________________
३०२
२६९. ननु च यद्येकैकधर्मसमर्थनपरायणाः शेषधर्मतिरस्कारकारिणोऽभिप्राया दुर्नयतां प्रतिपद्यन्ते, तदा वचनमप्येकधर्मकथनद्वारेण प्रवर्तमानं ३९६ सावधारणत्वाच्च शेषधर्मप्रतिक्षेपकारि अलीकमापद्यते, ततश्चानन्तधर्माध्यासितवस्तुसंदर्शकमेव वचनं यथावस्थितार्थप्रतिपादकत्वात्सत्यम्, न चैवं वचनप्रवृत्तिः, घटोऽयं शुक्लो मूर्त इत्याद्येकैकधर्मप्रतिपादननिष्ठतया व्यवहारे शब्दप्रयोगदर्शनात्, सर्वधर्माणां यौगपद्येन वक्तुमशक्यत्वात्, तदभिधायकानामप्यानन्त्यात्। न चैकैकधर्मसंदर्शकत्वेऽप्यमूनि वचनान्यलीकानि वक्तुं पार्यन्ते, समस्तशाब्दव्यवहारोच्छेदप्रसङ्गात्, तदलीकत्वे ततः प्रवृत्त्यसिद्धेरिति ।
२७०. अत्रोच्यते, इह तावद् द्वये वस्तुप्रतिपादकाः, लौकिकास्तत्त्वचिन्तकाश्च । तत्र प्रत्यक्षादिप्रसिद्धमर्थमर्थित्ववशाल्लौकिकास्तावद् मध्यस्थभावेन व्यवहारकाले व्यपदिशन्ति
ન્યાયરશ્મિ –
૨૬૯ - પ્રશ્ન – એક એક ધર્મને સમર્થન ક૨વામાં પરાયણ અને શેષ ધર્મોને તિરસ્કાર કરનાર
અભિપ્રાય જો દુર્રયપણાને પ્રાપ્ત કરતો હોય, તો પછી આ સંસારમાં જેટલા પણ વચનોની પ્રવૃત્તિ
થાય છે તે પણ એક ધર્મને કહેતા હોવાથી અને અવધારણ સહિત હોવાથી શેષધર્મના ખંડન કરનાર છે, તેથી તે વચનો પણ ખોટા થઈ જશે. અનંતધર્માત્મક વસ્તુને જણાવનાર વચનો જ યથાવ્યવસ્થિત અર્થના પ્રતિપાદક હોવાના કારણે સાચા કહેવાશે, પરંતુ અનંતધર્માત્મક વસ્તુને કહેનારા વચનોની પ્રવૃત્તિ થતી તો દેખાતી નથી. માત્ર આ ઘટ છે, મૂર્ત છે, શ્યામ છે, શુક્લ છે, એમ એક-એક ધર્મને પ્રતિપાદન કરનારા જ શબ્દ વ્યવહારમાં પ્રયોગ થતાં દેખાય છે. એક સાથે એક વસ્તુમાં રહેલા અનંતા ધર્મો કહી શકાતા નથી અને તે ધર્મોને કહેનારા વચનો પણ અનંત હોવાથી, બધા એક સાથે બોલી શકાતા નથી, કારણ કે વચનની પ્રવૃત્તિ ક્રમપૂર્વક થાય છે. આ જે એક એક ધર્મોને જણાવનારા વચનો છે, તેને ખોટા કહેવા યોગ્ય નથી. જો તે વચનોને ખોટા કહેવામાં આવે તો સમસ્ત શબ્દ વ્યવહા૨નો ઉચ્છેદ થઈ જશે, કારણ કે તે ખોટા હોય તો પછી તેનાથી સાધ્ય પ્રવૃત્તિ વગેરેનો પણ અભાવ થઈ જશે, માટે એક ધર્મને સ્વીકારતા અભિપ્રાયને દુર્નય વગેરે કહેવું તે યોગ્ય નથી.
न्यायावतार
૦ ૨૭૦ ...લૌકિક પુરુષોને આશ્રયીને શાબ્દ વ્યવહારની ઉપપત્તિ. O
ઉત્તર - પહેલા એક વાત જાણી લો, કે આ જગતમાં વસ્તુને પ્રતિપાદન કરનારા બે પ્રકારના વ્યક્તિઓ છે (૧) લૌકિક અને (૨) તત્ત્વચિંતકો. તેમાં જે લૌકિક પુરુષો છે, તે પ્રત્યક્ષાદિ પ્રમાણો દ્વારા પ્રસિદ્ધ અનંતધર્માત્મક પદાર્થને વિષે પોતાને જે અંશને જાણવાની ઈચ્છા હોય, પ્રયોજન હોય, તે અંશને મુખ્ય કરીને, અન્યધર્મોને તિરસ્કાર કર્યા વગર, મધ્યસ્થપણાથી વ્યવહારકાળમાં ‘આ નીલકમળ સુગંધી અને કોમળ છે' આ પ્રમાણે વચન પ્રયોગ કરતા, તે ધર્મીમાં રહેલા અન્ય ધર્મોના
-૦૬ર્થસંપ્રેક્ષ–
(રૂ૧૬) સાવધારળત્વા—તિ । "સર્વ વાળ્યું સાવધારાન્" - રૂતિ ન્યાયાત્ |
-0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org