Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 371
________________ ન્યાયાવતાર - પત્નો રૂલ 'રૂર છે द्वितीयदिवसादिस्तनाभिलाषवत् । तदिदमनुमानमाद्यस्तनाभिलाषस्याभिलाषान्तरपूर्वकत्वमनुमापर्यंदापत्त्या परलोकयायिजीवमाक्षिपति, तज्जन्मन्यभिलाषान्तराभावात्, ४२७ एवमन्यदप्युदाहार्यमित्यास्तां तावत् । तदयं स्वपरप्रकाशः कर्ता भोक्ता नित्यानित्यात्मको भूतविलक्षणः –૦ન્યાયરશ્મિ - તે અભિલાષ સ્વરૂપ છે, બીજા દિવસના સ્તનપાનની જેમ. આ અનુમાન આદ્યસ્તનપાનની અભિલાષા અન્યાભિલાષપૂર્વક હોય છે એમ જણાવતા અર્થપત્તિથી પરલોકમાંથી આવેલા જીવની સિદ્ધિ કરે છે, કારણ કે તે ભવમાં તો અન્યાભિલાષ છે નહીં. અર્થપત્તિની પ્રવૃત્તિ આ પ્રમાણે જાણવી - જેમ હાથમાં રહેલ અગ્નિના સંયોગથી પ્રત્યક્ષથી દેખાતા એવા ફોડલા દ્વારા અગ્નિની બાળવાની શક્તિની કલ્પના કરાય છે, તે જ પ્રકારે આ અનુમાન દ્વારા અનુમાન કરતાં જન્મના આદ્યસ્તાનપાનની અભિલાષાની પૂર્વની અભિલાષા, ચેતનવાનું જીવ વિના ઉત્પન્ન થઈ શકતી નથી, અન્યથા તો કમળ વગેરે પદાર્થોને પણ તે અભિલાષા પ્રગટવી જોઈએ. આમ પરલોકથી આવેલા ચેતનવાનું જીવની સિદ્ધિ થાય છે. જીવને સિદ્ધ કરનાર અન્ય પણ અનુમાનો વિદ્યમાન છે. જેમકે નીવચ્છરીરમ્ સર્ભિવમ્, પ્રવિમર્ત્તી/ જીવતું શરીર, આત્માથી યુક્ત છે, કારણ કે પ્રાણાદિવાળું છે. જે નિરાત્મક હોય તે પ્રાણાદિવાળો પણ હોતો નથી, જેમકે કે ઘટાદિ. જીવતું શરીર પ્રાણાદિવાળું છે, તેથી તે સાત્મક પણ છે. ઈત્યાદિ દ્વારા આત્માની સિદ્ધિ થાય છે. તેથી આત્મા, તે પ્રમાતા, સ્વ-પર પ્રકાશક, કર્તા, સાક્ષાત્ ભોક્તા, નિત્યાનિત્યાત્મક તથા પાંચભૂતોથી વિલક્ષણ છે. વળી સાક્ષાત્કાર કરાયેલા પોતાના અમુક પર્યાય વડે અનુમિત કરાયા છે અનાદિ-અનંત કાળભાવી પોતાના અનંત પર્યાયો જેના વડે, તેવો જીવ છે. પોતાના વડે પ્રત્યક્ષ કરાયેલા અમુક પર્યાયો તે સત્ત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ, ચિરૂપત્ર વગેરે છે. આના દ્વારા અનુમાન કરાય છે. વર્તમાનમાં રહેલ આત્માના પર્યાય, તે તે જ આત્માના અન્ય પર્યાયપૂર્વક છે, કારણ કે પૂર્વપર્યાયાન્તર વિના વર્તમાનપર્યાયની ઉત્પત્તિ થઈ શકતી નથી. જેના વિના જે વસ્તુની ઉત્પત્તિ ન થતી હોય તે વસ્તુ તપૂર્વક કહેવાય છે. જેમ બીજ વિના ઉત્પન્ન ન થતાં અંકુરાને બીજપૂર્વક કહેવાય છે. તેમ પૂર્વપર્યાય વિના આત્માના વર્તમાન પર્યાયની ઉત્પત્તિ થતી નથી, તેથી તે પણ તપૂર્વક કહેવાય છે. જો આમ સ્વીકારવામાં ન આવે તો પછી વર્તમાનપર્યાય નિર્દેતુક માનવાની આપત્તિ આવશે. તેથી પૂર્વપર્યાયથી યુક્ત એવા આત્માને સ્વીકારવો જ જોઈએ. તે જ પ્રમાણે વર્તમાન પર્યાય પણ પર્યાયાન્તરને ઉત્પન્ન કરે છે, કેમ કે તે વસ્તુ છે. જે જે વસ્તુ હોય છે તે તે પર્યાયાન્તરને ઉત્પન્ન કરનાર હોય છે. જેમકે ઘટ તે વસ્તુ છે તો તે કપાલ સ્વરૂપ પર્યાયાન્તરને –૦૫ર્થસંપ્રેક્ષા— ___ (४२६) अर्थापत्त्येति । यथा करतलाग्निसंयोगात् स्फोटः प्रत्यक्षेणोपलक्ष्यमाणो वह्नाहिकां शक्तिमुपकल्पयतीति, एवमेतस्मादनुमानादनुमीयमानो जन्माद्यस्तनाभिलाषात् प्राचीनोऽभिलाषश्चेतनावन्तमन्तरेणनोपपद्यते, स्तम्भकुम्भाम्भोरुहादेरपि प्रसङ्गात् । यश्चेतनावान् स परलोकयायी जीव इति । (४२७) एवमन्यदप्युदाहार्यमिति । सात्मकं जीवच्छरीरम्, प्राणादिमत्त्वात्, यत् पुनर्निरात्मकं न तत् प्राणादिमत् यथा कुम्भः, प्राणादिमच्च जीवच्छरीरम्, तस्मात् सात्मकमिति । For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408