________________
રૂ૦૧૧)
5૩૧૩
न्यायावतार - श्लो. २९ इति, न पुनरयं नियमो यथायमस्यैव वाचको नान्यस्य, ३९२देशकालपुरुषसंकेतादिविचित्रतया सर्वशब्दानामपरापरार्थाभिधायकत्वोपपत्तेः, अर्थानामप्यनन्तधर्मत्वादेवापरापरशब्दवाच्यत्वाविरोधात्, तथैवाविगानेण व्यवहारदर्शनात्, ३९तदनिष्टौ ३२५तल्लोपप्रसङ्गात् । तस्मात् सर्वध्वनयो योग्यतया सर्वार्थवाचकाः, देशक्षयोपशमाद्यपेक्षया तु क्वचित कथंचित प्रतीतिं जनयन्ति । ततश्च क्वचिदनपेक्षितव्युत्पत्तिनिमित्ता रूढितः प्रवर्तन्ते, क्वचित् सामान्यव्युत्पत्तिसापेक्षाः, क्वचित्तत्कालवर्तिव्युत्पत्तिनिमित्तापेक्षयेति न तत्र प्रामाणिकेन नियतार्थाग्रहो विधेयः । अतोऽमी शब्दादयो यदा इतरेतराभिमतशब्दार्थोपेक्षया स्वाभिमतशब्दार्थं दर्शयन्ति, तदा नयाः, तस्यापि तत्र भावात् । परस्परबाधया प्रवर्तमानाः पुनर्दुर्नयरूपतां भजन्ति, निरालम्बनत्वादिति ।
–૦નાયરશ્મિ – એક જ શબ્દ તે ભિન્ન ભિન્ન દેશ, કાળ, પુરુષના સંકેતને અનુસરીને ભિન્ન-ભિન્ન અર્થને જણાવનાર બને છે. જેમકે ચોર શબ્દ ગુજરાતમાં ચોરી કરનાર માટે વપરાય છે અને તે જ દક્ષિણના લોકો માટે ભાત' માટે વપરાય છે. કર્કટી શબ્દ માલવિકાદિમાં ફળ વિશેષમાં રૂઢ છે અને તે જ ગુજરાતમાં યોનિ અર્થમાં રૂઢ છે ઇત્યાદિ.
તથા સમસ્ત પદાર્થો અનંત ધર્મોથી યુક્ત હોવાના કારણે ભિન્ન ભિન્ન શબ્દો દ્વારા વાચ્ય બને એમાં કોઈ વિરોધ નથી. તે રૂપે જ વિવાદ વગર સર્વ ઠેકાણે (ઘોડાને કોઈ ઘોડો કહે કોઈ તેને જ અશ્વ પણ કહે છે.... વિગેરે) વ્યવહાર થતો દેખાય છે. જો તમે ભિન્ન-ભિન્ન શબ્દો દ્વારા આ પદાર્થ વાચ્ય છે એમ ન સ્વીકારો તો પછી આ વ્યવહારનો વિલોપ થવાની આપત્તિ આવે. તેથી નિષ્કર્ષ રૂપે એમ જ સ્વીકારવું જોઈએ, કે બધા શબ્દો યોગ્યતાની અપેક્ષાએ સર્વ અર્થને જણાવવાના સ્વભાવવાળા છે. દેશ-કાળ-ક્ષયોપશમ વગેરેની અપેક્ષાએ કોઈક જ શબ્દ કેટલાક જ પદાર્થોની પ્રતીતિને ઉત્પન્ન કરાવી શકે છે. આવી પરિસ્થિતિ હોવાથી કેટલાક શબ્દો વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વગર માત્ર રૂઢિથી પ્રવર્તે છે, કેટલાક શબ્દો સામાન્ય વ્યુત્પત્તિને સાપેક્ષ રહીને પ્રવર્તે છે, વળી કેટલાક શબ્દો તે કાળમાં રહેલા વ્યુત્પત્તિ નિમિત્તને સાપેક્ષ રહીને પ્રવર્તે છે. તેથી પ્રામાણિક પુરુષોએ શબ્દ નિયત અર્થને જ ગ્રહણ કરનાર છે એમ આગ્રહ ન રાખવો જોઈએ. માટે આ શબ્દ વગેરે અભિપ્રાયો જ્યારે એક-બીજાને અભિમત શબ્દાર્થની અપેક્ષાએ પોતાના અભિમત એવા શબ્દાર્થને જણાવે ત્યારે તે નય કહેવાય છે, કારણ કે તે અર્થ પણ તે શબ્દમાં છે જ, પરંતુ જ્યારે એક-બીજાના ખંડન પૂર્વક આ અભિપ્રાયો પ્રવર્તે છે ત્યારે તે દુર્નયપણાને પ્રાપ્ત કરે છે, કારણ કે એવો કોઈ વિષય જ હાજર નથી.
–૦૫ર્થસપ્રેક્ષા(३९२) देशकालेति । देशकालपुरुषेषु संकेत आदिर्येषां प्रस्तावादीनां ते तथा, तेषां विचित्रता, तया । तथा हि-कर्कटीशब्दो मालवकादौ फलविशेषे रूढः, गुर्जरादौ तु योन्यामिति । एवं कालादावपि द्रष्टव्यम् । (३९३) अविगानेनेति । विगानं वचनीयता विप्रतिपत्तिरिति यावत् । (३९४) तदनिष्टाविति । तस्य शब्दानामपरापरार्थाभिधायकत्वस्य, अर्थानां त्वपरापरशब्दाभिधेयत्वस्य । (३९५) तल्लोपः व्यवहारलोपः।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org