Book Title: Nyayavatara
Author(s): Saumyangratnavijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 348
________________ ર૬ न्यायावतार 10 भूषितया सावधारणया वाचा दर्शयन्ति स्यादस्त्येव जीवः इत्यादिकया, अतोऽयं स्याच्छब्दसंसूचिताभ्यन्तरीभूतानन्तधर्मकस्य साक्षादुपन्यस्तजीवशब्दक्रियाभ्यां प्रधानीकृतात्मभावस्यावधारणव्यवच्छिन्नतदसंभवस्य वस्तुनः संदर्शकत्वात् सकलादेश इत्युच्यते, प्रमाणप्रतिपन्नसंपूर्णार्थकथनमिति यावत् । तदुक्तम् सा ज्ञेयविशेषगतिर्नयप्रमाणात्मिका भवेत्तत्र । ___सकलग्राहि तु मानं विकलग्राही नयो ज्ञेयः ।। २७२. तदिदमुक्तं भवति-नयप्रमाणाभिज्ञः स्याद्वादी सकलविकलादेशावधिकृत्य वस्तुस्वरूपप्रतिपिपादयिषया यद्यद् ब्रूते तत्तत् सत्यम्, संभवदर्थगोचरत्वात् । दुर्नयमतावलम्बिनः पुनरेकान्तवादिनो यद्यदाचक्षते तत्तदलीकम्, असंभवदर्थविषयत्वादिति ।। २९ ।। २७३. सांप्रतममुमेवार्थं द्रढयन् सिद्धान्तेऽप्येकैकनयमतप्रवृत्तानि सूत्राणि न संपूर्णार्थाभिधायका –૦ન્યાયરશ્મિ – જણાવનાર, કથંચિદ્રના પર્યાયવાચી એવા “સ્યા’ શબ્દથી વિભૂષિત અવધારણ સહિત એવા વચન વડે જણાવે છે “ચાત્યેવ નીવા” આ વચનને સકલાદેશ કહેવાય છે, કારણ કે આ વચનમાં એવી વસ્તુ દેખાડાય છે જેમાં ગૌણ રૂપે અનંત ધર્મો “ચાત્' શબ્દ દ્વારા સૂચિત કરાયા છે અને સાક્ષાત્ રૂપે ઉપન્યાસ કરાયેલા “જીવ” શબ્દ અને “અસ્તિ' ક્રિયાપદ વડે તેનું સ્વરૂપ પ્રધાનવડે જણાવાયેલ છે તથા એવ' રૂપ અવધારણ દ્વારા અસ્તિત્વના) અસંભવનો વ્યવચ્છેદ કરાયેલ છે. તેથી આ વચન, પ્રમાણ વડે જણાયેલ વસ્તુને સંપૂર્ણપણે જણાવનાર હોવાથી સકલાદેશ કહેવાય છે. તેથી જ આ પ્રમાણે કહેવાયેલ છે કે “ય વિશેષનું જે જ્ઞાન થશે, તે કાં તો નયાત્મક હશે અથવા પ્રમાણાત્મક હશે. આમાંથી સકલને ગ્રહણ કરનાર જે હોય તે પ્રમાણ અને વિકલને ગ્રહણ કરનાર જે હોય તે નય જાણવો જોઈએ, ૨૭ર આ ગાથાનો સંપૂર્ણ નિષ્કર્ષ આ પ્રમાણે છે - નય અને પ્રમાણને જાણનાર એવા સ્યાદ્વાદી સકલાદેશ અને વિકલાદેશને આશ્રયીને વસ્તુના સ્વરૂપને પ્રતિપાદન કરવાની ઈચ્છાથી જે જે વચનોને બોલે છે તે તે વચનો સાચા છે, કારણ કે સંભવિત એવા પદાર્થને તેઓએ વિષય કર્યા છે અને એની સામે દુર્નયમતનું આલંબન લેનારા એકાન્તવાદીઓ જે કોઈપણ વચનોને બોલે છે તે સર્વ વચનો ખોટા જાણવા, કારણ કે તેમના વડે સ્વીકાર કરાયેલ વચનનો વિષયભૂત પદાર્થ આ જગતમાં સંભવિત જ નથી. આ પ્રમાણે અનેકાન્તવાદ, નય, દુર્નયની વ્યવસ્થા કરનારું આ કાવ્ય સમાપ્ત થયું (૨૯) ૦ ૨૭૩. અપેક્ષઓએ શ્રુતના ત્રણ ભેદ. ૦ આ ઉપર કહેલા પદાર્થને જ દઢ કરતા જણાવે છે, કે શાસ્ત્રમાં પણ એક-એક નયના કારણે પ્રવૃત્ત થયેલા સૂત્રો તે સંપૂર્ણ પદાર્થને કહેનારા નથી, પરંતુ તેના સમુદાયના અભિપ્રાયથી પ્રવૃત્ત થયેલ સૂત્ર હોય, તે જ સંપૂર્ણ વસ્તુને જણાવનાર છે, એમ નિવેદન કરતા જણાવે છે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408