે છે એટલે કે ચારિત્રમોહની ઉપશમના કે ક્ષપણ કરવાને જ્યારે આરંભ કરે ત્યારે તેને ઉદય હોય છે, એમ સમજવું. એ પ્રમાણે માનાદિના ઉધ્ય માટે પણ સમજવું.