________________
न्यायावतार - श्लो० २९ अतस्तद्रूपा एव । ननु च यदि भावमात्रमेव तत्त्वं तदा तस्य सर्वत्राविशेषाद् य एते प्रतिप्राणि प्रसिद्धाः स्तम्भेभकुम्भाम्भोरुहादिविशिष्टवस्तुसाध्या व्यवहारिणस्ते सर्वेऽपि प्रलयमापोरन्, अतो विशेषा अपि विविक्तव्यवहारहेतवोऽभ्युपगन्तव्याः । नैतदस्ति, व्यवहारस्याप्यनाद्यविद्याबलप्रवर्तितत्वात्, तेन पारमार्थिकप्रमाणप्रतिष्ठिततत्त्वप्रतिबन्धाभावात्।
२२९. किं च विशेषाग्रहो विशेषेण त्याज्यः, विशेषव्यवस्थापकप्रमाणाभावात् । तथा हिभेदरूपा विशेषाः, न च किंचित्प्रमाणं भेदमवगाहते, १३३ प्रत्यक्षं हि तावद्भावसंपादितसत्ताकं तमेव साक्षात्कर्तुं युक्तं नाभावम्, तस्य सकलशक्तिविरहरूपतया तदुत्पादने व्यापाराभावात्,
–૦ન્યાયરશ્મિ – શંકા - જો તમે કહ્યું તે મુજબ સત્તા માત્ર જ તત્ત્વ છે એમ સ્વીકારવામાં આવે, તો સત્તા સર્વત્ર સમાન રૂપે રહેલ હોવાથી, સર્વ પ્રાણીઓને થાંભલો, હાથી, ઘોડો, ઘટ, કમળ વગેરે વિશિષ્ટ વસ્તુઓ દ્વારા થતો પ્રસિદ્ધ વ્યવહાર ઉચ્છેદ થવાની આપત્તિ આવશે, પરંતુ સ્પષ્ટરૂપે અનુભવ થતાં આ વ્યવહારનો લોપ કરવો યોગ્ય નથી, માટે તેના કારણભૂત એવા વિશેષોને તમારે સ્વીકારવા જ જોઈએ.
૦ અવિદ્યા દ્વારા જગત વ્યવહાર સિદ્ધિ ૦ સમાધાન - આ તમારા વડે કરાયેલા શંકા યોગ્ય નથી, કારણ કે આ જગતનો જેટલો પણ વ્યવહાર ચાલે છે તે સર્વ અનાદિકાલીન અવિદ્યા(કુવાસના)ના પ્રભાવથી ચાલે છે. તેથી અવિદ્યાથી પ્રવર્તતો એવો વ્યવહાર, પારમાર્થિક, પ્રમાણથી નિશ્ચિત થયેલા એવા સત્તા તત્ત્વને પ્રતિબંધ (ખંડન) કરી શકે નહીં.
(૨૨૯) વળી તમારો આ વિશેષ પદાર્થનો આગ્રહ તે વિશેષથી છોડવા યોગ્ય છે, કેમ કે વિશેષને સિદ્ધ કરનાર કોઈપણ પ્રમાણ વિદ્યમાન નથી. તે આ પ્રમાણેઃ- વિશેષો તે ભેદ સ્વરૂપ છે. ભેદ એટલે કે અન્ય પદાર્થથી વ્યાવૃતપણું, અન્યનો અભાવ. આ ભેદને ગ્રહણ કરવા માટે કોઈ પણ પ્રમાણ પ્રવૃત્તિ કરી શકતું નથી. ભેદને ગ્રહણ કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણની પ્રવૃત્તિ થઈ શકતી નથી, કારણ કે વિદ્યમાન પદાર્થથી તે ઉત્પન્ન થાય છે, તેથી પ્રત્યક્ષ ભાવ પદાર્થને જ સાક્ષાત્કાર કરવા માટે સમર્થ છે, પરંતુ અભાવને સાક્ષાત્કાર કરવા નહીં, કહ્યું છે કે:
–૦ઝર્થસંગ્રેસ(३३८) प्रत्यक्षं हीति । यदाहुस्तद्वादिनःआहुर्विधातृ प्रत्यक्षं न निषेद्धृ विपश्चितः | नैकत्व आगमस्तेन प्रत्यक्षेण प्रबाध्यते ।। संग्रहश्लोक:सद्रूपतानतिक्रान्तस्वस्वभावमिदं जगत् । सत्तारूपतया सर्वं संगृह्णन् संग्रहो मतः |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org