________________
न्यायावतार
निर्णीतेर्महापराध इति भवतो बालतामीक्षामहे |
२१०. किं च, यथा निर्विकल्पकमलक्षितं सकलव्यावृत्तत्वलक्षणग्रहणप्रवणमपि ३१ कतिचिदंशविषयं विकल्पमुत्थापयति, तथार्थ एवेन्द्रियालोकादिसंनिकृष्टतया कतिचिन्निजांशविषयं साक्षाद् विशदविकल्पं जनयेदिति किमजागलस्तनकल्पनिर्विकल्पकल्पनया ? ३१२तावन्तोऽशा बहिरर्थे विरुध्यन्ते इति चेत्, ३१३पाटवापाटवादयो दर्शनेऽप्येकस्मिन् न विरुध्यन्ते इति किं
-૦નાયરશ્મિ - જેન- આ સર્વ એક નાના બાળકની ચેષ્ટા જેવું તમે કરો છો. અનુમિતિ તો ત્રણ સ્વરૂપવાળા એવા લિંગથી ઉત્પન્ન થાય છે, જ્યારે નિર્ણય તો સાક્ષાતુ અનુભવ દ્વારા જ ઉત્પન્ન થાય છે. તેમાં તેણે એવો કયો મોટો અપરાધ કર્યો કે, જેથી અનુમિતિને પ્રમાણ માનો અને નિર્ણયને પ્રમાણ ન માનો. આમાં તો માત્ર તમારી મૂર્ખતાનું પ્રદર્શન છે.
૦ નિર્વિકલ્પક જ્ઞાનની નિરર્થકતા ૦. (૨૧૦) વળી તમારા માથે બીજો પણ દોષ રહેલો છે - જે પ્રમાણે જગતના સકલ પદાર્થોથી વ્યાવૃત્ત સ્વલક્ષણને ગ્રહણ કરવામાં પટુ અલક્ષિત (સ્વયં અપ્રત્યક્ષ) એવું નિર્વિકલ્પકજ્ઞાન હોવા છતાં, કેટલાક જ અંશને વિષે તે વિકલ્પ ઉત્પન્ન કરે છે અને તેટલા અંશે તે પ્રમાણભૂત છે, તો તે જ પ્રમાણે પદાર્થ જ પોતે ઈન્દ્રિય, આલોક, મનસ્કાર વગેરેની સંનિકૃષ્ટતા= નજીકપણાના કારણે, કેટલાક નીલવાદિ અંશને વિષે વિકલ્પ ઉત્પન્ન કરે છે, પરંતુ ક્ષણિકતાંશમાં વિકલ્પને ઉત્પન્ન કરતો નથી, એવું જ સ્વીકારવામાં શું વાંધો છે ? અત્યંત નકામા, કોઈ કામ ન કરતા, બકરીના ગળામાં રહેલા દૂધ ન આપતાં સ્તનની જેવા, આ નિર્વિકલ્પક જ્ઞાનની કલ્પના કરવાની શું જરૂર છે ?
બૌદ્ધઃ- અર્થના બળથી વિકલ્પની ઉત્પત્તિ માની શકાય નહીં, કારણ કે અર્થ તો નિરંશ એક સ્વભાવવાળો હોવાથી તેમાં અંશો જ નથી કે, જેના વિષયમાં નીલત્વ, ક્ષણિકત્વ, ચતુરઢત્વ, ઉર્ધ્વત્વ, વગેરે વિકલ્પો ઉત્પન્ન થાય. જ્યારે તેની સામે નિર્વિકલ્પ માનીએ તો, નિર્વિકલ્પમાં વસ્તુ સર્વાશ જણાય છે, એટલે તેમાં ભિન્ન અંશો માનવામાં વિરોધ ન આવે. તેથી નિર્વિકલ્પક જ્ઞાન સ્વીકારવું પડે.
જૈનઃ- પોતાના માથા ઉપર રહેલો ડાઘ પોતાને દેખાતો નથી. એક જ તમે નિર્વિકલ્પ દર્શન સ્વીકાર કરો છો, તેની નીલાદિ વિષયક વિકલ્પોને ઉત્પન્ન કરવામાં પટુતા રહેલી છે અને ક્ષણિકત્વ
-अर्थसंप्रेक्षण(३११) कतिचिदंशविषयमिति । नीलादिविषयम्, न क्षणिकादिविषयम् । (३१२) तावन्तोऽशा इति । नीलत्वाक्षणिकत्वचतुरस्रत्वोर्ध्वत्वादयो विरुध्यन्ते इति निरंशैकस्वभावत्वाद् वस्तुनः । (३१३) पाटवापाटवादय इत्यादि । समाधानार्थस्तु तर्हि निर्विकल्पदर्शनस्यापि नीलादिविकल्पं जनयतो नीलादिविकल्पजनने पाटवम्, क्षणिकत्वादिविकल्पं चाजनयतस्तत्रापाटवम् । आदिशब्दात्तु बोधरूपत्वनिर्विकल्पत्वाभ्रान्तत्वादयो धर्मा गृह्यन्ते । ते च पाटवादयः परस्परविरुद्धाः, नैकत्रदर्शने संभवन्ति इति दर्शनस्यापि न विकल्पजनकत्वमित्यभिप्रायः |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org