________________
ર૦
न्यायावतार
HO
समूहनिराकरणक्षमत्वात्, अबाधितप्रतिभासेषु सर्वत्र तेषां तथैव प्रतिभासनात्, अन्यथा प्रतिभासमानानामन्यथा परिकल्पने २८२दृष्टहान्यदृष्टपरिकल्पना-द्वारेणासमञ्जसप्राप्तेः, तथा च ब्रह्माद्वैतशून्यवादादयः सिद्धिमश्नुवीरन्, विशेषाभावादिति ।।
१९६. एतेनास्य हेतोः कापिला अप्यसिद्धतादिदोषमभिधित्सवो मौक्यमानीता: । तथा हि-अन्तरेकं संवेदनमपरापरहर्षविषादाद्यनन्तधर्मविवर्ताक्रान्तरूपं बहिश्च घटादिकमर्थं नवपुराणादिवर्तुलपार्थिवत्वाद्यनेकस्वभावावष्टब्धशरीरं साक्षाल्लक्षयन्तः कथं तद्विपरीतकथने प्रवर्तेरन्, प्रकृतिपुरुषात्मकं द्रव्यमेवैकं तात्त्विकम्, पर्यायभ्रान्तिजनकः पुनर्विवर्तोऽपारमार्थिक इति चेन्न, द्वयोरपि सर्वप्रमाणेषु प्रकाशमानयोरबाधितयोः सर्वव्यवहारनिबन्धनयोः
–૦નાયરશ્મિ - જશે અને જો દૃષ્ટહાનિ અને અદૃષ્ટપરિકલ્પનાની આપત્તિને ઈષ્ટાપત્તિ રૂપે સ્વીકારતા હો, તો પછી બ્રહ્માદ્વૈત, જ્ઞાનાદ્વૈત, શૂન્યવાદ વગેરે દ્વારા જેઓ લોકમાં દષ્ટ એવા ઘટ-પટાદિનો અપલાપ કરે છે અને અદષ્ટએવા જ્ઞાન, બ્રહ્મ તથા શૂન્યાદ્વૈતનો સ્વીકાર કરે છે, તેનું પણ તમે ખંડન નહીં કરી શકો, કેમ કે દૃષ્ટહાનિ વગેરે તો ઉભયત્ર સમાન રૂપે રહેલ છે. તેથી તૈયાયિક - વૈશેષિક વાદીઓને કોઈપણ પદાર્થની સિદ્ધિ કરવા માટે અનેકાન્તવાદને સ્વીકાર્યા વિના છૂટકો નથી.
૦ (૧૯૬) સાંખ્ય પ્રતિપાદિત અસિદ્ધતાનું નિરાકરણ ૦ જેમ તૈયાયિક - વૈશેષિકોને અનેકાન્ત માન્યા વિના છૂટકો નથી, એમ કહેવા દ્વારા કપિલ ઋષિના અનુયાયી, સાંખ્ય દર્શનને સ્વીકાર કરવાવાળા જેઓ આ હેતુને વિષે અસિદ્ધતાનું ઉદ્ભાવન કરે છે, તેઓને પણ મૂકપણાને અમે પ્રાપ્ત કરાવ્યું છે, અર્થાત્ તેમનો પણ અનેકાન્ત સ્વીકાર કર્યા વિના ઉદ્ધાર થતો નથી. તે આ પ્રમાણે- આંતરિક જે એક સંવેદન છે, તે પણ ભિન્ન-ભિન્ન એવા હર્ષ, શોક, સુખ, દુઃખ, આનંદ વગેરે અનંતધર્મોના પર્યાયોથી યુક્ત છે, તે જ રીતે બાહ્ય ઘટ-પટાદિ તે પણ નવું,જુનું, ગોળ, માટીનું, સોનાનું વગેરે અનેક સ્વભાવથી યુક્ત સાક્ષાત્ પ્રત્યક્ષથી દેખવા છતાં, સાંખ્યદર્શનના અનુયાયીઓ તેનાથી વિપરીત કહેવા માટે કેવી રીતે ઉત્સાહ રાખી શકે છે ?
સાંખ્ય- પ્રકૃતિ-પુરુષાત્મક દ્રવ્ય જ તાત્ત્વિક = સાચું છે. પર્યાયની ભ્રાન્તિને ઉત્પન્ન કરનારા ફેરફાર (વિવર્ત) અપારમાર્થિક છે.
જેનઃ- સર્વ પ્રમાણમાં વિષય બનતા, અબાધિત સ્વરૂપે અનુભવાતા, સર્વ વ્યવહારના કારણભૂત એવા દ્રવ્ય અને પર્યાયમાં એકને સ્વીકારવું અને એકને નહીં, એવું પક્ષપાત વિના શક્ય નથી. જો તમારા દર્શન પ્રત્યે પક્ષપાત, કદાગ્રહ હોવાથી તમે માત્ર દ્રવ્યને સ્વીકાર કરીને પર્યાયનું ખંડન કરો
–૦૫ર્થસંપ્રેક્ષા– (२८२) दृष्टेत्यादि । संयोग्यादिभ्यः कथंचिद्भिन्नाः संयोगादय इति दृष्टम्, घटपटादिवदेकान्तभेदिनः संयोगादय इति स्वप्नेऽप्यदृष्टम्, तयोर्हानिपरिकल्पने त एव द्वारं तेन ।। ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org