________________
૧૭
)
न्यायावतार - श्लो. २० सत्त्वानुग्रहपरत्वादस्य यद्यपि साक्षाल्लक्षणं नोक्तम्, तथाप्यत एव प्रतिपादितावयवत्रयाद् बुद्धिमद्भिरुन्नेयम्; यतोऽवयवापेक्षया जघन्यमध्यमोत्कृष्टास्तिस्रः कथा भवन्ति । तत्र हेतुप्रतिपादनमात्रं जघन्या । याद्यवयवनिवेदनं मध्यमा | संपूर्णदशावयवकथनमुत्कृष्टा । तत्रेह मध्यमायाः साक्षात् कथनेन जघन्योत्कृष्टे अर्थतः सूचयति, तत्सद्भावस्य प्रमाणसिद्धत्वादिति || ૨૦ || ___ १६५. एवं पक्षादिलक्षणं प्रतिपाद्येदानी हेयज्ञाने सत्युपादेयं विविक्ततरं वेद्यते इति २४३तदव्युदस्ता: पक्षहेतुदृष्टान्ताभासा वक्तव्याः । तत्र तावत् पक्षलक्षणव्युदस्तान् पक्षाभासानाह
–૦ન્યાયરશ્મિ - દૃષ્ટાંત, આ ત્રણ અવયવોના જ લક્ષણ જણાવ્યા છે, એના સિવાય અન્ય અવયવોના લક્ષણ સાક્ષાત્ રૂપે કહ્યા નથી, કારણ કે સંક્ષિપ્તરુચિવાળા જીવોને અનુગ્રહ કરવા માટે આ પ્રકરણની રચના કરાઈ છે, તો પણ પ્રતિપાદિત કરાયેલા ત્રણ અવયવો દ્વારા, બુદ્ધિશાળી પુરુષોએ શેષ અવયવોના લક્ષણો પણ જાણવા યોગ્ય છે.
આ અવયવોની અપેક્ષાએ જ વાદકથા ત્રણ પ્રકારની કહેવાયેલી છે (૧) જઘન્ય (૨) મધ્યમ અને (૩) ઉત્કૃષ્ટ. તેમાં અતિવ્યુત્પન્ન બુદ્ધિવાળા પુરુષોને આશ્રયીને હેતુનું જ માત્ર જેમાં પ્રતિપાદન હોય તે જઘન્ય કથા, બે થી માંડીને નવ અવયવો પર્યત પ્રતિપાદન કરનારી મધ્યમ કથા અને સંપૂર્ણ દશાવયવોને કહેનારી ઉત્કૃષ્ટ કથા છે. અહીં પ્રકરણમાં ત્રણ અવયવરૂપ મધ્યમ કથાને સાક્ષાત્ રૂપે કહી છે, અને જઘન્ય-ઉત્કૃષ્ટ કથા અર્થથી સૂચિત કરી છે. તેનો સદૂભાવ તો પ્રમાણ સિદ્ધ જ છે. ઉપનય વગેરેનું લક્ષણ પૂર્વમહર્ષિઓએ આ પ્રમાણે જણાવેલ છે. હેતુનું સાધ્ય વિશિષ્ટ એવા પક્ષમાં ઉપસંહાર = કથન કરવું તેને ઉપનય” કહેવાય. સાધ્યધર્મનું સાધ્યધર્મવિશિષ્ટ એવા પક્ષમાં ઉપસંહાર કરવો તેને નિગમન' કહેવાય. તથા આ પક્ષાદિ વિષયક જે પણ વિપરીત બોધ હોય, તેના નિરાકરણ પૂર્વક યથાવસ્થિત સ્વરૂપને જણાવવું, તે પક્ષાદિ વિષયક પાંચ શુદ્ધિ જાણવી આમ ઉત્કૃષ્ટથી દશાવયવ દ્વારા અતિમન્દ બુદ્ધિવાળા જીવને, હેતુ દ્વારા સાધ્યનો બોધ થાય છે. આનો વિસ્તાર રત્નાકરાવતારિકા વિ.થી જાણવો. (૨૦)
૦ (૧૯૫) પક્ષાભાસનું લક્ષણ છે. આ પ્રમાણે પક્ષ, હેતુ, દૃષ્ટાંતના લક્ષણોનું પ્રતિપાદન કર્યું. હવે હેયજ્ઞાન હોય તો જ ઉપાદેય તેનાથી અત્યંત ભિન્ન રૂપે જણાય, જેમકે, સામે રહેલા પદાર્થનો પુરુષરૂપે ત્યારે સ્પષ્ટ બોધ થઈ શકે,
-अर्थसंप्रेक्षण(२४३) तद्व्युदस्ता इति । पक्षादिलक्षणरहिताः ।
–શાસ્ત્રસંનો— प्रति हेतुरेव प्रयोज्यः। यस्य तु नाद्यापि पक्षनिर्णयः, तं प्रति पक्षोऽपि। यस्तु प्रतिबन्धग्राहिण: प्रमाणस्य न स्मरति, तं प्रति दृष्टान्तोऽपि। यस्तु दान्तिके हेतुं योजयितुं न जानीते, तं प्रत्युपनयोऽपि। एवमपि साकाक्षं प्रति च निगमनम्। पक्षादिस्वरूपविप्रतिपत्तिमन्तं प्रति च पक्षशुद्ध्यादिकमपीति सोऽयं दशावयवो हेतुः पर्यवस्यति" जैनतर्कभाषा ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org