________________
न्यायावतार आदिवाक्यम्
कथमसावभिधेयादिसूचने पटिष्ठः स्यात् । न च तस्याप्रामाण्ये एतच्छ्रवणादर्थसंशयं कुर्वन्ति प्रेक्षावन्तः, तद्वत्ताहानेः मिथ्याज्ञानादपि प्रवृत्त्यविरामप्रसङ्गाच्च ।
३. अर्चटस्त्वाह-±न श्रावकोत्साहकमेतत्, प्रामाण्याभावात्, तेषां चाप्रामाण्यादप्रवृत्तेः, अन्यथा प्रेक्षावत्ताक्षतेः, किं तर्हि प्रकरणार्थकथनावसरोपस्थितपरोपन्यस्तहेत्वसिद्धतोद्भावनार्थम् । ૦ન્યાયરશ્મિ ૦
બીજું જો અપ્રામાણિક જ્ઞાનથી પ્રવૃત્તિ થતી હોય, તો મિથ્યાજ્ઞાનથી પણ સતત પ્રવૃત્તિ થવાની આપત્તિ આવશે. આશય એ છે કે રણમાં ઝાંઝવાના જળ દેખાતાં કોઈ પાણી લેવા દોડે, પછી ખબર પડે કે પોતાનું જ્ઞાન ખોટું છે, તો અટકી જાય. પણ તેમ જો અપ્રામાણિક જ્ઞાનથી સંશય થવો માનશો, તો મિથ્યાજ્ઞાનથી પણ પ્રવૃત્તિ થશે - અટકશે નહીં. (કારણ કે તે પણ સંશય ઉત્પન્ન કરીને પ્રવૃત્તિ કરાવી શકશે.)
પણ મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તિ કોઈને માન્ય નથી. તેથી અપ્રામાણિક જ્ઞાનથી પણ પ્રવૃત્તિ માની શકાય નહીં. એટલે આદિવાક્યને પ્રવર્તક માનવારૂપ પોતાની માન્યતાના સમર્થન માટે પણ આદિવાક્યને પ્રમાણભૂત તો માનવું જ પડશે...
૦ અર્ચટમતે આદિવાક્યનો પ્રયોગ ૦
(૩) આદિવાક્યનો પ્રયોગ શા માટે ? એ વિષયમાં બૌદ્ધદાર્શનિક અર્રટનો પોતાનો સ્વતંત્ર મત છે, તે આ રીતે - જો આદિવાક્ય પ્રમાણભૂત ન હોય, તો એના દ્વારા શ્રોતાઓ ઉત્સાહિત પણ ન થઈ શકે, કારણ કે અપ્રામાણિક જ્ઞાનથી કોઈની પણ પ્રવૃત્તિ જોવાતી નથી, જો પ્રવૃત્તિ થાય તો એમની પ્રેક્ષાવત્તાની જ હાનિ થાય. તો પછી આદિવાક્યનો ઉપન્યાસ શા માટે ? એ પ્રશ્નનો ઉત્તર અર્ચટ આ પ્રમાણે આપે છે -
જો આદિવાક્યનો પ્રયોગ ન કરાય, તો કેટલાક સ્થળબુદ્ધિવાળા જીવો આવો તર્ક ક૨ત કે ‘રૂવં નાર્વ્યવ્યું, અભિધેયાવિશૂન્યત્વાત્, જાળવજ્ઞપરીક્ષાવત્' એટલે, અભિધેય - પ્રયોજન - સંબંધ ન હોવાથી જેમ કાગડાના દાંતની પરીક્ષા અનાદરણીય છે, તેમ આ શાસ્ત્ર પણ અભિધેયાદિથી શૂન્ય હોવાથી અનાદરણીય છે.
આમ પ્રકરણની અનાદરણીયતા સિદ્ધ કરવા માટે બીજાએ જે અભિધેયાદિશૂન્યત્વ હેતુ આપ્યો, તેની અસિદ્ધતા બતાવવા આદિવાક્યનો પ્રયોગ કરાય છે, આદિવાક્ય અભિધેયાદિનું અસ્તિત્વ બતાવવા દ્વારા અભિધેયાદિના અભાવરૂપ પરોપન્યસ્ત હેતુનું નિરાકરણ કરે છે, માટે આદિવાક્યનો અર્થસંપ્રેક્ષ—
-પ
(५) अभिधेयादिसूचने इति । आस्तामभिधेयादीनां प्रतिपादने ।
० शास्त्रसंलोक:
(2) "अर्चटस्त्वाह न श्रावकोत्साहकमेतत्, प्रामाण्याभावात् । किन्तु प्रकरणार्थकथनावसरोपस्थितपरोपन्यस्तहेत्वसिद्धतोद्भाव्यते इति, तदयुक्ततरम्, यदीदमप्रमाणं सदभिधेयादीनि साक्षाल्लक्षयन्न प्रवर्तते तत्कथं परोपन्यस्तहेत्वसिद्धतां कथयति" न्यायावतारहा. ।
For Personal & Private Use Only
0
Jain Education International
www.jainelibrary.org