Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 364
________________ દરર ન્યાયાવતાર છે तिरस्कुरुते, जडात्मकभूताव्यतिरेके हि तद्धितलक्षणबोधरूपहर्षविषादादिविवर्तानुभवाभाव-प्रसङ्गात्। ननु च कायाकारपरिणतानि भूतान्येवात्मव्यतिरेकिणीं चेतनामुत्कालयन्ति, साच तथाविधपरिणामपरिणतेषु तेषु संतिष्ठते तदभावे पुनस्तेष्वेव निलीयते इति तद्व्यतिरेकानुभवेऽपि न परलोकयायिजीवसिद्धिः, इयतैव दृष्टव्यवहारोपपत्तेः । नैतदस्ति, द्वयं हि तावदेतत् संयोगमनुभवदुपलभ्यते-पञ्चभूतात्मकं शरीरं चेतना च । तत्रापि शरीरं बहिर्मुखाकारेण बोधनार्थरूपतया जडमनुभूयते, चेतना पुनरन्तर्मुखाकारेण स्वसंवेदनप्रत्यक्षेण साक्षाक्रियते, अत एवाव्यतिरेकः पक्षः प्रतिभासनिराकृतत्वान्नाशङ्कितः, व्यतिरेकिणोः पुनः प्रकाशमानयोः यदि भूतान्येव चेतनामुत्कालयन्तीति भवद्भिः परिकल्प्यते, तदा चेतनैव भवान्तरादुत्पत्तिस्थानमायाता पञ्चभूतभ्रान्तिजनकं शरीरं निर्वर्तयेत्, पुनर्भवान्तरं यातुकामा मुञ्चेत्, तत्तयाधिष्ठितं गमनादिचेष्टां कुर्यात्, तद्वियुक्तं पुनः काष्ठवत्तिष्ठेदिति जीवसंपाद्यमेव शरीरम्, न पुनरसौ तत्संपाद्य इति । –૦નાયરશ્મિ – જડમાં સંભવિત નથી. તે જ પ્રમાણે વિષાદ, સુખાદિ પર્યાયોનો પણ અનુભવ ન થવાની આપત્તિ આવશે. ચાર્વાક:- કાયાકાર રૂપે પરિણત થયેલા ભૂતો જ આત્માથી ભિન્ન એવી ચેતનાને ઉત્પન્ન કરે અને આ ઉત્પન્ન થયેલી ચેતના પણ કાયાકાર રૂપે પરિણત થયેલા ભૂતોમાં રહે છે અને કાયાકાર રૂપે પરિણત થયેલા ભૂતોનો અભાવ થાય તો પછી ચેતના તેમાં જ લયલીન થઈ જાય છે. આમ ચેતનાનો ભિન્ન સ્વરૂપે અનુભવ હોવા છતાં પણ પરલોકમાં જનારા એવા કોઈ જીવની સિદ્ધિ થતી નથી. ભૂતોની આવી પ્રક્રિયાના આધારે જ દૃષ્ટવ્યવહારની સંગતિ થઈ જાય છે, તો પછી પરલોકાનુયાયી આત્માની શું કરવા કલ્પના કરવાની ? જૈનઃ- આ તમારા વડે કહેવાયેલી વાત યોગ્ય નથી. અહી સંયોગનો અનુભવ કરતી બે વસ્તુ દેખાય છે. (૧) પંચભૂતાત્મક શરીર અને (૨) ચેતના તેમાં શરીર તે બહિર્મુખાકારવાળું, જ્ઞાનનાવિષય સ્વરૂપ હોવાથી જડ રૂપે અનુભવ કરાય છે અને ચેતના અંતર્મુખાકારવાળી હોવાથી સ્વસંવેદન પ્રત્યક્ષ દ્વારા સાક્ષાત્કાર કરાય છે. તેથી જ શરીર અને ચેતના વચ્ચેનો અભિન્નતા પક્ષ પ્રતિભાસથી નિરાકૃત હોવાના કારણે, તેની આશંકા અહીં કરેલ નથી અને પરસ્પર ભિન્ન રૂપે જણાતા શરીર અને ચેતનામાં ભૂત જ ચેતનાને ઉત્પન્ન કરે છે, એવી જો તમે કલ્પના કરતા હો, તો પછી અમે પણ આ પ્રમાણે કલ્પના કરી શકીએ છે કે, ચેતના જ ભવાન્તરથી ઉત્પત્તિ સ્થાનમાં આવીને પંચભૂતની ભ્રાન્તિના જનક એવા શરીરને બનાવે છે અને જ્યારે ચેતના ભવાન્તરમાં જવાની ઈચ્છાવાળી થાય, ત્યારે શરીરને છોડી દે છે. તે શરીર ચેતના વડે અધિષ્ઠિત ગમનાદિ ચેષ્ટાને કરે છે અને જ્યારે તે ચેતનાથી વિયુક્ત થાય છે ત્યારે લાકડાની માફક સ્થિર થઈ જાય છે. આમ અન્વય-વ્યતિરેક પ્રાપ્ત થતાં હોવાના કારણે જીવ દ્વારા જ આ શરીર બનાવાયું છે, પરંતુ શરીર દ્વારા કાંઈ જીવની નિષ્પત્તિ થતી નથી. – સિપ્રેક્ષ[0 (४१८) उत्कालयन्तीति । कल-पिल-डिप क्षेपे चुरादावदन्तः, अधिकीकुर्वन्तीत्यर्थः ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408