Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
८३१४
न्यायावतार
तत्करणे च तस्यावस्थानमेव स्यान्न प्रलयः । तन्न अविनश्वरस्वभावानां पश्चात् कथंचिदपि विनाशः कर्तुं शक्यः, `विनश्वरस्वभावानां पुनः स्वहेतुबलायातत्वात् प्रागपि प्रतिक्षणभावी न कारणान्तरापेक्षः, स्वभावस्य नियतरूपत्वात्, तस्मात् प्राणिति अद्यापि प्रतिक्षणविलय इति ।
२७९. अत्रोच्यते-सत्यमेतत् किं तु यथा विनाशकारणायोगात् प्रतिक्षणभावीति नाशो भवद्भिः प्रतिपद्यते, ४११ तथैव स्थित्युत्पत्ती प्रतिक्षणभाविन्यौ किं न प्रतिपद्येते, तद्धेतूनामपि विचार्यमाणानामयोगात् । तथा हि-स्थितिहेतुना तावत्स्वयमस्थिरस्वभावा भावाः स्थाप्येरन् `स्थिरस्वभावा वा । न तावत्प्रथमः पक्षः क्षोदं क्षमते, स्वभावस्यान्यथा कर्तुमशक्यत्वात्, तस्य प्रतिनियतरूपत्वात्, चेतनाचेतनस्वभाववत्, अन्यथा स्वभावताहानेः । द्वितीयपक्षे पुनः ન્યાયરશ્મિ
છે, એમ સ્વીકારવું યોગ્ય નથી.
ન
હવે જો તે પદાર્થો વિનાશ થવાના સ્વભાવવાળા જ પોતાના કારણો દ્વારા ઉત્પન્ન થયેલા છે તો પછી તે વિનાશ દરેક ક્ષણે થવો જોઈએ, તેના વિનાશ માટે કારણાન્તરની અપેક્ષા ન હોવી જોઈએ, કારણ કે તેનો વિનશ્વર સ્વભાવ તો હંમેશા માટે રહેવાનો જ છે, તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. તેથી પદાર્થોના નાશ માટે કોઈપણ કારણ સામગ્રીની અપેક્ષા રહેતી નથી. દરેક ક્ષણે-ક્ષણે તે પદાર્થ પોતાના સ્વભાવથી નાશ પામે છે. આમ નિત્ય એવો કોઈપણ આત્મા આ જગતમાં વિદ્યમાન નથી એમ સિદ્ધ થાય છે. ઇતિ બૌદ્ધ પૂર્વપક્ષ
૦ બૌદ્ધ પ્રદર્શિત આત્મ ક્ષણિકતાનું ખંડન - ઉત્તરપક્ષ O
(૨૭૯) બૌદ્ધ દ્વારા કરાયેલા પૂર્વપક્ષનું ખંડન હવે કરાય છેઃ- તમે જે આ પ્રમાણે કહ્યું કે → વિનાશના કારણોનો અભાવ હોવાના કારણે પ્રતિક્ષણ તે પદાર્થનો નાશ થાય છે – આ વાત તમારી એકદમ સાચી છે, પરંતુ જેમ વિનાશનું કોઈ કારણ ન હોવાના કારણે દરેક ક્ષણે પદાર્થનો વિનાશ થાય છે તેમ તમે સ્વીકારો છો, તે જ પ્રમાણે સ્થિતિ અને ઉત્પત્તિને કરનાર એવી સામગ્રી પણ બુદ્ધિથી વિચાર કરતા ઘટતી ન હોવાના કારણે ઉત્પત્તિ અને સ્થિતિ પણ દરેક ક્ષણે થાય છે, એમ શા માટે સ્વીકાર કરતા નથી. તેની ભાવના આ પ્રમાણે જાણવીઃ- સ્થિતિના કારણો વડે શું (૧) પોતે અસ્થિરસ્વભાવવાળા પદાર્થોને સ્થાપન કરાય છે કે (૨) સ્થિર સ્વભાવવાળા પદાર્થોને સ્થાપન કરાય છે. જો પહેલો પક્ષ સ્વીકાર કરો, તો તે અમારા તર્કોને સહન કરવા માટે સમર્થ નથી. તે પદાર્થ પોતે અસ્થિર સ્વભાવવાળો હોય, તો પછી હજારો કારણો આવી જાય તો પણ તેને સ્થિર ન કરી શકે, કેમ કે સ્વભાવને બદલવાની તાકાત કોઈની પાસે નથી. જેમ ચેતન અને અચેતનનો પોતાનો સ્વભાવ. જો
-अर्थसंप्रेक्षण:
(४११) तथैवेति । स्थित्युत्पत्त्योः प्रतिक्षणभावित्वं बौद्धस्याभीष्टमेव परं तथैव निर्हेतुकत्वेनैवेत्यत्र साध्यम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408