________________
२८२
निरवयवस्य पूर्वव्यक्तित्यागवैकल्येन समुत्पित्सुव्यक्तिप्रतिगमनाभावात्, सावयवपक्षस्य पुनः प्रागेवापास्तत्वात्, नैतदभ्युपगमद्वारेण परिहारः श्रेयान् ।
२५१. ३६९अन्यच्च व्यतिरिक्तसामान्यसंबन्धाद् यदि भावाः समानाः, न स्वरूपेण, तदा ૩૭૦“सत्त्वसंबन्धात्प्राग् भावाः 'सन्तोऽसन्तो वा । 'सन्तश्चेदपार्थकः सत्तासंबन्धः, अन्यथानवस्था प्रसज्येत, पुनः सत्तान्तरसंबन्धानिवारणात् । असन्तश्चेदत्यन्तासतामपि गगनारविन्दादीनां सत्तासंबन्धात् भावरूपतापद्येत । एवं द्रव्यत्वगुणत्वकर्मत्वगोत्वादिसामान्येष्वपि समस्तमेतद्वाच्यम्, एक योगक्षेमत्वात्, तन्न परस्परमत्यन्तव्यतिरेकिणौ सामान्यविशेषौ कथंचन घटामाटीकेते । अत एव तत्समर्थनप्रवणस्तत्तादात्म्यप्रतिक्षेपकोऽभिप्रायो निरालम्बनत्वान्नैगमदुर्नयस्य
न्यायावतार
વન્યાયરશ્મિ –
સામાન્યના જોડાણ દ્વારા ઉત્પન્ન થતી બુદ્ધિ, વ્યવહાર, શબ્દ વગેરેનો અભાવ થઈ જશે, પરંતુ આ પ્રમાણે થતું તો દેખાતું નથી. નવા-નવા વિશેષોની ઉત્પત્તિ થયે છતે પણ, જૂના વિશેષમાં સામાન્ય વિષયક બુદ્ધિ, શબ્દ વ્યવહાર વગેરેની પ્રવૃત્તિ થાય જ છે. જો પૂર્વવ્યક્તિના ત્યાગ વિના નવા વિશેષોમાં સામાન્યનું જોડાણ થાય છે એમ બીજો પક્ષ સ્વીકારવામાં આવે, તો તે અસંબદ્ધ જ છે. સામાન્ય નિરવયવસ્વરૂપે તમારા વડે સ્વીકારાયેલ છે. તેથી પૂર્વવ્યક્તિનો જો ત્યાગ કરવામાં ન આવે, તો ઉત્પન્ન થવાવાળા એવા નવા વિશેષને પ્રત્યે ગમન થવું સંભવ જ નથી અને સાવયવ પક્ષનું પહેલા જ અમે ખંડન કરી દીધું છે, તેથી તેને સ્વીકારીને પરિહાર કરવો યોગ્ય નથી.
૦ ભિન્ન સામાન્યથી સમાનવ્યવહારમાં આપત્તિ ૦
(૨૫૧) વળી બીજી પણ આ આપત્તિ છે કે, ભિન્ન એવા સામાન્યના જોડાણથી પદાર્થો સમાન હોય, પરંતુ સ્વરૂપથી સમાન ન હોય, તો પછી સત્તાનું તે પદાર્થની સાથે જોડાણ થયું તેની પહેલા તે પદાર્થો (૧) સત્ હોય છે કે (૨) અસત્ હોય છે ? હવે જો સત્તાના જોડાણની પૂર્વે તે પદાર્થો સત્ જ છે, તો પછી ત્યાં સત્તાનું જોડાણ માનવું નિરર્થક છે, કેમ કે તેના વિના પણ પદાર્થો સત્ જ છે અને પદાર્થો સત્ હોવા છતાં પણ તેમાં સત્તાનો સંબંધ સ્વીકારવામાં આવે, તો પછી તે સત્તાને રાખવા માટે પણ અન્ય સત્તાની કલ્પના કરતા કોઈ અટકાવી શકતું નથી. આમ ઉત્તરોત્તર નવી-નવી સત્તાની કલ્પના ક૨તા અનવસ્થા દોષ આવશે.
હવે જો તે પદાર્થો સત્તાના જોડાણની પૂર્વે અસત્ છે અને તેમાં સત્તાના જોડાણથી સત્ એવો વ્યવહાર થાય છે એમ સ્વીકારાય, તો પછી આકાશકમળ, સસલાના શિંગડા વગેરે અસત્ પદાર્થોમાં પણ સત્તાના સંબંધથી ભાવસ્વરૂપતા આવી જશે. આ તો સત્તાસ્વરૂપ પરસામાન્યને આશ્રયીને સર્વ આપત્તિઓ આપી. અવાન્તર સામાન્યો દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ, ગોત્વ વગેરેને આશ્રયીને પણ આ -० अर्थसंप्रेक्षण:
(રૂ૬૨) અન્ય—ત્યાદ્રિ । (રૂ૭૦) સત્ત્વસંવન્ધાવિતિ । સત્ત્વ સામાન્ય ભાવઃ સત્તા ખાતિરિતિ
પર્યાયાઃ ।
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org