Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
न्यायावतार - श्लो० ३१ सिकतादयस्तैलादिकरणे व्याप्रियेरन् ।
२८९. किं च तत्समुदायमात्रसाध्यं वा चैतन्यं स्यात, विशिष्टतत्परिणामसाध्यं वा? 'न तावदाद्या क्लृप्तिः, इलाजलानलानिलनभस्तलमीलनेऽपि चेतनानुपलब्धेः । द्वितीयविक्लृप्तौ पुनः किं वैशिष्ट्यमिति वाच्यम् । कायाकारपरिणाम इति चेत्, स तर्हि सर्वदा कस्मान्न भवति? कुतश्चिद्धत्वन्तरापेक्षणादिति चेत्, तत्तर्हि हेत्वन्तरं भवान्तरायातजीवचैतन्यमित्यनुमिमीमहे,
–૦ન્યાયરશ્મિ – ભૂતો ચેતનાને ઉત્પન્ન કરે છે, તે પણ યોગ્ય નથી, કારણ કે નિચેતન એવા ભૂતો ચૈતન્યથી અત્યંત વિલક્ષણ હોવાના કારણે ચૈતન્યને ઉત્પન્ન કરી શકતા નથી. જો અત્યંત વિલક્ષણ વસ્તુ પણ તે કાર્યને કરી શકતી હોય, તો પછી રેતીમાંથી પણ તેલની પ્રાપ્તિ થવી જોઈએ. અહીં અભિપ્રાય આ પ્રમાણે છે- “ભૂતો વડે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે આનો અર્થ એ જ થયો, કે ભૂતો જ ચૈતન્યરૂપે પરિણત થાય છે, માટે પરિણામ જ ઉત્પત્તિના અર્થ તરીકે તમને અભિપ્રેત છે. વસ્તુ અત્યંત વિલક્ષણ હોય તેમાં પરિણામપણું ઘટી શકતું નથી. તે તો સર્વને પ્રત્યક્ષસિદ્ધ છે. દોરામાંથી કાંઈ ઘડો ન બને અને માટીમાંથી કાંઈ કપડું ન બને તો પણ આ વિષયમાં અત્યંત ભ્રમ હોવાના કારણે તેને દૂર કરવા માટે અહીં અનુમાન પ્રસ્તુત કરાય છે -
૦ અનુમાન દ્વારા ભૂતચેતન્યનો નિરાસ ૦. चैतन्यं विजातीयपरिणामो न भवति, उत्पत्तिमत्त्वात् ।
ચૈતન્ય વિજાતીય પદાર્થના પરિણામરૂપ થઈ શકતો નથી, કારણ કે તે ઉત્પત્તિમાનું છે. જે જે ઉત્પત્તિમાનું હોય છે તે તે વિજાતીયના પરિણામ હોતા નથી. જેમકે માટી સ્વરૂપથી સજાતીય એવા મૃદુપિંડના પરિણામરૂપ ઘટ. આ ચૈતન્યપણ ઉત્પત્તિવાળું છે, તેથી તે વિજાતીય વસ્તુના પરિણામ સ્વરૂપ ન થઈ શકે. ઉત્પત્તિમત્ત્વ તે સજાતીય પરિણામથી વ્યાપ્ત છે, એટલે જ્યાં જ્યાં ઉત્પત્તિમત્ત્વ છે ત્યાં ત્યાં સજાતીય પરિણામ છે. આ સજાતીય પરિણામથી વિજાતીય પરિણામ વિરૂદ્ધ છે. તેથી ઉત્પત્તિમત્ત્વ પોતાના વ્યાપકથી વિરૂદ્ધ એવા વિજાતીય પરિણામથી નિવૃત્ત થતાં સજાતીય પરિણામમાં રહે છે. તેથી આ વિરુદ્ધવ્યાપકોપલબ્ધિ સ્વરૂપ હેતુ અહીં જાણવો. અથવા તો સજાતીય પરિણામને સાધ્યરૂપે રાખીને, અનુમાન આ પ્રમાણે થશે- ચૈતન્ય સનાતીયવIRપરિણામરુપ, ઉત્પત્તિજ્વાત્ ચૈતન્ય સજાતીય કારણનો પરિણામ છે. ઉત્પત્તિમાનું હોવાથી, જે ઉત્પત્તિમાનું હોય છે તે સજાતીય કારણના પરિણામરૂપ હોય છે જેમ કે માટીના પરિણામરૂપ ઘટ, તે પ્રમાણે ચૈતન્ય પણ સજાતીયના પરિણામરૂપ છે. આ રીતે નિચેતન ભૂતો ચેતનને ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્તિ કરે, તે યોગ્ય નથી, એ નિશ્ચિત થયું.
(૨૮૯) વળી આ ચૈતન્ય તે શું (૧) ભૂતના સમુદાય માત્રથી ઉત્પન્ન થાય છે કે (૨) ભૂતના કોઈ વિશિષ્ટપરિણામથી ઉત્પન્ન થાય છે ? તેમાં પહેલો પક્ષ તે સ્વીકારવા યોગ્ય નથી, કારણ કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચભૂતો ભેગા થઈ જાય તો પણ ચેતનાની ઉપલબ્ધિ થતી નથી. જો વિશિષ્ટ પરિણામથી ઉત્પન્ન થાય, એમ બીજો પક્ષ સ્વીકારો, તો પછી તેમાં કયું વૈશિસ્ત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408